Mahakumbh માટે ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળમંત્રીએ વોટર એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતેથી 'મહાકુંભ-૨૦૨૫ 'માટે 'નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ'ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.પ્રયાગરાજ ખાતે આગામી સમયમાં યોજાનાર મહાકુંભ-૨૦૨૫માં આવતા શ્રદ્ધાળુઓ માટે સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા પ્રયોજિત વોટર એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થશે. મહાનુભાવો રહ્યાં હાજર આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, પૂર્વ મેયર, કલેક્ટર મેહુલ દવે, સંગઠનના સભ્યો રત્નાકરજી, રૂચિર ભટ્ટ, કેતન પટેલ, શ્રી યજ્ઞેશ દવે તેમજ સુધાંશુ મહેતા ફાઉન્ડેશનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. નાગા બાવાઓનું અનોખું મહત્વ મહાકુંભ મેળાની શરૂઆત આ વર્ષે પ્રયાગરાજમાં થવાની છે. અહીં સૌથી પહેલા 13 જાન્યુઆરીના દિવસે નાગા સાધુઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવશે. મોટી સંખ્યામાં નાગા સાધુ કુંભ મેળામાં આવે છે. પરંતુ બાકીના સમયમાં તે એકાંતવાસ કરે છે, હિમાલયના દુર્ગમ શિખરો પર તે દુનિયાથી અલગ રહી ગુપ્ત રીતે યોગ-ધ્યાન અને સાધના કરે છે.

Mahakumbh માટે ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળમંત્રીએ વોટર એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કર્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતેથી 'મહાકુંભ-૨૦૨૫ 'માટે 'નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ'ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.પ્રયાગરાજ ખાતે આગામી સમયમાં યોજાનાર મહાકુંભ-૨૦૨૫માં આવતા શ્રદ્ધાળુઓ માટે સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા પ્રયોજિત વોટર એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થશે.

મહાનુભાવો રહ્યાં હાજર

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, પૂર્વ મેયર, કલેક્ટર મેહુલ દવે, સંગઠનના સભ્યો રત્નાકરજી, રૂચિર ભટ્ટ, કેતન પટેલ, શ્રી યજ્ઞેશ દવે તેમજ સુધાંશુ મહેતા ફાઉન્ડેશનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

નાગા બાવાઓનું અનોખું મહત્વ

મહાકુંભ મેળાની શરૂઆત આ વર્ષે પ્રયાગરાજમાં થવાની છે. અહીં સૌથી પહેલા 13 જાન્યુઆરીના દિવસે નાગા સાધુઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવશે. મોટી સંખ્યામાં નાગા સાધુ કુંભ મેળામાં આવે છે. પરંતુ બાકીના સમયમાં તે એકાંતવાસ કરે છે, હિમાલયના દુર્ગમ શિખરો પર તે દુનિયાથી અલગ રહી ગુપ્ત રીતે યોગ-ધ્યાન અને સાધના કરે છે.