Chhota Udepur: કવાંટ રોડ પરનો ઓરસંગ નદીનો બ્રિજ જર્જરિત

છોટા ઉદેપુર જિલ્લામાં કવાંટ રોડ પર ઓરસંગ નદીના પુલના પિલ્લર જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે હવે તો તેના પિલર પણ જમીનથી છૂટા પડતાં નજરે પાડી રહ્યો છે, જેને લઈને પુલ તૂટી પડે તેવી દહેશત સેવાઈ રહી છે.વધુ એક પુલના પિલ્લર જર્જરિત બન્યા છોટા ઉદેપુર જિલ્લાના હાઈવેના મોટાભાગના પુલ ખૂબ જ જૂના છે, જેમાંના કેટલાક પુલ લગભગ 50 વર્ષ કરતા પણ જુના છે, જેની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે. ગત ચોમાસામાં શિહોદ ભારજ નદી પરનો પુલ તુટી જતાં જિલ્લો બે ભાગમાં વહેંચાઈ ગયો છે અને જિલ્લાની જનતાને દરરોજ લાંબો ફેરવો ફરવાનો વારો આવી રહ્યો છે, જેને લઈને જિલ્લાની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે હવે વધુ એક પુલના પિલ્લર જર્જરિત બન્યા છે અને તેના પિલ્લર પણ જમીનથી છૂટા પડી રહ્યા હોવાનું દેખાય રહ્યું છે. બ્રિજ જર્જરિત થતા પોપડા ખરવા લાગ્યા છોટા ઉદેપુરથી કવાંટને જોડતો જિલ્લા પંચાયત કચેરીની બાજુમાં આવેલ ઓરસંગ નદી પરનો પુલ અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ પુલના પોપળા પણ ખરી રહ્યા છે. ત્યારે આ પુલનો જિલ્લા પંચાયત કચેરી તરફનો 9 નંબરનો પિલ્લર જમીનથી છૂટો પડી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. આ પિલ્લરની નીચે મોટો પથ્થર જમીનમાંથી બહાર આવ્યો હોવાથી પિલ્લર જમીનથી છૂટો પડતો હોય તેવું લાગી રહ્યું છે. આ પુલ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, જો આ પુલ તુટી જાય તો જિલ્લાની જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ભારજ નદીનો પુલ તુટી જતાં લોકો હાડમારી ભોગવી રહ્યા છે. એન એબીજી બાજુ છોટા ઉદેપુર કવાંટ રોડ પરનો પુલનો પિલ્લર જમીનથી છૂટો પડી જાય તેવું જણાતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. જિલ્લાની જનતામાં ભારે રોષ છોટા ઉદેપુર કવાંટ રોડ પરનો ઓરસંગ નદીનો પુલ તુટી જાય ત્યારે લોકોને લગભગ 25 કરતા પણ વધારે કિલોમીટર નો ફેરવી ફરીને છોટા ઉદેપુર જવાની ફરજ પડશે, જેને લઈને જિલ્લાની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો છોટા ઉદેપુર કવાંટ પુલ જર્જરિત થતા અને તેનો એક પિલર જમીનથી છૂટો પડી રહ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે જેને લઇને જિલ્લાની જનતામાં ભારે રોષ જીવ મળી રહ્યો છે, ત્યારે વહીવટીતંત્ર આ પુલ અંગે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

Chhota Udepur: કવાંટ રોડ પરનો ઓરસંગ નદીનો બ્રિજ જર્જરિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટા ઉદેપુર જિલ્લામાં કવાંટ રોડ પર ઓરસંગ નદીના પુલના પિલ્લર જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે હવે તો તેના પિલર પણ જમીનથી છૂટા પડતાં નજરે પાડી રહ્યો છે, જેને લઈને પુલ તૂટી પડે તેવી દહેશત સેવાઈ રહી છે.

વધુ એક પુલના પિલ્લર જર્જરિત બન્યા

છોટા ઉદેપુર જિલ્લાના હાઈવેના મોટાભાગના પુલ ખૂબ જ જૂના છે, જેમાંના કેટલાક પુલ લગભગ 50 વર્ષ કરતા પણ જુના છે, જેની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે. ગત ચોમાસામાં શિહોદ ભારજ નદી પરનો પુલ તુટી જતાં જિલ્લો બે ભાગમાં વહેંચાઈ ગયો છે અને જિલ્લાની જનતાને દરરોજ લાંબો ફેરવો ફરવાનો વારો આવી રહ્યો છે, જેને લઈને જિલ્લાની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે હવે વધુ એક પુલના પિલ્લર જર્જરિત બન્યા છે અને તેના પિલ્લર પણ જમીનથી છૂટા પડી રહ્યા હોવાનું દેખાય રહ્યું છે.

બ્રિજ જર્જરિત થતા પોપડા ખરવા લાગ્યા

છોટા ઉદેપુરથી કવાંટને જોડતો જિલ્લા પંચાયત કચેરીની બાજુમાં આવેલ ઓરસંગ નદી પરનો પુલ અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ પુલના પોપળા પણ ખરી રહ્યા છે. ત્યારે આ પુલનો જિલ્લા પંચાયત કચેરી તરફનો 9 નંબરનો પિલ્લર જમીનથી છૂટો પડી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. આ પિલ્લરની નીચે મોટો પથ્થર જમીનમાંથી બહાર આવ્યો હોવાથી પિલ્લર જમીનથી છૂટો પડતો હોય તેવું લાગી રહ્યું છે. આ પુલ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, જો આ પુલ તુટી જાય તો જિલ્લાની જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ભારજ નદીનો પુલ તુટી જતાં લોકો હાડમારી ભોગવી રહ્યા છે. એન એબીજી બાજુ છોટા ઉદેપુર કવાંટ રોડ પરનો પુલનો પિલ્લર જમીનથી છૂટો પડી જાય તેવું જણાતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

જિલ્લાની જનતામાં ભારે રોષ

છોટા ઉદેપુર કવાંટ રોડ પરનો ઓરસંગ નદીનો પુલ તુટી જાય ત્યારે લોકોને લગભગ 25 કરતા પણ વધારે કિલોમીટર નો ફેરવી ફરીને છોટા ઉદેપુર જવાની ફરજ પડશે, જેને લઈને જિલ્લાની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો છોટા ઉદેપુર કવાંટ પુલ જર્જરિત થતા અને તેનો એક પિલર જમીનથી છૂટો પડી રહ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે જેને લઇને જિલ્લાની જનતામાં ભારે રોષ જીવ મળી રહ્યો છે, ત્યારે વહીવટીતંત્ર આ પુલ અંગે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.