Gujarat Rain: રાજ્યમાં ભારે મેઘની આગાહી, જાણે કયા અતિભારે વરસાદ પડશે

આજથી ગુજરાતમાં વધુ એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં આજે સુરત, દાદર નગર હવેલી, નવસારી , વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તથા આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે 25 અને 26 તારીખે ડાંગ, નવસારી , વલસાડ અને દમણ, દાદર નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. 27 તારીખે ભારે વરસાદની આગાહી 27 તારીખે ભારે વરસાદની આગાહી જેમાં અમદાવાદ, આનંદ, નર્મદા, ભરૂચ , સુરત અને ડાંગ , નવસારી, વલસાડમાં વરસાદ થશે. તેમજ જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદ સાથે 28 તારીખે પણ ભારે વરસાદની આગાહી છે જેમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા , આનંદ અને મહીસાગર, અમદાવાદમાં વરસાદ આવશે. આજથી રાજ્યમાં ફરી એકવાર એક વીક સુધી મધ્યથી લઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બારડોલીના સ્ટેશન વિસ્તાર, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામ અને આફવા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ફરી એક વખત ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં પણ ટૂંકા વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં પણ ટૂંકા વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી થઈ છે. એક બાજુ સૂરજદાદા દેખાઈ રહ્યા છે અને બીજી બાજુ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે લોકો ગરમી અને બફારાથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા તેની વચ્ચે વરસાદ વરસતા લોકોને આંશિક રાહત મળી છે. બીજી તરફ ડાંગ જિલ્લામાં આહવા ખાતે પણ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને હવામાન વિભાગની માહિતી મુજબ વરસાદનું આગમન પણ થયું છે. ડાંગ જિલ્લામાં આહવા અને સાપુતારા પંથકમાં બફારા બાદ વરસાદનું આગમન થયું છે અને વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવાની આગાહી હવામાન વિભાગે વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. બુધવારથી બે દિવસ ભારે વરસાદની આગાહી છે અને રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસશે તો અમદાવાદમાં બે દિવસથી ગરમીનો પારો પણ વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાન 35.7 ડિગ્રી નોંધાયું હતું તો કંડલા અને રાજકોટમાં તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું.

Gujarat Rain: રાજ્યમાં ભારે મેઘની આગાહી, જાણે કયા અતિભારે વરસાદ પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજથી ગુજરાતમાં વધુ એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં આજે સુરત, દાદર નગર હવેલી, નવસારી , વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તથા આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે 25 અને 26 તારીખે ડાંગ, નવસારી , વલસાડ અને દમણ, દાદર નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.

27 તારીખે ભારે વરસાદની આગાહી

27 તારીખે ભારે વરસાદની આગાહી જેમાં અમદાવાદ, આનંદ, નર્મદા, ભરૂચ , સુરત અને ડાંગ , નવસારી, વલસાડમાં વરસાદ થશે. તેમજ જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદ સાથે 28 તારીખે પણ ભારે વરસાદની આગાહી છે જેમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા , આનંદ અને મહીસાગર, અમદાવાદમાં વરસાદ આવશે. આજથી રાજ્યમાં ફરી એકવાર એક વીક સુધી મધ્યથી લઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બારડોલીના સ્ટેશન વિસ્તાર, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામ અને આફવા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ફરી એક વખત ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત શહેરમાં પણ ટૂંકા વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં પણ ટૂંકા વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી થઈ છે. એક બાજુ સૂરજદાદા દેખાઈ રહ્યા છે અને બીજી બાજુ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે લોકો ગરમી અને બફારાથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા તેની વચ્ચે વરસાદ વરસતા લોકોને આંશિક રાહત મળી છે. બીજી તરફ ડાંગ જિલ્લામાં આહવા ખાતે પણ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને હવામાન વિભાગની માહિતી મુજબ વરસાદનું આગમન પણ થયું છે. ડાંગ જિલ્લામાં આહવા અને સાપુતારા પંથકમાં બફારા બાદ વરસાદનું આગમન થયું છે અને વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવાની આગાહી

હવામાન વિભાગે વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. બુધવારથી બે દિવસ ભારે વરસાદની આગાહી છે અને રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસશે તો અમદાવાદમાં બે દિવસથી ગરમીનો પારો પણ વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાન 35.7 ડિગ્રી નોંધાયું હતું તો કંડલા અને રાજકોટમાં તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું.