Dasada: વડગામમાં પોલીસ પર હુમલો અને લૂંટ કેસનો આરોપી જુગારધામ ચલાવતો ઝડપાયો

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દસાડાના વડગામ જવાના રસ્તે ગુડદી પાસાના જુગારની બાતમી મળતા રેડ કરી હતી. જેમાં પોલીસ પર હુમલો અને લૂંટ કેસનો 8 માસથી ફરાર આરોપી જ જુગારધામ ચલાવતો ઝડપાયો હતો. પોલીસે કુલ 10 જુગારીયાઓને રોકડ, મોબાઈલ, કાર, બાઈક સહિત રૂ. 4,79,760ની મત્તા સાથે ઝડપી લઈ દસાડા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે.સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ બી.આર.ગોહિલ સહિતની ટીમને સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિંગ સમયે દસાડા-શંખેશ્વર રોડ પર વડગામ જવાના કાચા રસ્તે ગુડદી પાસાના જુગારની બાતમી મળતા શનિવારે મોડી સાંજે દરોડો કરાયો હતો. જેમાં જુગાર રમાડનાર રાજદીપસીંહ ભાથીભા ઝાલા, રવિ મહેન્દ્રકુમાર ગજ્જર, જેઠા જુહાભાઈ રાઠોડ, જીગરસીંહ ઉર્ફે જીગો વનરાજસીંહ ઝાલા, રસીક વીરમભાઈ રાઠોડ, વિશાલ ભરતભાઈ ઓડ, સંજય પ્રભુભાઈ વાઘેલા, વિનોદ ગગાભાઈ ઠાકોર, રસીક ગાંડાભાઈ ઠાકોર અને મનુ બબાભાઈ રાઠોડ ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ.1,41,460, રૂ. 53 હજારના 10 મોબાઈલ ફોન, રૂ. 35 હજારના 2 બાઈક, રૂ. 2.50 લાખની કાર, પાણીના જગ, તાડપત્રી, એલઈડી લાઈટ સહિત રૂ. 4,79,760ની મત્તા જપ્ત કરાઈ હતી. બનાવની દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ પીઆઈ એમ.કે.ઝાલા ચલાવી રહ્યા છે. બીજી તરફ ચૂડા પોલીસની ટીમે કુડલા ગામે ખરાબામાં બાવળની આડમાં રમાતા જુગાર પર રેડ કરી હતી. જેમાં ચેતન ઉર્ફે લાલો પરસોત્તમભાઈ કાણોતરા, કરણસીંહ બાબુસીંહ પરમાર, દેવરાજ ઉર્ફે દેવો કાળુભાઈ કોલાદરા, ભાવીન છનાભાઈ કલાડીયા, યુવરાજસીંહ ઉર્ફે લાલો મનુભાઈ બોરીચા, મહેન્દ્ર થોભણભાઈ વાઘેલા, વિજય પાંચાભાઈ કટેશીયા અને શકીલાબેન સબીરભાઈ કાદીર ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂ. 50,700, 35 હજારના 7 મોબાઈલ અને રૂ. 5 લાખની કાર સહિત કુલ રૂ. 5,85,700ની મત્તા સાથે ઝડપાયા હતા. આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ એચસી આર.જે.મીઠાપરા ચલાવી રહ્યા છે. જયારે લીંબડીના મોટાવાસમાં રમાતા જુગાર પર પોલીસે રેડ કરી હતી. ગુડદી પાસાનો જુગાર રમતા રમેશ ઉર્ફે રમણીક પેથાભાઈ પરમાર, કીશન દીપકભાઈ બાંભણીયા રોકડા રૂ. 7,650, રૂ. 10 હજારના બાઈક સહિત કુલ રૂ. 17,650ની મત્તા સાથે ઝડપાયા હતા. આ દરોડામાં શૈલેષ રત્નાભાઈ સોલંકી અને એક અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. બનાવની લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી ભાવાર્થભાઈ સોલંકી ચલાવી રહ્યા છે.

Dasada: વડગામમાં પોલીસ પર હુમલો અને લૂંટ કેસનો આરોપી જુગારધામ ચલાવતો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દસાડાના વડગામ જવાના રસ્તે ગુડદી પાસાના જુગારની બાતમી મળતા રેડ કરી હતી. જેમાં પોલીસ પર હુમલો અને લૂંટ કેસનો 8 માસથી ફરાર આરોપી જ જુગારધામ ચલાવતો ઝડપાયો હતો. પોલીસે કુલ 10 જુગારીયાઓને રોકડ, મોબાઈલ, કાર, બાઈક સહિત રૂ. 4,79,760ની મત્તા સાથે ઝડપી લઈ દસાડા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ બી.આર.ગોહિલ સહિતની ટીમને સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિંગ સમયે દસાડા-શંખેશ્વર રોડ પર વડગામ જવાના કાચા રસ્તે ગુડદી પાસાના જુગારની બાતમી મળતા શનિવારે મોડી સાંજે દરોડો કરાયો હતો. જેમાં જુગાર રમાડનાર રાજદીપસીંહ ભાથીભા ઝાલા, રવિ મહેન્દ્રકુમાર ગજ્જર, જેઠા જુહાભાઈ રાઠોડ, જીગરસીંહ ઉર્ફે જીગો વનરાજસીંહ ઝાલા, રસીક વીરમભાઈ રાઠોડ, વિશાલ ભરતભાઈ ઓડ, સંજય પ્રભુભાઈ વાઘેલા, વિનોદ ગગાભાઈ ઠાકોર, રસીક ગાંડાભાઈ ઠાકોર અને મનુ બબાભાઈ રાઠોડ ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ.1,41,460, રૂ. 53 હજારના 10 મોબાઈલ ફોન, રૂ. 35 હજારના 2 બાઈક, રૂ. 2.50 લાખની કાર, પાણીના જગ, તાડપત્રી, એલઈડી લાઈટ સહિત રૂ. 4,79,760ની મત્તા જપ્ત કરાઈ હતી. બનાવની દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ પીઆઈ એમ.કે.ઝાલા ચલાવી રહ્યા છે.

બીજી તરફ ચૂડા પોલીસની ટીમે કુડલા ગામે ખરાબામાં બાવળની આડમાં રમાતા જુગાર પર રેડ કરી હતી. જેમાં ચેતન ઉર્ફે લાલો પરસોત્તમભાઈ કાણોતરા, કરણસીંહ બાબુસીંહ પરમાર, દેવરાજ ઉર્ફે દેવો કાળુભાઈ કોલાદરા, ભાવીન છનાભાઈ કલાડીયા, યુવરાજસીંહ ઉર્ફે લાલો મનુભાઈ બોરીચા, મહેન્દ્ર થોભણભાઈ વાઘેલા, વિજય પાંચાભાઈ કટેશીયા અને શકીલાબેન સબીરભાઈ કાદીર ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂ. 50,700, 35 હજારના 7 મોબાઈલ અને રૂ. 5 લાખની કાર સહિત કુલ રૂ. 5,85,700ની મત્તા સાથે ઝડપાયા હતા. આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ એચસી આર.જે.મીઠાપરા ચલાવી રહ્યા છે. જયારે લીંબડીના મોટાવાસમાં રમાતા જુગાર પર પોલીસે રેડ કરી હતી. ગુડદી પાસાનો જુગાર રમતા રમેશ ઉર્ફે રમણીક પેથાભાઈ પરમાર, કીશન દીપકભાઈ બાંભણીયા રોકડા રૂ. 7,650, રૂ. 10 હજારના બાઈક સહિત કુલ રૂ. 17,650ની મત્તા સાથે ઝડપાયા હતા. આ દરોડામાં શૈલેષ રત્નાભાઈ સોલંકી અને એક અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. બનાવની લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી ભાવાર્થભાઈ સોલંકી ચલાવી રહ્યા છે.