Anandમાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું

આણંદમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા આણંદ શહેરમાં છેલ્લા બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પર તેની માઠી અસર જોવા મળી છે,સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે,લોટીયા ભાગોળ,ઈસ્માઈલનગર વિસ્તાર પાણીમાં ડૂબ્યા છે.સાથે સાથે નયા વતન સોસાયટીમાં પણ ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાયા છે.જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરાયા વરસાદી પાણી આણંદ શહેરમાં ભારે વરસાદ પડતા સીટી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,ભાલેજ ઓવરબ્રિજ પાસેના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.અનેક જગ્યાએ પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે,આણંદમાં સવારે બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે.મોડી રાત્રીથી શરૂ થયો છે અવિરત વરસાદ.આણંદ શહેરમાં સતત 6 કલાકથી વરસી રહ્યો છે વરસાદ. નગરપાલિકા સામે સ્થાનિકોનો રોષ સ્થાનિકોનો આક્ષેપ છે કે,સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,ત્યારે આ બાબતે અગાઉ પણ નગરપાલિકાને જાણ કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ આવ્યું નથી,ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાથી બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે,તેમજ વરસાદી પાણી ઘરમાં ઘુસી ગયા છે.નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે. બે દિવસ પહેલા આણંદમાં ટ્રક ફસાઈ આણંદ પંથકમાં લાંબા સમયના વિરામ બાદ બે દિવસથી પુન: ચોમાસું જામ્યું છે. ત્યારે, બે દિવસ પહેલા વરસેલા સામાન્ય વરસાદમાં જ આણંદ-ભાલેજ રોડ પરના દલાપુરા ગામ નજીક સ્ટેટ હાઈવે ઉપર મસમોટો ખાડો પડી ગયો હતો. જેમાં પાણી ભરાઈ ગયું હોવાથી વાહનચાલકોને આ ખાડાનો અંદાજ આવતો ન હતો. જેથી અનેક વાહનો આ ખાડામાં પછડાઈને આગળ વધતાં હતાં.  

Anandમાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આણંદમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
  • 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર
  • નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

આણંદ શહેરમાં છેલ્લા બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પર તેની માઠી અસર જોવા મળી છે,સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે,લોટીયા ભાગોળ,ઈસ્માઈલનગર વિસ્તાર પાણીમાં ડૂબ્યા છે.સાથે સાથે નયા વતન સોસાયટીમાં પણ ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાયા છે.જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરાયા વરસાદી પાણી

આણંદ શહેરમાં ભારે વરસાદ પડતા સીટી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,ભાલેજ ઓવરબ્રિજ પાસેના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.અનેક જગ્યાએ પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે,આણંદમાં સવારે બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે.મોડી રાત્રીથી શરૂ થયો છે અવિરત વરસાદ.આણંદ શહેરમાં સતત 6 કલાકથી વરસી રહ્યો છે વરસાદ.


નગરપાલિકા સામે સ્થાનિકોનો રોષ

સ્થાનિકોનો આક્ષેપ છે કે,સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,ત્યારે આ બાબતે અગાઉ પણ નગરપાલિકાને જાણ કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ આવ્યું નથી,ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાથી બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે,તેમજ વરસાદી પાણી ઘરમાં ઘુસી ગયા છે.નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે.


બે દિવસ પહેલા આણંદમાં ટ્રક ફસાઈ

આણંદ પંથકમાં લાંબા સમયના વિરામ બાદ બે દિવસથી પુન: ચોમાસું જામ્યું છે. ત્યારે, બે દિવસ પહેલા વરસેલા સામાન્ય વરસાદમાં જ આણંદ-ભાલેજ રોડ પરના દલાપુરા ગામ નજીક સ્ટેટ હાઈવે ઉપર મસમોટો ખાડો પડી ગયો હતો. જેમાં પાણી ભરાઈ ગયું હોવાથી વાહનચાલકોને આ ખાડાનો અંદાજ આવતો ન હતો. જેથી અનેક વાહનો આ ખાડામાં પછડાઈને આગળ વધતાં હતાં.