Suratમાં ચાઈનીઝ ગેંગ દ્વારા સાયબર ફ્રોડની ઘટના, વધુ 2 આરોપીઓની ધરપકડ
સુરતમાં સાયબર ફ્રોડની મોટી ઘટના સામે આવી છે. સુરતમાં આંતરરાષ્ટ્રીય ચાઈનીઝ ગેંગ દ્વારા રૂપિયા 112 કરોડનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું છે. જે ઘટનાને લઈને સુરત સાયબર પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે.આરોપી દુબઈમાં બેસીને સાયબર ફ્રોડ કરનારને બેન્ક એકાઉન્ટ ભાડે આપતા સાયબર પોલીસે કેતન મગનભાઈ વેકરીયા અને નાગજીભાઈ પરસોત્તમભાઈ બારૈયાની ધરપકડ સાયબર ફ્રોડ મામલે કરી છે. પકડાયેલા આ આરોપી દુબઈમાં બેસીને સાયબર ફ્રોડ કરનારને બેન્ક એકાઉન્ટ ભાડે આપતા હતા. પકડાયેલા બંને આરોપીઓમાં કેતન વેકરીયા ખૂબ જ વધુ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્યારે આરોપી કેતન વેકરીયા વિરૂદ્ધ અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડી અને સાયબર ક્રાઈમના 3 ગુનાઓમાં છેતરપિંડીનો આરોપી છે. બેન્ક એકાઉન્ટ હોલ્ડર અને દલાલોને લોભામણી લાલચો આપતા જો કે હાલ કેતન વેકરીયા દુબઈ ખાતે રહેતા મુખ્ય આરોપી મિલન દરજીના સીધા સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યુ છે. મિલન દરજીના કહેવા મુજબ આરોપી અલગ અલગ બેન્ક એકાઉન્ટ હોલ્ડરોને દલાલો મારફતે એકાઉન્ટ ભાડે મેળવતો અને ઉપયોગ કરતો હતો. આ માટે બેન્ક એકાઉન્ટ હોલ્ડરો અને દલાલોને લોભામણી લાલચો આપીને રૂપિયા 10,000થી 15000નું કમિશન પણ આપવામાં આવતું હતું અને ત્યારબાદ અલગ અલગ બેન્કની કિટો મેળવવામાં આવતી હતી. મુખ્ય આરોપી મિલન દરજી દુબઈમાં જે બેંક કીટ જલ્પેશ નડિયાદરા મારફતે સુરત ખાતે ઓફિસે રાખીને બેન્ક એકાઉન્ટ એક્ટિવ કરવાનું કામ કરતા આરોપી અજય ઈટાલીયાને પહોંચાડવામાં આવતી હતી અને અજય ઈટાલીયા મારફતે તમામ બેન્ક એકાઉન્ટ દુબઈ ખાતે મુખ્ય આરોપી મિલન દરજીને પહોંચાડવામાં આવતા હતા. આ પકડાયેલ આરોપી નાનજી બારૈયાએ J &k benak શાખામાં ખાતું ખોલાવી પકડાયેલા આરોપી કેતન વેકરીયાને 10,000 કમિશન લઈ ભાડે આપ્યું હતું. આ એકાઉન્ટનો સાયબર પ્લોટના ગુનામાં ઉપયોગ થયો હતો. ચાઈનીઝ બેન્ક સામે 900થી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસની તપાસમાં આવેલા તમામ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. સુરત સાયબર પોલીસે અલગ અલગ બેન્કના 34 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, બેન્કની 18 પાસબુક અને પાંચ ચેકબુક જપ્ત કરી છે. પોલીસની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. દુબઈ ચાઈનીઝ બેન્ક સામે દેશભરમાં 900થી પણ વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં સાયબર ફ્રોડની મોટી ઘટના સામે આવી છે. સુરતમાં આંતરરાષ્ટ્રીય ચાઈનીઝ ગેંગ દ્વારા રૂપિયા 112 કરોડનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું છે. જે ઘટનાને લઈને સુરત સાયબર પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે.
આરોપી દુબઈમાં બેસીને સાયબર ફ્રોડ કરનારને બેન્ક એકાઉન્ટ ભાડે આપતા
સાયબર પોલીસે કેતન મગનભાઈ વેકરીયા અને નાગજીભાઈ પરસોત્તમભાઈ બારૈયાની ધરપકડ સાયબર ફ્રોડ મામલે કરી છે. પકડાયેલા આ આરોપી દુબઈમાં બેસીને સાયબર ફ્રોડ કરનારને બેન્ક એકાઉન્ટ ભાડે આપતા હતા. પકડાયેલા બંને આરોપીઓમાં કેતન વેકરીયા ખૂબ જ વધુ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્યારે આરોપી કેતન વેકરીયા વિરૂદ્ધ અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડી અને સાયબર ક્રાઈમના 3 ગુનાઓમાં છેતરપિંડીનો આરોપી છે.
બેન્ક એકાઉન્ટ હોલ્ડર અને દલાલોને લોભામણી લાલચો આપતા
જો કે હાલ કેતન વેકરીયા દુબઈ ખાતે રહેતા મુખ્ય આરોપી મિલન દરજીના સીધા સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યુ છે. મિલન દરજીના કહેવા મુજબ આરોપી અલગ અલગ બેન્ક એકાઉન્ટ હોલ્ડરોને દલાલો મારફતે એકાઉન્ટ ભાડે મેળવતો અને ઉપયોગ કરતો હતો. આ માટે બેન્ક એકાઉન્ટ હોલ્ડરો અને દલાલોને લોભામણી લાલચો આપીને રૂપિયા 10,000થી 15000નું કમિશન પણ આપવામાં આવતું હતું અને ત્યારબાદ અલગ અલગ બેન્કની કિટો મેળવવામાં આવતી હતી.
મુખ્ય આરોપી મિલન દરજી દુબઈમાં
જે બેંક કીટ જલ્પેશ નડિયાદરા મારફતે સુરત ખાતે ઓફિસે રાખીને બેન્ક એકાઉન્ટ એક્ટિવ કરવાનું કામ કરતા આરોપી અજય ઈટાલીયાને પહોંચાડવામાં આવતી હતી અને અજય ઈટાલીયા મારફતે તમામ બેન્ક એકાઉન્ટ દુબઈ ખાતે મુખ્ય આરોપી મિલન દરજીને પહોંચાડવામાં આવતા હતા. આ પકડાયેલ આરોપી નાનજી બારૈયાએ J &k benak શાખામાં ખાતું ખોલાવી પકડાયેલા આરોપી કેતન વેકરીયાને 10,000 કમિશન લઈ ભાડે આપ્યું હતું. આ એકાઉન્ટનો સાયબર પ્લોટના ગુનામાં ઉપયોગ થયો હતો.
ચાઈનીઝ બેન્ક સામે 900થી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો
પોલીસની તપાસમાં આવેલા તમામ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. સુરત સાયબર પોલીસે અલગ અલગ બેન્કના 34 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, બેન્કની 18 પાસબુક અને પાંચ ચેકબુક જપ્ત કરી છે. પોલીસની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. દુબઈ ચાઈનીઝ બેન્ક સામે દેશભરમાં 900થી પણ વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે.