Viramgam:પિકઅપ વાહન અને બે એસટી બસ વચ્ચે અકસ્માત :8 મુસાફરોનેઇજા

વિરમગામ બાયપાસ અમદાવાદ હાઇવે માર્ગ પર સોક્લી નજીકમાં શનિવારે સવારે એક નાના માલવાહક વાહન પાછળ રાજ્ય પરિવહનની એક એસટી બસ તેમજ બસની પાછળ બીજી એસટી બસ અથડાતા ત્રિપલ વાહનનો અકસ્માત સર્જાયો હતો. જેમાં આઠ જેટલા મુસાફરોને સામાન્ય ઈજા થયાની માહિતી પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વિરમગામ અમદાવાદ હાઈવે માર્ગ પર સોકલી ગામ નજીકમાં માલ વાહક નાના વાહન પાછળ વિરમગામ ડેપોની નાગળકા મહાદેવ નગર લોકલ બસ અથડાઈ હતી. જેની પાછળ ધાંગધ્રા તરફ્થી અમદાવાદ તરફ્ જતી એક્ષપ્રેસ બસ અથડાઈ પડતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અચાનક થયેલા અકસ્માતથી મુસાફરોની કિકિયારીથી હાઇવે માર્ગ ગુંજી ઉઠયો હતો. હાઇવે માર્ગ પર પસાર થતા અન્ય વાહન દારો માંથી તેમજ સ્થાનિક લોકો મદદે દોડી ગયા હતા. અકસ્માતમાં આઠ જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યાનું જાણવા મળ્યુ છે.બનાવની જાણ પોલીસ તેમજ વિરમગામ ડેપોમાં થતા જવાબદાર અધિકારીઓ, કર્મીઓ દોડી ગયા હતા અને મુસાફરો માટે વ્યવસ્થાપન કર્યું હતુ. નાના માલવાહક વાહનમાં પંચર પડયુ હતું. સ્પેર વ્હીલ બદલીને ધીમી ગતિએ જઈ રહ્યો હતો. દરમ્યાનમાં પાછળ બસ અથડાતા અકસ્માત સર્જાયાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. તપાસ શરૂ કરવામાં આવી છે.

Viramgam:પિકઅપ વાહન અને બે એસટી બસ વચ્ચે અકસ્માત :8 મુસાફરોનેઇજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિરમગામ બાયપાસ અમદાવાદ હાઇવે માર્ગ પર સોક્લી નજીકમાં શનિવારે સવારે એક નાના માલવાહક વાહન પાછળ રાજ્ય પરિવહનની એક એસટી બસ તેમજ બસની પાછળ બીજી એસટી બસ અથડાતા ત્રિપલ વાહનનો અકસ્માત સર્જાયો હતો. જેમાં આઠ જેટલા મુસાફરોને સામાન્ય ઈજા થયાની માહિતી પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વિરમગામ અમદાવાદ હાઈવે માર્ગ પર સોકલી ગામ નજીકમાં માલ વાહક નાના વાહન પાછળ વિરમગામ ડેપોની નાગળકા મહાદેવ નગર લોકલ બસ અથડાઈ હતી. જેની પાછળ ધાંગધ્રા તરફ્થી અમદાવાદ તરફ્ જતી એક્ષપ્રેસ બસ અથડાઈ પડતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અચાનક થયેલા અકસ્માતથી મુસાફરોની કિકિયારીથી હાઇવે માર્ગ ગુંજી ઉઠયો હતો. હાઇવે માર્ગ પર પસાર થતા અન્ય વાહન દારો માંથી તેમજ સ્થાનિક લોકો મદદે દોડી ગયા હતા. અકસ્માતમાં આઠ જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યાનું જાણવા મળ્યુ છે.બનાવની જાણ પોલીસ તેમજ વિરમગામ ડેપોમાં થતા જવાબદાર અધિકારીઓ, કર્મીઓ દોડી ગયા હતા અને મુસાફરો માટે વ્યવસ્થાપન કર્યું હતુ. નાના માલવાહક વાહનમાં પંચર પડયુ હતું. સ્પેર વ્હીલ બદલીને ધીમી ગતિએ જઈ રહ્યો હતો. દરમ્યાનમાં પાછળ બસ અથડાતા અકસ્માત સર્જાયાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. તપાસ શરૂ કરવામાં આવી છે.