BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડીએ યુનિટી સ્મોલ બેંકમાંથી 10 કરોડની લીધી લોન

કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના અનેક કારનામાઓ સામે આવી રહ્યાં છે,જેમાં ગ્રોમોર ચેરીટેબલ ટ્રસ્ટના નામે લોન મેળવી હતી અને ગ્રોમોર એ ભૂપેન્દ્ર ઝાલાએ શરૂ કરેલી શૈક્ષણિક સંસ્થા છે સાથે સાથે તેણે લોને મેળવીને 8 કરોડ અલગ અલગ શિક્ષકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા,તો બીજી તરફ 80 શિક્ષકોમાં 8 - 8 લાખ ટ્રાન્સફર કરી રોકડા લીધા હતા અને લોનના પૈસા શિક્ષકોના ખાતામાં નાખી ઉપાડતો હોવાની કરતૂત સામે આવી છે.વિદ્યાર્થીની 80 લાખની ગ્રાન્ટમાં પણ કર્યો ભ્રષ્ટાચાર.ગ્રાન્ટ પણ પડાવી લીધી કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી હોવાની વાત સામે આવી છે.વિદ્યાર્થીઓની 75 લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે.BZ ગ્રુપ સામે કાર્યવાહી અન્ય ઈન્વેન્ટ પેઢીના સંચાલકો ગાયબ છે,હિંમતનગરમાં 26 નવેમ્બરથી અનેક પેઢીઓના શટર ડાઉન થઈ ગયા છે.હિંમતનગર, તલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગ્યા છે,AR ગ્રુપની પેઢીઓ સતત સાતમા દિવસે બંધ હાલતમાં જોવા મળી છે.અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા AR ગ્રુપ. અન્ય પણ કૌંભાડીઓ સામિલ આ સમગ્ર ઘટનામાં અન્ય કૌંભાડીઓ પણ સામિલ હોવાની વાત સામે આવી છે જેમાં BZ ગ્રુપમાંથી છૂટા પડી નવી પેઢીઓ ખોલવામાં આવી હતી તો AR ગ્રુપમાં 250થી 300 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે,તો સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે.પોલીસ પણ આવા ફરાર આરોપીઓને શોધી રહી છે અને ગઈકાલ સાંજથી આજ સવાર સુધી પોલીસે ફરિયાદ પણ નોંધી છે,અનેક શિક્ષકો પણ ફરાર થઈ ગયા છે અને પેઢીઓને તાળા લાગી ગયા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ નેતાના કહેવાથી ફોર્મ પાછું ખેંચ્યું તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર 30 વર્ષનો છે અને અપરિણીત છે. ભૂપેન્દ્રસિંહ સૌથી પહેલા લોકોમાં ચર્ચામાં આવ્યો તે ઘટના હતી ગત લોકસભા ચૂંટણી. જેમાં ભૂપેન્દ્રસિંહે ભાજપના કાર્યકર હોવા છતાં ટિકિટ નહીં મળતા સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી. જો કે ચૂંટણી લડવાને બદલે તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી. તેમજ મોડાસામાં યોજાયેલી એક સભામાં ભાજપના એક મોટા ગજાના નેતાએ એમ પણ કહ્યું હતું કે મારા કહેવાથી ભૂપેન્દ્રએ ફોર્મ પરત ખેંચ્યું છે.

BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડીએ યુનિટી સ્મોલ બેંકમાંથી 10 કરોડની લીધી લોન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના અનેક કારનામાઓ સામે આવી રહ્યાં છે,જેમાં ગ્રોમોર ચેરીટેબલ ટ્રસ્ટના નામે લોન મેળવી હતી અને ગ્રોમોર એ ભૂપેન્દ્ર ઝાલાએ શરૂ કરેલી શૈક્ષણિક સંસ્થા છે સાથે સાથે તેણે લોને મેળવીને 8 કરોડ અલગ અલગ શિક્ષકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા,તો બીજી તરફ 80 શિક્ષકોમાં 8 - 8 લાખ ટ્રાન્સફર કરી રોકડા લીધા હતા અને લોનના પૈસા શિક્ષકોના ખાતામાં નાખી ઉપાડતો હોવાની કરતૂત સામે આવી છે.વિદ્યાર્થીની 80 લાખની ગ્રાન્ટમાં પણ કર્યો ભ્રષ્ટાચાર.

ગ્રાન્ટ પણ પડાવી લીધી
કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી હોવાની વાત સામે આવી છે.વિદ્યાર્થીઓની 75 લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે.BZ ગ્રુપ સામે કાર્યવાહી અન્ય ઈન્વેન્ટ પેઢીના સંચાલકો ગાયબ છે,હિંમતનગરમાં 26 નવેમ્બરથી અનેક પેઢીઓના શટર ડાઉન થઈ ગયા છે.હિંમતનગર, તલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગ્યા છે,AR ગ્રુપની પેઢીઓ સતત સાતમા દિવસે બંધ હાલતમાં જોવા મળી છે.અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા AR ગ્રુપ.

અન્ય પણ કૌંભાડીઓ સામિલ
આ સમગ્ર ઘટનામાં અન્ય કૌંભાડીઓ પણ સામિલ હોવાની વાત સામે આવી છે જેમાં BZ ગ્રુપમાંથી છૂટા પડી નવી પેઢીઓ ખોલવામાં આવી હતી તો AR ગ્રુપમાં 250થી 300 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે,તો સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે.પોલીસ પણ આવા ફરાર આરોપીઓને શોધી રહી છે અને ગઈકાલ સાંજથી આજ સવાર સુધી પોલીસે ફરિયાદ પણ નોંધી છે,અનેક શિક્ષકો પણ ફરાર થઈ ગયા છે અને પેઢીઓને તાળા લાગી ગયા છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપ નેતાના કહેવાથી ફોર્મ પાછું ખેંચ્યું
તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર 30 વર્ષનો છે અને અપરિણીત છે. ભૂપેન્દ્રસિંહ સૌથી પહેલા લોકોમાં ચર્ચામાં આવ્યો તે ઘટના હતી ગત લોકસભા ચૂંટણી. જેમાં ભૂપેન્દ્રસિંહે ભાજપના કાર્યકર હોવા છતાં ટિકિટ નહીં મળતા સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી. જો કે ચૂંટણી લડવાને બદલે તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી. તેમજ મોડાસામાં યોજાયેલી એક સભામાં ભાજપના એક મોટા ગજાના નેતાએ એમ પણ કહ્યું હતું કે મારા કહેવાથી ભૂપેન્દ્રએ ફોર્મ પરત ખેંચ્યું છે.