Patan: કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો
પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર શનિવારની મોડી સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. શહેરમાં આવેલ લીલીવાડી ચોક નજીક સ્વીફટ કાર લઈને પસાર થઈ રહેલા ચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમણે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. આ દરમિયાન કાર રસ્તા પરથી પસાર થઈ રહેલી એક ઓટોરિક્ષાને ધડાકાભેર અથડાઈ હતી.જેના કારણે ઓટો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી.અકસ્માતના બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ઓટો રિક્ષામાં ચાલકને ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હૃદયરોગના હુમલાથી પીડિત કાર ચાલકને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તો સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ પણ સ્થળ પર આવી પહોંચી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર શનિવારની મોડી સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. શહેરમાં આવેલ લીલીવાડી ચોક નજીક સ્વીફટ કાર લઈને પસાર થઈ રહેલા ચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમણે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. આ દરમિયાન કાર રસ્તા પરથી પસાર થઈ રહેલી એક ઓટોરિક્ષાને ધડાકાભેર અથડાઈ હતી.
જેના કારણે ઓટો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી.અકસ્માતના બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ઓટો રિક્ષામાં ચાલકને ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હૃદયરોગના હુમલાથી પીડિત કાર ચાલકને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તો સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ પણ સ્થળ પર આવી પહોંચી હતી.