શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા! ડ્રોપઆઉટ રેશિયોમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે

ગુજરાતના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયોના સામે આવેલા આંકડા પર કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પ્રવેશોત્સવના નામે કરોડો રૂપિયાના ખર્ચનો પરપોટો ફોડતો આ રિપોર્ટ છે. વધુમાં દોશીએ જણાવ્યું કે, ડ્રોપ આઉટ રેશિયોમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા નંબરે છે. ગુજરાતમાં સરકાર દ્વારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમનો તામજામ કરવામાં આવ્યો છે, આ સેન્ટરમાં બેસનારા અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ. ડ્રોપઆઉટ માટેના કારણો બાળ મજૂરી, સામાન્ય પરિવારોની આર્થિક સ્થિતિ અને તાલુકાઓમાં શાળાઓની તાળાબંધી જવાબદાર છે. કરોડો રૂપિયાના બજેટનો હકીકત લક્ષી ઉપયોગ કરે તો જ ગુજરાત આ સ્થિતિમાંથી બહાર આવી શકે, અમદાવાદમાં 1 લાખથી વધુ બાળકો અનટ્રેસ-ડ્રોપ આઉટ શિક્ષણ વિભાગ દ્વારા જ જારી કરાયેલી વિગતો મુજબ, રાજ્યમાં ધોરણ-1થી 5માં 1.17 ટકા ડ્રોપ આઉટ રેટ,ધોરણ-6થી 8માં 2.98 ટકા અને ધોરણ-11-12માં 6.19 ટકા ડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો છે. ધોરણ-9-10માં સૌથી વધુ બોટાદ જિલ્લામાં 35.45 ટકા ઓછો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં 8.53 ટકાડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો છે. 7 જિલ્લામાં ડ્રોપ આઉટ રેટ 30 ટકાથી પણ વધુ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે, ગુજરાતમાં ધોરણ-6થી 8 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કળાએ ડ્રોપ આઉટ રેટ વધારે છે. આ બાળકોના સરવે માટે તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને ઉદેશી એક પરિપત્ર જારી કરાયો છે. જેમાં જણાવ્યું છે કે, રાજ્યમાં ડ્રોપ-આઉટ બાળકો જુદા જુદા કારણોથી અધવચ્ચેથી શાળા છોડી દીધેલા, રખડતા, ભટકતા, ભીખ માગતા બાળકોની શિક્ષણ માટેની કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂંક કરવાની થાય છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ-8ના તમામ બાળકો ધોરણ-9માં પ્રવેશ લે તેવું આયોજન કરવા છતાં આવા બાળકો અનટ્રેક છે. આ સરવેની કામગીરી આગામી 31 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. આ વિગતમાં શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા અને મહાનગરોના ડ્રોપ આઉટ થયેલા બાળકોની વિગતો જારી કરવામાં આવી છે. ડ્રોપઆઉટમાં વિદ્યાર્થીનીઓ કરતાં વિદ્યાર્થીનું પ્રમાણ વધુ શિક્ષણ વિભાગે સ્થિતિએ જારી કરેલ વર્ષ-2022ની ડ્રોપ આઉટ રેટમાં આશ્ચર્યજનક બાબત એ છે કે, ધોરણ-8 પછી અધવચ્ચે ભણવાનું છોડી દેનારા વિદ્યાથીઓની ટકાવારીમાં વિદ્યાર્થીનીઓની સરખામણીએ વિદ્યાર્થીનો રેટ ઊંચો જોવા મળ્યો છે. ધોરણ-9-10માં કુલ ડ્રોપ આઉટ રેટ 23.28 ટકા છે. જેમાં વિદ્યાર્થીનો 24.98 અને વિદ્યાર્થીનીઓનો 21.24 ટકા જોવા મળ્યો છે. આવી જ રીતે ધોરણ-11-12માં વિદ્યાર્થીનો ડ્રોપ આઉટ રેટ 7.09 ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનો 5.13 ટકા નોંધાયો છે. અમદાવાદમાં 1 લાખથી વધુ બાળકો ડ્રોપઆઉટ-અનટ્રેસ અમદાવાદ જિલ્લામાં જ 1 લાખથી વધુ બાળકો અનટ્રેસ અને ડ્રોપઆઉટ છે. અમદાવાદ જિલ્લાના ડ્રોપ આઉટ રેશિયા પર નજર કરવામાં આવે તો ધોરણ-1થી પમાં 1.06 ટકા, ધોરણ-6થી 8માં 1.34 ટકા, ધોરણ-9-10માં 22.44 ટકા અને ધોરણ-11-12માં 2.25 ટકા નોંધાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ વિસ્તારના આંકડાઓ પર નજર કરવામાં આવે તો ધોરણ-1થી 5માં 0.75 ટકા, ધોરણ-6થી 8માં 3.04 ટકા, ધોરણ-9-10માં 18.68 ટકા અને ધોરણ-11-12માં 2.73 ટકા નોંધાયો છે. 7.58 લાખથી વધુ બાળકો અનટ્રેસ-ડ્રોપ આઉટ  ગુજરાતમાં 6થી 19 વર્ષની વય ધરાવતાં હોય તેવા અનટ્રેસ અને ડ્રોપ આઉટ બાળકોની સંખ્યા 7.58 લાખ હોવાનું સામે આવ્યું છે. ડ્રોપ આઉટ બાળકોમાં 6થી 14 વર્ષમાં 2,35,127 અને 15થી 19 વર્ષની વય ધરાવતાં 3,82,667 બાળકો ડ્રોપ આઉટ છે. એ સિવાય અનટ્રેસ હોય તેવા 6થી 14 વર્ષનાં 51,764 બાળકો અને 15 વર્ષ સુધીના 88,972 બાળકો છે. આ તમામ બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સર્વે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા! ડ્રોપઆઉટ રેશિયોમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયોના સામે આવેલા આંકડા પર કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પ્રવેશોત્સવના નામે કરોડો રૂપિયાના ખર્ચનો પરપોટો ફોડતો આ રિપોર્ટ છે.

વધુમાં દોશીએ જણાવ્યું કે, ડ્રોપ આઉટ રેશિયોમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા નંબરે છે. ગુજરાતમાં સરકાર દ્વારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમનો તામજામ કરવામાં આવ્યો છે, આ સેન્ટરમાં બેસનારા અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ. ડ્રોપઆઉટ માટેના કારણો બાળ મજૂરી, સામાન્ય પરિવારોની આર્થિક સ્થિતિ અને તાલુકાઓમાં શાળાઓની તાળાબંધી જવાબદાર છે. કરોડો રૂપિયાના બજેટનો હકીકત લક્ષી ઉપયોગ કરે તો જ ગુજરાત આ સ્થિતિમાંથી બહાર આવી શકે,

અમદાવાદમાં 1 લાખથી વધુ બાળકો અનટ્રેસ-ડ્રોપ આઉટ

શિક્ષણ વિભાગ દ્વારા જ જારી કરાયેલી વિગતો મુજબ, રાજ્યમાં ધોરણ-1થી 5માં 1.17 ટકા ડ્રોપ આઉટ રેટ,ધોરણ-6થી 8માં 2.98 ટકા અને ધોરણ-11-12માં 6.19 ટકા ડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો છે. ધોરણ-9-10માં સૌથી વધુ બોટાદ જિલ્લામાં 35.45 ટકા ઓછો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં 8.53 ટકાડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો છે.

7 જિલ્લામાં ડ્રોપ આઉટ રેટ 30 ટકાથી પણ વધુ

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે, ગુજરાતમાં ધોરણ-6થી 8 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કળાએ ડ્રોપ આઉટ રેટ વધારે છે. આ બાળકોના સરવે માટે તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને ઉદેશી એક પરિપત્ર જારી કરાયો છે. જેમાં જણાવ્યું છે કે, રાજ્યમાં ડ્રોપ-આઉટ બાળકો જુદા જુદા કારણોથી અધવચ્ચેથી શાળા છોડી દીધેલા, રખડતા, ભટકતા, ભીખ માગતા બાળકોની શિક્ષણ માટેની કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂંક કરવાની થાય છે.

શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ-8ના તમામ બાળકો ધોરણ-9માં પ્રવેશ લે તેવું આયોજન કરવા છતાં આવા બાળકો અનટ્રેક છે. આ સરવેની કામગીરી આગામી 31 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. આ વિગતમાં શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા અને મહાનગરોના ડ્રોપ આઉટ થયેલા બાળકોની વિગતો જારી કરવામાં આવી છે.

ડ્રોપઆઉટમાં વિદ્યાર્થીનીઓ કરતાં વિદ્યાર્થીનું પ્રમાણ વધુ

શિક્ષણ વિભાગે સ્થિતિએ જારી કરેલ વર્ષ-2022ની ડ્રોપ આઉટ રેટમાં આશ્ચર્યજનક બાબત એ છે કે, ધોરણ-8 પછી અધવચ્ચે ભણવાનું છોડી દેનારા વિદ્યાથીઓની ટકાવારીમાં વિદ્યાર્થીનીઓની સરખામણીએ વિદ્યાર્થીનો રેટ ઊંચો જોવા મળ્યો છે. ધોરણ-9-10માં કુલ ડ્રોપ આઉટ રેટ 23.28 ટકા છે. જેમાં વિદ્યાર્થીનો 24.98 અને વિદ્યાર્થીનીઓનો 21.24 ટકા જોવા મળ્યો છે. આવી જ રીતે ધોરણ-11-12માં વિદ્યાર્થીનો ડ્રોપ આઉટ રેટ 7.09 ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનો 5.13 ટકા નોંધાયો છે.

અમદાવાદમાં 1 લાખથી વધુ બાળકો ડ્રોપઆઉટ-અનટ્રેસ

અમદાવાદ જિલ્લામાં જ 1 લાખથી વધુ બાળકો અનટ્રેસ અને ડ્રોપઆઉટ છે. અમદાવાદ જિલ્લાના ડ્રોપ આઉટ રેશિયા પર નજર કરવામાં આવે તો ધોરણ-1થી પમાં 1.06 ટકા, ધોરણ-6થી 8માં 1.34 ટકા, ધોરણ-9-10માં 22.44 ટકા અને ધોરણ-11-12માં 2.25 ટકા નોંધાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ વિસ્તારના આંકડાઓ પર નજર કરવામાં આવે તો ધોરણ-1થી 5માં 0.75 ટકા, ધોરણ-6થી 8માં 3.04 ટકા, ધોરણ-9-10માં 18.68 ટકા અને ધોરણ-11-12માં 2.73 ટકા નોંધાયો છે.

7.58 લાખથી વધુ બાળકો અનટ્રેસ-ડ્રોપ આઉટ

 ગુજરાતમાં 6થી 19 વર્ષની વય ધરાવતાં હોય તેવા અનટ્રેસ અને ડ્રોપ આઉટ બાળકોની સંખ્યા 7.58 લાખ હોવાનું સામે આવ્યું છે. ડ્રોપ આઉટ બાળકોમાં 6થી 14 વર્ષમાં 2,35,127 અને 15થી 19 વર્ષની વય ધરાવતાં 3,82,667 બાળકો ડ્રોપ આઉટ છે. એ સિવાય અનટ્રેસ હોય તેવા 6થી 14 વર્ષનાં 51,764 બાળકો અને 15 વર્ષ સુધીના 88,972 બાળકો છે. આ તમામ બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સર્વે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.