ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ ચાર જિલ્લામાં હવે આઠના બદલે 10 કલાક આપશે વીજળી

Gujarat News : ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં આજે મોટો નિર્ણય લીધો છે. સરકારે પાકની સિંચાઈ માટે ચાર જિલ્લામાં વધુ બે કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે. થોડા દિવસ પહેલાં વધુ વીજળી આપવાની માંગ ઊભી થઈ હતી. સરકારના આ નિર્ણય બાદ હવે રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોની વીજળી અપાશે.માંગ મુજબ વીજળીનો સમય વધારાશેરાજ્ય સરકારે એવું પણ કહ્યું છે કે, જ્યાં પણ વીજળી માંગ અંગે રજૂઆત કરવામાં આવશે, ત્યાં અમે વીજળીનો સમય વધારી આપીશું. આમ ખેડૂતોએ રજૂઆત કર્યા બાદ સરકારે ચાર જિલ્લામાં આઠના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે.આ પણ વાંચો : ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટીમાં ભાવી ડૉક્ટરો ઝૂમ્યાંહાલ માત્ર ચાર જિલ્લા પૂરતો લેવાયો નિર્ણયથોડા દિવસો પહેલા એવી માંગ ઊભી થઈ હતી કે, જ્યાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યાં વીજળી પુરવઠો આપવાનો સમય વધારવામાં આવે. આ માંગને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં 10 કલાક વીજળી આપવાનું શરુ કરાયું છે. હાલ રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લા પૂરતો આ નિર્ણય કરાયો છે.આ પણ વાંચો : સુરતમાં બીઆરટીએસના ડ્રાઇવરે 6 વર્ષના બાળકનો લીધો જીવ, અકસ્માત બાદ બસ મુકી ફરાર

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ ચાર જિલ્લામાં હવે આઠના બદલે 10 કલાક આપશે વીજળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat News : ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં આજે મોટો નિર્ણય લીધો છે. સરકારે પાકની સિંચાઈ માટે ચાર જિલ્લામાં વધુ બે કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે. થોડા દિવસ પહેલાં વધુ વીજળી આપવાની માંગ ઊભી થઈ હતી. સરકારના આ નિર્ણય બાદ હવે રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોની વીજળી અપાશે.

માંગ મુજબ વીજળીનો સમય વધારાશે

રાજ્ય સરકારે એવું પણ કહ્યું છે કે, જ્યાં પણ વીજળી માંગ અંગે રજૂઆત કરવામાં આવશે, ત્યાં અમે વીજળીનો સમય વધારી આપીશું. આમ ખેડૂતોએ રજૂઆત કર્યા બાદ સરકારે ચાર જિલ્લામાં આઠના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટીમાં ભાવી ડૉક્ટરો ઝૂમ્યાં

હાલ માત્ર ચાર જિલ્લા પૂરતો લેવાયો નિર્ણય

થોડા દિવસો પહેલા એવી માંગ ઊભી થઈ હતી કે, જ્યાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યાં વીજળી પુરવઠો આપવાનો સમય વધારવામાં આવે. આ માંગને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં 10 કલાક વીજળી આપવાનું શરુ કરાયું છે. હાલ રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લા પૂરતો આ નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો : સુરતમાં બીઆરટીએસના ડ્રાઇવરે 6 વર્ષના બાળકનો લીધો જીવ, અકસ્માત બાદ બસ મુકી ફરાર