Dahod: ડોકી ગામે રિક્ષા રિપેર કરાવી આપવાની ના પાડતા ગળું દબાવી હત્યા

દાહોદ તાલુકાના ડોકી ગામે રીક્ષા રીપેરીંગ કરાવી નહીં આપતાં ઉશ્કેરાયલ એક શખ્સે એક વ્યક્તિનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.થોડા દિવસો પહેલા દેવગઢ બારીઆ તાલુકામાં નાણાંની લેવડ દેવડની સામાન્ય બાબતે એકને ધારદાર તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારવાના બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યા બીજો એક હત્યાનો ગુનો દાહોદના ડોકી ગામે બનતાં જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે.દાહોદના ડોકી ગામે ભોરવા ફ્ળિયામાં ગત તા.5 નવેમ્બરના રોજ ગામમાં રહેતાં સંદિપભાઈ સુભાષભાઈ નિનામાએ તેમના ગામમાં રહેતાં ધીરજભાઈ પાસે આવ્યો હતો અને ધીરજભાઈને કહેવા લાગેલ કે, મને રીક્ષા રીપેરીંગ કરાવી આપ, તેમ કહેતાં ધીરજભાઈએ કહેલ કે, હાલમાં મારી પાસે પૈસા નથી અને સગવડ થશે તો તને રીક્ષા રીપેરીંગ કરાવી આપીશ, તેમ કહેતાં સંદિપભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધીરજભાઈને ઝાપટ મારી ખાટલામાં પાડી દઈ ધીરજભાઈનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. ઘટનાને પગલે દોડી આવેલ પરિવારજનો તેમજ ગ્રામજનોમાં ગમગીની સાથે ચકચાર મચી જવા પામી હતી. ધીરજભાઈને મોતને ઘાટ ઉતારનાર સંદિપભાઈના પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. આ સંબંધે કિરણભાઈ સુભાષભાઈ નિનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dahod: ડોકી ગામે રિક્ષા રિપેર કરાવી આપવાની ના પાડતા ગળું દબાવી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ તાલુકાના ડોકી ગામે રીક્ષા રીપેરીંગ કરાવી નહીં આપતાં ઉશ્કેરાયલ એક શખ્સે એક વ્યક્તિનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.થોડા દિવસો પહેલા દેવગઢ બારીઆ તાલુકામાં નાણાંની લેવડ દેવડની સામાન્ય બાબતે એકને ધારદાર તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારવાના બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યા બીજો એક હત્યાનો ગુનો દાહોદના ડોકી ગામે બનતાં જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે.

દાહોદના ડોકી ગામે ભોરવા ફ્ળિયામાં ગત તા.5 નવેમ્બરના રોજ ગામમાં રહેતાં સંદિપભાઈ સુભાષભાઈ નિનામાએ તેમના ગામમાં રહેતાં ધીરજભાઈ પાસે આવ્યો હતો અને ધીરજભાઈને કહેવા લાગેલ કે, મને રીક્ષા રીપેરીંગ કરાવી આપ, તેમ કહેતાં ધીરજભાઈએ કહેલ કે, હાલમાં મારી પાસે પૈસા નથી અને સગવડ થશે તો તને રીક્ષા રીપેરીંગ કરાવી આપીશ, તેમ કહેતાં સંદિપભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધીરજભાઈને ઝાપટ મારી ખાટલામાં પાડી દઈ ધીરજભાઈનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. ઘટનાને પગલે દોડી આવેલ પરિવારજનો તેમજ ગ્રામજનોમાં ગમગીની સાથે ચકચાર મચી જવા પામી હતી. ધીરજભાઈને મોતને ઘાટ ઉતારનાર સંદિપભાઈના પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. આ સંબંધે કિરણભાઈ સુભાષભાઈ નિનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.