Surendranagar: બુટલેગરને દબોચવા પીછો કરતા PSIનું અકસ્માતમાં મોત

રાજ્યમાં વધી રહેલો દારૂ અને અસામાજિક તત્વોનો જાહેરમાં આતંક સૂચવે છે કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સાથે જ બુટલેગરોને તો જાણે પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેમ પોલીસ પર પણ હુમલો કર્યાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડીના કઠાડા ગામ નજીક બુટલેગરનો પીછો કરતા અકસ્માતમાં PSIનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે.મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડીના કઠાડા ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. અજાણ્યા વાહન અડફેટે કારનો અકસ્માતની ઘટનામાં SMCના PSI જે એમ પઠાણનું મોત થયું છે. વિરમગામ સરકારી હોસ્પિટલ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના PSI જાહીદખાન મુનસફખાન પઠાણનુ મોત નિપજ્યુ છે. કોઇ કાર સાથેનો બુટલેગરનો પીછો કરતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે.સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનાં SMCના PSI જે.એમ. પઠાણ, બે કોન્સ્ટેબલ સહિતની ટીમ ગાડીમાં સવાર થઈ દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતા. દરમિયાન, પાટડી-દસાડાથી કઠાડા તરફ જતા રસ્તા પરથી પસાર થતી વખતે એક અજાણ્યા ટ્રકચાલકે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં SMC PSI પઠાણનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોથી ભીડ ભેગી થઈ હતી. ઇજાગ્રસ્ત બંને કોન્સ્ટેબલને લોકોએ કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.રાજ્યમાં પોલીસ તંત્ર દારૂના વેચાણ બંધ કરવા અને દારૂબંધીની કડક અમલવારી મામલે એક્શન મોડ પર જોવા મળ્યું છે. આ દરમિયાન રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે બુટલેગરોએ પોલીસ પર હુમલો કરી પોલીસ વાનને સળગાવવાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસે પોતાના બચાવવામાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના પણ સામે આવે છે. તેવામાં સુરેન્દ્રનગરના કઠાડામાં બુટલેગરનો પીછો કરતા સ્ટેટ વિજિલન્સના PSI જાવીદ પઠાણનું અજાણ્યા વાહનની અડફેટે અકસ્માતમાં મોત થયું છે.

Surendranagar: બુટલેગરને દબોચવા પીછો કરતા PSIનું અકસ્માતમાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં વધી રહેલો દારૂ અને અસામાજિક તત્વોનો જાહેરમાં આતંક સૂચવે છે કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સાથે જ બુટલેગરોને તો જાણે પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેમ પોલીસ પર પણ હુમલો કર્યાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડીના કઠાડા ગામ નજીક બુટલેગરનો પીછો કરતા અકસ્માતમાં PSIનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડીના કઠાડા ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. અજાણ્યા વાહન અડફેટે કારનો અકસ્માતની ઘટનામાં SMCના PSI જે એમ પઠાણનું મોત થયું છે. વિરમગામ સરકારી હોસ્પિટલ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના PSI જાહીદખાન મુનસફખાન પઠાણનુ મોત નિપજ્યુ છે. કોઇ કાર સાથેનો બુટલેગરનો પીછો કરતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે.

સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનાં SMCના PSI જે.એમ. પઠાણ, બે કોન્સ્ટેબલ સહિતની ટીમ ગાડીમાં સવાર થઈ દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતા. દરમિયાન, પાટડી-દસાડાથી કઠાડા તરફ જતા રસ્તા પરથી પસાર થતી વખતે એક અજાણ્યા ટ્રકચાલકે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં SMC PSI પઠાણનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોથી ભીડ ભેગી થઈ હતી. ઇજાગ્રસ્ત બંને કોન્સ્ટેબલને લોકોએ કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.

રાજ્યમાં પોલીસ તંત્ર દારૂના વેચાણ બંધ કરવા અને દારૂબંધીની કડક અમલવારી મામલે એક્શન મોડ પર જોવા મળ્યું છે. આ દરમિયાન રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે બુટલેગરોએ પોલીસ પર હુમલો કરી પોલીસ વાનને સળગાવવાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસે પોતાના બચાવવામાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના પણ સામે આવે છે. તેવામાં સુરેન્દ્રનગરના કઠાડામાં બુટલેગરનો પીછો કરતા સ્ટેટ વિજિલન્સના PSI જાવીદ પઠાણનું અજાણ્યા વાહનની અડફેટે અકસ્માતમાં મોત થયું છે.