Surendranagar રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ઝાલાવાડમાં 75 ટકા મતદાન
ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં બે બેઠક માટે તા. 24મી સપ્ટેમ્બરે ઝાલાવાડમાં મતદાન યોજાયુ હતુ.શહેરની એન.ટી.એમ. હાઈસ્કૂલમાં સવારે 8થી સાંજના 5 સુધી યોજાયેલ મતદાનમાં સંચાલક મંડળના પ્રતિનિધિની બેઠકમાં 162માંથી 138 અને સરકારી શાળાના શિક્ષકોની બેઠકના પ્રતિનિધિમાં 203માંથી 137 મતદારોએ મતદાન કરતા 75 ટકા જેટલુ સરેરાશ મતદાન થયુ હતુ. આવતીકાલે તા. 26મીના રોજ ગાંધીનગર ખાતે મતગણતરી યોજાશે અને પરિણામ જાહેર કરાશે. ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડના 9 સંવર્ગની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં 6 બેઠકો બિનહરીફ થઈ છે. જયારે વાલી મંડળના સભ્યની બેઠક બરખાસ્ત થઈ હતી. ત્યારે સંચાલક મંડળના પ્રતિનિધિની બેઠક અને સરકારી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાના શિક્ષકની પ્રતિનિધિની બેઠક માટે તા. 24મી સપ્ટેમ્બરે સમગ્ર રાજયની સાથે ઝાલાવાડમાં પણ મતદાન યોજાયુ હતુ. સુરેન્દ્રનગરની શેઠ એન.ટી.એમ હાઈસ્કૂલમાં જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા, શિક્ષણ નિરીક્ષીક અને ચૂંટણીના નોડલ ઓફીસર કે. એન. બારોટની દેખરેખ નીચે મંગળવારે સવારે 8થી સાંજના પ સુધી મતદાન યોજાયુ હતુ. મતદાનને લઈને સંચાલક મંડળ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. મતદાન મથકની બહાર બન્ને ખંડના મંડપોમાં દિવસભર ચહલપહલ જોવા મળી હતી. જયારે સાંજે 5 કલાકે મતદાન પુરૂ થતા સંચાલક મંડળના પ્રતિનિધિની બેઠકમાં 162માંથી 138 અને સરકારી શાળાના શિક્ષકોની બેઠકના પ્રતિનિધિમાં 203માંથી 137 મતદારોએ મતદાન કર્યુ હતુ. આમ કુલ 365માંથી 275 મતદારોએ મતદાન કરતા 75 ટકા જેટલુ સરેરાશ મતદાન થયુ હતુ. મતદાનમાં મહિલા મતદારોની હાજરી ઓછી જોવા મળતી હતી. મતદાન બાદ મત પેટીઓ ગાંધીનગ રવાના કરાઈ છે. આવતીકાલે તા. 26મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે મતગણતરી યોજાશે અને પરીણામ જાહેર કરાશે. બહારગામથી આવતા મતદારો માટે જમવાની વ્યવસ્થા રખાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન માટે ચોટીલા, દસાડા સહિત દુરના તાલુકામાંથી સંચાલક મંડળના પ્રતીનીધીઓ અને સરકારી શાળાના શિક્ષકો આવ્યા હતા. ત્યારે બહારગામથી આવતા મતદારો માટે સુરેન્દ્રનગર જિલ્લા સ્વનીર્ભર શાળા સંચાલક મંડળના ઈન્દ્રસીંહ ઝાલા, કે.એન.પટેલ, સુનીલભાઈ મોટકા, રેવાભાઈ ગમારા, હર્ષભાઈ વઢેલ, મહેશભાઈ પટેલ સહિતનાઓ દ્વારા સવારે ચા-નાસ્તા અને બપોરે જમવાની વ્યવસ્થા રખાઈ હતી. સરકારી શાળામાં રજા જાહેર કરાતા અમુક શિક્ષકોએ વતનની વાટ પકડતા મતદાન ઓછું થયુ સરકારી શાળાના શિક્ષકોના પ્રતીનીધીની બેઠકની ચૂંટણીને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજયની સરકારી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. જિલ્લામાં સરકારી શાળાના 203 શિક્ષકો મતદાન કરવાના હતા. જેમાં માત્ર 137 મતદારોએ જ મતદાન કર્યુ છે. એટલે કે, સરકારી શિક્ષકોનું 67 ટકા જ મતદાન થયુ છે. રજા જાહેર કરાતા અમુક શિક્ષકો વતનની વાટે રવાના થઈ ગયા હતા. ત્યારે રજા અપાઈ હોવા છતાં મતદાન ન કરનાર શિક્ષકોની સીએલ મુકવા શિક્ષકોમાં ચર્ચા જોવા મળતી હતી. વયોવૃદ્ધ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલ મતદાનમાં સરકારી શિક્ષકો તો 60 વર્ષથી નીચેની ઉંમરના હતા. પરંતુ સંચાલક મંડળના પ્રતીનીધીની બેઠકમાં વયોવૃધ્ધ મતદારો હતા. ત્યારે શાળાના મેદાનથી મતદાન મથક સુધી વયોવૃધ્ધ મતદારોને ચાલીને ન આવવુ પડે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વ્હીલચેરની વ્યવસ્થા કરી હતી. અને મુળી કેળવણી મંડળના પ્રમુખ રાવલભાઈએ વ્હીલચેર પર આવી મતદાન પણ કર્યુ હતુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં બે બેઠક માટે તા. 24મી સપ્ટેમ્બરે ઝાલાવાડમાં મતદાન યોજાયુ હતુ.
શહેરની એન.ટી.એમ. હાઈસ્કૂલમાં સવારે 8થી સાંજના 5 સુધી યોજાયેલ મતદાનમાં સંચાલક મંડળના પ્રતિનિધિની બેઠકમાં 162માંથી 138 અને સરકારી શાળાના શિક્ષકોની બેઠકના પ્રતિનિધિમાં 203માંથી 137 મતદારોએ મતદાન કરતા 75 ટકા જેટલુ સરેરાશ મતદાન થયુ હતુ. આવતીકાલે તા. 26મીના રોજ ગાંધીનગર ખાતે મતગણતરી યોજાશે અને પરિણામ જાહેર કરાશે.
ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડના 9 સંવર્ગની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં 6 બેઠકો બિનહરીફ થઈ છે. જયારે વાલી મંડળના સભ્યની બેઠક બરખાસ્ત થઈ હતી. ત્યારે સંચાલક મંડળના પ્રતિનિધિની બેઠક અને સરકારી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાના શિક્ષકની પ્રતિનિધિની બેઠક માટે તા. 24મી સપ્ટેમ્બરે સમગ્ર રાજયની સાથે ઝાલાવાડમાં પણ મતદાન યોજાયુ હતુ. સુરેન્દ્રનગરની શેઠ એન.ટી.એમ હાઈસ્કૂલમાં જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા, શિક્ષણ નિરીક્ષીક અને ચૂંટણીના નોડલ ઓફીસર કે. એન. બારોટની દેખરેખ નીચે મંગળવારે સવારે 8થી સાંજના પ સુધી મતદાન યોજાયુ હતુ. મતદાનને લઈને સંચાલક મંડળ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. મતદાન મથકની બહાર બન્ને ખંડના મંડપોમાં દિવસભર ચહલપહલ જોવા મળી હતી. જયારે સાંજે 5 કલાકે મતદાન પુરૂ થતા સંચાલક મંડળના પ્રતિનિધિની બેઠકમાં 162માંથી 138 અને સરકારી શાળાના શિક્ષકોની બેઠકના પ્રતિનિધિમાં 203માંથી 137 મતદારોએ મતદાન કર્યુ હતુ. આમ કુલ 365માંથી 275 મતદારોએ મતદાન કરતા 75 ટકા જેટલુ સરેરાશ મતદાન થયુ હતુ. મતદાનમાં મહિલા મતદારોની હાજરી ઓછી જોવા મળતી હતી. મતદાન બાદ મત પેટીઓ ગાંધીનગ રવાના કરાઈ છે. આવતીકાલે તા. 26મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે મતગણતરી યોજાશે અને પરીણામ જાહેર કરાશે.
બહારગામથી આવતા મતદારો માટે જમવાની વ્યવસ્થા રખાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન માટે ચોટીલા, દસાડા સહિત દુરના તાલુકામાંથી સંચાલક મંડળના પ્રતીનીધીઓ અને સરકારી શાળાના શિક્ષકો આવ્યા હતા. ત્યારે બહારગામથી આવતા મતદારો માટે સુરેન્દ્રનગર જિલ્લા સ્વનીર્ભર શાળા સંચાલક મંડળના ઈન્દ્રસીંહ ઝાલા, કે.એન.પટેલ, સુનીલભાઈ મોટકા, રેવાભાઈ ગમારા, હર્ષભાઈ વઢેલ, મહેશભાઈ પટેલ સહિતનાઓ દ્વારા સવારે ચા-નાસ્તા અને બપોરે જમવાની વ્યવસ્થા રખાઈ હતી.
સરકારી શાળામાં રજા જાહેર કરાતા અમુક શિક્ષકોએ વતનની વાટ પકડતા મતદાન ઓછું થયુ
સરકારી શાળાના શિક્ષકોના પ્રતીનીધીની બેઠકની ચૂંટણીને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજયની સરકારી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. જિલ્લામાં સરકારી શાળાના 203 શિક્ષકો મતદાન કરવાના હતા. જેમાં માત્ર 137 મતદારોએ જ મતદાન કર્યુ છે. એટલે કે, સરકારી શિક્ષકોનું 67 ટકા જ મતદાન થયુ છે. રજા જાહેર કરાતા અમુક શિક્ષકો વતનની વાટે રવાના થઈ ગયા હતા. ત્યારે રજા અપાઈ હોવા છતાં મતદાન ન કરનાર શિક્ષકોની સીએલ મુકવા શિક્ષકોમાં ચર્ચા જોવા મળતી હતી.
વયોવૃદ્ધ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલ મતદાનમાં સરકારી શિક્ષકો તો 60 વર્ષથી નીચેની ઉંમરના હતા. પરંતુ સંચાલક મંડળના પ્રતીનીધીની બેઠકમાં વયોવૃધ્ધ મતદારો હતા. ત્યારે શાળાના મેદાનથી મતદાન મથક સુધી વયોવૃધ્ધ મતદારોને ચાલીને ન આવવુ પડે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વ્હીલચેરની વ્યવસ્થા કરી હતી. અને મુળી કેળવણી મંડળના પ્રમુખ રાવલભાઈએ વ્હીલચેર પર આવી મતદાન પણ કર્યુ હતુ.