Suratના અમરોલીમાં હનીટ્રેમાં ફસાવી તોડ કરતી ગેંગના 5 સભ્યો ઝડપાયા
સુરતના અમરોલીમાં હનીટ્રેપ કેસમાં વેપારીને ફસાવીને રૂપિયા 40 હજારની માંગ કરતા પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે,આ કેસમાં 3 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે,વેપારીને મહિલાએ સોશિયલ મીડિયા થકી ફસાવ્યો હતો અને એક ફલેટમાં નકલી ક્રાઈમ બનીને રૂપિયા 4 હજારનો તોડ પણ કર્યો હતો. મહિલાઓ પણ ઝડપાઈ સુરતમાં હનીટ્રેપની ઘટનામાં પાંચ આરોપીની અમરોલી પોલીસે ધરપકડ કરી છે,સોશિયલ મીડિયા થકી વેપારીને ફસાવવામાં આવે છે અને ત્યારબાદ તેની પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવે છે,આરોપીઓએ પહેલા વેપારીને શંત એપાર્ટમેન્ટમાં બોલાવ્યો અને ત્યારબાદ નકલી ક્રાઈમના અધિકારી બનીને તેની પાસેથી રૂપિયા 4 હજાર લઈ ત્યારબાદ રૂપિયા 40 હજારની માંગણી કરવામાં આવે છે,આ ગેંગના 3 સભ્યો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.અને તેને લઈ પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ હાથધરી છે. કોણ કોણ ઝડપાયું આ કેસમાં આ હનીટ્રેપની વાત કરવામાં આવે તો રાજુ ગુજારીયા,રાજુ કાથરોટીયા,વિજય માળી,તેજલ ઉર્ફે જાનવી,ઋત્વીકા ઉર્ફે ઋતુની પોલીસે ધરપકડ કરી છે.આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 4300 અને 6 મોબાઈલ અને એક હાથકડી પણ મળી આવી છે.અગાઉ પણ આ ટોળકીએ કોઈને લૂંટયા છે કે નહી તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે,ત્રણ આરોપીઓ ચોરીના કેસમાં પણ ઝડપાઈ ચૂકયા છે,પોલીસે મોબાઈલના ચેટના આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથધરી છે. 30 માર્ચ 2024ના રોજ પણ બની હનીટ્રેની ઘટના શહેરમાં હનીટ્રેપનો વધુ એક બનાવ સામે આવ્યો હતો. પાલના જૈન વેપારીને ઘરમાં જૈન મંદિર બનાવવાનું હોવાનું કહી ઘરે બોલાવ્યો. મહિલાએ ત્યારે કપડા ઉતાર્યા તે સમયે જ બહારથી ત્રણ લોકોએ આવીને પછી ફસાવી 17 લાખ રૂપિયાનો તોડ પાડ્યો હતો. તોડ પાડવાની આ પેરવી આગળ વધારતા વેપારીએ પોલીસમાં ફરિયાદ કરતાં આખો મામલો સામે આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના અમરોલીમાં હનીટ્રેપ કેસમાં વેપારીને ફસાવીને રૂપિયા 40 હજારની માંગ કરતા પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે,આ કેસમાં 3 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે,વેપારીને મહિલાએ સોશિયલ મીડિયા થકી ફસાવ્યો હતો અને એક ફલેટમાં નકલી ક્રાઈમ બનીને રૂપિયા 4 હજારનો તોડ પણ કર્યો હતો.
મહિલાઓ પણ ઝડપાઈ
સુરતમાં હનીટ્રેપની ઘટનામાં પાંચ આરોપીની અમરોલી પોલીસે ધરપકડ કરી છે,સોશિયલ મીડિયા થકી વેપારીને ફસાવવામાં આવે છે અને ત્યારબાદ તેની પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવે છે,આરોપીઓએ પહેલા વેપારીને શંત એપાર્ટમેન્ટમાં બોલાવ્યો અને ત્યારબાદ નકલી ક્રાઈમના અધિકારી બનીને તેની પાસેથી રૂપિયા 4 હજાર લઈ ત્યારબાદ રૂપિયા 40 હજારની માંગણી કરવામાં આવે છે,આ ગેંગના 3 સભ્યો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.અને તેને લઈ પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ હાથધરી છે.
કોણ કોણ ઝડપાયું આ કેસમાં
આ હનીટ્રેપની વાત કરવામાં આવે તો રાજુ ગુજારીયા,રાજુ કાથરોટીયા,વિજય માળી,તેજલ ઉર્ફે જાનવી,ઋત્વીકા ઉર્ફે ઋતુની પોલીસે ધરપકડ કરી છે.આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 4300 અને 6 મોબાઈલ અને એક હાથકડી પણ મળી આવી છે.અગાઉ પણ આ ટોળકીએ કોઈને લૂંટયા છે કે નહી તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે,ત્રણ આરોપીઓ ચોરીના કેસમાં પણ ઝડપાઈ ચૂકયા છે,પોલીસે મોબાઈલના ચેટના આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથધરી છે.
30 માર્ચ 2024ના રોજ પણ બની હનીટ્રેની ઘટના
શહેરમાં હનીટ્રેપનો વધુ એક બનાવ સામે આવ્યો હતો. પાલના જૈન વેપારીને ઘરમાં જૈન મંદિર બનાવવાનું હોવાનું કહી ઘરે બોલાવ્યો. મહિલાએ ત્યારે કપડા ઉતાર્યા તે સમયે જ બહારથી ત્રણ લોકોએ આવીને પછી ફસાવી 17 લાખ રૂપિયાનો તોડ પાડ્યો હતો. તોડ પાડવાની આ પેરવી આગળ વધારતા વેપારીએ પોલીસમાં ફરિયાદ કરતાં આખો મામલો સામે આવ્યો હતો.