Chhotaudepur: પાવી જેતપુરના સુખી ડેમની જળસપાટી વધતાં 20 ગામોને એલર્ટ કરાયા
ડુંગરવાંટ, કિકાવાડા, ઘૂટિયા, ઘૂંટણવડ ગામોને એલર્ટ કરાયા ગંભીરપુરા, નાની બેજ, મોટી બેજ, સજોડમાં પણ એલર્ટ ખાંડિયા, અમાદર હૂડ, વદેસિયા, ઠલકીમાં એલર્ટ કરાયા છોટા ઉદેપુરનાં પાવી જેતપુર તાલુકાના સુખી ડેમમાં પાણી જળસ્તર 70 % થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા ડુંગરવાંટ, કિકાવાડા, ઘૂટિયા, ઘૂંટણવડ, ગંભીરપુરા, નાની બેજ, મોટીબેજ, સજોડ, ખાંડીયા અમાદર, હૂડ,વદેસિયા, ઠલકી, લોઢણ, વાઘવા, પાલિયા, કોલિયારી, નાની રાસલી,મોટી રાસલી, શીહોદ, શીથોલ ગામનાલોકોને જરૂર જણાંએ સ્થળાંતર કરવાની સૂચના અપાઇ છે. સુખી ડેમનું હાલનું લેવલ 145.54 મીટર આજનું રૂલ લેવલ 147.10 મીટર છે. તેમજ ફૂલ લેવલ 147.82 જેટલું છે. ભયજનક સપાટી 148.30 મીટર છે. સુખી ડેમ છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી મનાતો સુખી ડેમ ફૂલ થવાની તૈયારીમાં છે. હાલ મહત્તમ સપાટી 147.82 મીટરથી માત્ર 2.88 મીટર બાકી છે. હાલ સુખી ડેમની સપાટી 145.54 મીટર નોંધાઈ છે અને 70% ભરાયો છે. આવનાર દિવસોમાં સુખી ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચી જશે તેવી લાગી રહ્યું છે. સુખી ડેમ ચાર તાલુકાના લગભગ 129 ગામોની 31,532 હેકટર જમીનનો ગ્રોસ કમાંડ વિસ્તાર આવેલો છે. જેમાંથી 20,701 હેકટર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. આ સુખી ડેમ થકી પાવી જેતપુર તાલુકાના 67 ગામો, છોટા ઉદેપુર તાલુકાના 11 ગામો, સંખેડા અને બોડેલી તાલુકાના 16 ગામો તથા જાંબુઘોડા તાલુકાના 35 ગામો મળી કુલ 67 ગામોની જમીનોને સિંચાઇનો લાભ મળે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ડુંગરવાંટ, કિકાવાડા, ઘૂટિયા, ઘૂંટણવડ ગામોને એલર્ટ કરાયા
- ગંભીરપુરા, નાની બેજ, મોટી બેજ, સજોડમાં પણ એલર્ટ
- ખાંડિયા, અમાદર હૂડ, વદેસિયા, ઠલકીમાં એલર્ટ કરાયા
છોટા ઉદેપુરનાં પાવી જેતપુર તાલુકાના સુખી ડેમમાં પાણી જળસ્તર 70 % થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા ડુંગરવાંટ, કિકાવાડા, ઘૂટિયા, ઘૂંટણવડ, ગંભીરપુરા, નાની બેજ, મોટીબેજ, સજોડ, ખાંડીયા અમાદર, હૂડ,વદેસિયા, ઠલકી, લોઢણ, વાઘવા, પાલિયા, કોલિયારી, નાની રાસલી,મોટી રાસલી, શીહોદ, શીથોલ ગામનાલોકોને જરૂર જણાંએ સ્થળાંતર કરવાની સૂચના અપાઇ છે.
સુખી ડેમનું હાલનું લેવલ 145.54 મીટર
આજનું રૂલ લેવલ 147.10 મીટર છે. તેમજ ફૂલ લેવલ 147.82 જેટલું છે. ભયજનક સપાટી 148.30 મીટર છે.
સુખી ડેમ
છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી મનાતો સુખી ડેમ ફૂલ થવાની તૈયારીમાં છે. હાલ મહત્તમ સપાટી 147.82 મીટરથી માત્ર 2.88 મીટર બાકી છે. હાલ સુખી ડેમની સપાટી 145.54 મીટર નોંધાઈ છે અને 70% ભરાયો છે. આવનાર દિવસોમાં સુખી ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચી જશે તેવી લાગી રહ્યું છે. સુખી ડેમ ચાર તાલુકાના લગભગ 129 ગામોની 31,532 હેકટર જમીનનો ગ્રોસ કમાંડ વિસ્તાર આવેલો છે. જેમાંથી 20,701 હેકટર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. આ સુખી ડેમ થકી પાવી જેતપુર તાલુકાના 67 ગામો, છોટા ઉદેપુર તાલુકાના 11 ગામો, સંખેડા અને બોડેલી તાલુકાના 16 ગામો તથા જાંબુઘોડા તાલુકાના 35 ગામો મળી કુલ 67 ગામોની જમીનોને સિંચાઇનો લાભ મળે છે.