Surendranagar: સરકારી કર્મીઓને હેલ્મેટ ફરજિયાતના હુકમની અમલવારી માટે તંત્રની કવાયત
રાજય સરકારે તાજેતરમાં રાજયમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને ટુ વ્હીલરમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાનો હુકમ જાહેર કર્યો છે. ત્યારે સુરેન્દ્રનગર SPએ આ હુકમની અમલવારી પોલીસ વિભાગ દ્વારા શરૂ કરી છે.સુરેન્દ્રનગર એ ડીવીઝન પીઆઈ આર. એમ. સંગાડાના માર્ગદર્શનથી પીએસઆઈ એચ.એસ. જાડેજા સહિતની ટીમે ટાવર ચોક વિસ્તારમાં પોલીસ મથક પાસે ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં હેલ્મેટ પહેર્યા વગર નીકળનાર કર્મીઓને હેલ્મેટ પહેરવા સુચના અપાઈ હતી. આ ઉપરાંત નંબર પ્લેટ વગરની પોલીસ કર્મીઓને 4 સહિત કુલ 9 કારને ડીટેઈન કરીને આરટીઓના મેમા અપાયા હતા. જયારે ચાલુ બાઈકે મોબાઈલમાં વાત કરવી, લાયસન્સ ન હોવા સહિતના કેસોમાં હાજર મેમા ફટકારવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજય સરકારે તાજેતરમાં રાજયમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને ટુ વ્હીલરમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાનો હુકમ જાહેર કર્યો છે. ત્યારે સુરેન્દ્રનગર SPએ આ હુકમની અમલવારી પોલીસ વિભાગ દ્વારા શરૂ કરી છે.
સુરેન્દ્રનગર એ ડીવીઝન પીઆઈ આર. એમ. સંગાડાના માર્ગદર્શનથી પીએસઆઈ એચ.એસ. જાડેજા સહિતની ટીમે ટાવર ચોક વિસ્તારમાં પોલીસ મથક પાસે ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં હેલ્મેટ પહેર્યા વગર નીકળનાર કર્મીઓને હેલ્મેટ પહેરવા સુચના અપાઈ હતી. આ ઉપરાંત નંબર પ્લેટ વગરની પોલીસ કર્મીઓને 4 સહિત કુલ 9 કારને ડીટેઈન કરીને આરટીઓના મેમા અપાયા હતા. જયારે ચાલુ બાઈકે મોબાઈલમાં વાત કરવી, લાયસન્સ ન હોવા સહિતના કેસોમાં હાજર મેમા ફટકારવામાં આવ્યા હતા.