ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર આવશે ગુજરાત, અનેક રાજકીય બેઠકો યોજાવાની સંભાવના
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. આગામી 23 જાન્યુઆરીએ અમિત શાહ એક દિવસનો ગુજરાત પ્રવાસ કરશે. ભાજપ સંગઠનની અટવાયેલી નિયુક્તિ પ્રક્રિયા વચ્ચે ગૃહ મંત્રીનો પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ સાથે જ અમદાવાદમાં યોજાનારા અનેક કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે.અનેક રાજકીય બેઠકો યોજાવવાની પણ સંભાવના હિન્દૂ આધ્યામિક અને સેવા મેળામાં પણ ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. ત્યારે ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક રાજકીય બેઠકો યોજાવવાની પણ સંભાવના છે અને હાલમાં રાજકીય વર્તુળોમાં પણ આ વાતની ચર્ચાએ જોર પકડ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં ઉજવ્યો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 14,15 અને 16 જાન્યુઆરી એમ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહે મકરસંક્રાંતિનો તહેવાર ગુજરાતમાં ઉજવ્યો હતો. ગાંધીનગર સંસદીય વિસ્તારમાં 2-3 જગ્યાએ અમિત શાહે પતંગોત્સવમાં હાજરી આપી હતી. ઉત્તરાયણના દિવસે અમિત શાહ મેમનગરમાં શાંતિનિકેશન એપોર્ટમેન્ટમાં કાર્યકરના ધાબા ઉપર પતંગોત્સવ ઉજવણી કરી હતી. ત્યારબાદ પરિવાર સાથે જમાલપુરમાં જગન્નાથ મંદિરે પરિવાર સાથે દર્શન કર્યા હતા. બપોરે 12 કલાકે દર્શન બાદ 3-45 કલાકે ન્યુ રાણીપના આર્યવીલા એપાર્ટમેન્ટના રહીશો સાથે અને સાંજે 4-15 કલાકે સાબરમતી વોર્ડ ખાતે આવેલા અર્હમ ફ્લેટના રહીશો સાથે પતંગોત્સવની ઉજવણી કરી હતી. સંસદીય વિસ્તારમાં અનેક પ્રોજેક્ટના કર્યા ખાતમુર્હૂત અને લોકાપર્ણ ત્યારે ઉત્તરાયણના બીજા દિવસે તેઓ ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં માણસા, કલોલ અને બોપલમાં દિવસભર 6 કાર્યક્રમોમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે લોકાપર્ણ અને ખાતમુર્હૂત કર્યા હતા તો 16મી જાન્યુઆરીને ગુરૂવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ મહેસાણા વડનગરમાં ગણપત યુનિવર્સિટીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને સાંજે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી પરત ફર્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. આગામી 23 જાન્યુઆરીએ અમિત શાહ એક દિવસનો ગુજરાત પ્રવાસ કરશે. ભાજપ સંગઠનની અટવાયેલી નિયુક્તિ પ્રક્રિયા વચ્ચે ગૃહ મંત્રીનો પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ સાથે જ અમદાવાદમાં યોજાનારા અનેક કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે.
અનેક રાજકીય બેઠકો યોજાવવાની પણ સંભાવના
હિન્દૂ આધ્યામિક અને સેવા મેળામાં પણ ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. ત્યારે ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક રાજકીય બેઠકો યોજાવવાની પણ સંભાવના છે અને હાલમાં રાજકીય વર્તુળોમાં પણ આ વાતની ચર્ચાએ જોર પકડ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં ઉજવ્યો
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 14,15 અને 16 જાન્યુઆરી એમ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહે મકરસંક્રાંતિનો તહેવાર ગુજરાતમાં ઉજવ્યો હતો. ગાંધીનગર સંસદીય વિસ્તારમાં 2-3 જગ્યાએ અમિત શાહે પતંગોત્સવમાં હાજરી આપી હતી. ઉત્તરાયણના દિવસે અમિત શાહ મેમનગરમાં શાંતિનિકેશન એપોર્ટમેન્ટમાં કાર્યકરના ધાબા ઉપર પતંગોત્સવ ઉજવણી કરી હતી. ત્યારબાદ પરિવાર સાથે જમાલપુરમાં જગન્નાથ મંદિરે પરિવાર સાથે દર્શન કર્યા હતા. બપોરે 12 કલાકે દર્શન બાદ 3-45 કલાકે ન્યુ રાણીપના આર્યવીલા એપાર્ટમેન્ટના રહીશો સાથે અને સાંજે 4-15 કલાકે સાબરમતી વોર્ડ ખાતે આવેલા અર્હમ ફ્લેટના રહીશો સાથે પતંગોત્સવની ઉજવણી કરી હતી.
સંસદીય વિસ્તારમાં અનેક પ્રોજેક્ટના કર્યા ખાતમુર્હૂત અને લોકાપર્ણ
ત્યારે ઉત્તરાયણના બીજા દિવસે તેઓ ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં માણસા, કલોલ અને બોપલમાં દિવસભર 6 કાર્યક્રમોમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે લોકાપર્ણ અને ખાતમુર્હૂત કર્યા હતા તો 16મી જાન્યુઆરીને ગુરૂવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ મહેસાણા વડનગરમાં ગણપત યુનિવર્સિટીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને સાંજે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી પરત ફર્યા હતા.