Vadodara આરોગ્ય વિભાગે લીધેલા ખાદ્ય પદાર્થોના 18 નમૂના ફેલ, કરાશે દંડનીય કાર્યવાહી

વડોદરા આરોગ્ય વિભાગે નવરાત્રિના સમય દરમિયાન અલગ-અલગ જગ્યાએથી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા જેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા જેમાં ચૌંકાવનારી વાત સામે આવી છે કે એક બે નહી પરંતુ 18 ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ આવ્યા છે.જેને લઈ હવે થોડાક સમયમાં વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડશે તો સીલ સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે. મીઠાઈના પણ લીધા હતા નમૂના વડોદરામાં ફૂડ વિભાગે લીધેલા 18 નમૂનાની વાત કરવામાં આવે તો તેમાં મીઠાઈ, ફરસાણ,તેલ ,મેંદો સહિતના નમૂના લેવામાં આવ્યા હતા,ગણેશ ઉત્સવ અને નવરાત્રિ દરમિયાન આ નમૂના લીધા હતા અને તેના રીપોર્ટ હવે આવ્યા છે.એક નમૂનો અનસેફ જયારે 17 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.ખેતેશ્વર સ્વીટ્સના માવાનો નમૂનો ફેલ,બુમિયા, બંસીધર ડેરીના ઘી સહિતના નમૂના ફેલ થયા છે.આરોગ્ય વિભાગ દ્રારા અગામી સમયમાં પણ ખાદ્ય પદાર્થોને લઈ ચકાસણી કરવામાં આવશે. હવે દિવાળી પણ આવે છે આરોગ્ય વિભાગ દ્રારા લોકોના સ્વાસ્થયને લઈ ધ્યાન રાખવામાં આવે છે તેને લઈ અગામી સમયમાં દિવાળી પણ આવી રહી છે એટલે વેપારીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી ના કરે તેને લઈ કામગીરી કરવામાં આવશે,ખાદ્ય પદાર્થોને લઈ અલગ-અલગ વિસ્તારમાં ટૂંક સમયમાં ચેકિંગ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.ત્યારે વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.હવે જોવાનું એ રહ્યું કે વેપારીઓના ત્યાં આરોગ્ય વિભાગ કેટલા સમયમાં ચેકિંગ કરે છે અને શું કાર્યવાહી કરે છે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ કાર્યવાહી થશે ખોરાક શાખાનાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલ ઉત્પાદક પેઢીઓ, રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ડેરીમાંથી ઘી, જુદી જુદી બ્રાન્ડ અના તેલ, કોકો પાવડર, મેદા, બુંદી, પાલક સેવ, જ્યુસ વિગેરેનાં 18 નમુના ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયેલ છે. જે પૈકી એક નમુનો અનસેફ અને 17 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલ છે. જેના વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Vadodara આરોગ્ય વિભાગે લીધેલા ખાદ્ય પદાર્થોના 18 નમૂના ફેલ, કરાશે દંડનીય કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા આરોગ્ય વિભાગે નવરાત્રિના સમય દરમિયાન અલગ-અલગ જગ્યાએથી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા જેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા જેમાં ચૌંકાવનારી વાત સામે આવી છે કે એક બે નહી પરંતુ 18 ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ આવ્યા છે.જેને લઈ હવે થોડાક સમયમાં વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડશે તો સીલ સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે.

મીઠાઈના પણ લીધા હતા નમૂના

વડોદરામાં ફૂડ વિભાગે લીધેલા 18 નમૂનાની વાત કરવામાં આવે તો તેમાં મીઠાઈ, ફરસાણ,તેલ ,મેંદો સહિતના નમૂના લેવામાં આવ્યા હતા,ગણેશ ઉત્સવ અને નવરાત્રિ દરમિયાન આ નમૂના લીધા હતા અને તેના રીપોર્ટ હવે આવ્યા છે.એક નમૂનો અનસેફ જયારે 17 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.ખેતેશ્વર સ્વીટ્સના માવાનો નમૂનો ફેલ,બુમિયા, બંસીધર ડેરીના ઘી સહિતના નમૂના ફેલ થયા છે.આરોગ્ય વિભાગ દ્રારા અગામી સમયમાં પણ ખાદ્ય પદાર્થોને લઈ ચકાસણી કરવામાં આવશે.

હવે દિવાળી પણ આવે છે

આરોગ્ય વિભાગ દ્રારા લોકોના સ્વાસ્થયને લઈ ધ્યાન રાખવામાં આવે છે તેને લઈ અગામી સમયમાં દિવાળી પણ આવી રહી છે એટલે વેપારીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી ના કરે તેને લઈ કામગીરી કરવામાં આવશે,ખાદ્ય પદાર્થોને લઈ અલગ-અલગ વિસ્તારમાં ટૂંક સમયમાં ચેકિંગ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.ત્યારે વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.હવે જોવાનું એ રહ્યું કે વેપારીઓના ત્યાં આરોગ્ય વિભાગ કેટલા સમયમાં ચેકિંગ કરે છે અને શું કાર્યવાહી કરે છે.

ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ કાર્યવાહી થશે

ખોરાક શાખાનાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલ ઉત્પાદક પેઢીઓ, રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ડેરીમાંથી ઘી, જુદી જુદી બ્રાન્ડ અના તેલ, કોકો પાવડર, મેદા, બુંદી, પાલક સેવ, જ્યુસ વિગેરેનાં 18 નમુના ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયેલ છે. જે પૈકી એક નમુનો અનસેફ અને 17 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલ છે. જેના વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.