BZ એજ્યુકેશન કેમ્પસના સીઈઓ હાલમાં ફરાર, 4500થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

BZ કૌભાંડના પગલે BZ એજ્યુકેશન કેમ્પસના સીઈઓ પણ હાલમાં ફરાર છે, જેની સૌથી મોટી અસર BZ એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરતા 4,500થી વધારે વિદ્યાર્થીઓ સહિત 350 સ્ટાફને ફી તેમજ શૈક્ષણિક સ્ટાફનો પગાર કરવા મામલે સમસ્યા સર્જાઈ છે. ત્યારે આ મામલે તંત્ર આગળ આવ્યું છે.શૈક્ષણિક સ્ટાફનો પગાર અને અન્ય ખર્ચા કેવી રીતે કાઢવા તે એક પ્રશ્ન સાબરકાંઠાના હિંમતનગરમાં ગ્રોમર સંસ્થાને એક વર્ષ અગાઉ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ટેક ઓવર કરી હતી, જેમાં 4500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમજ 350નો સ્ટાફ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યું છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ફરાર થયેલા ભુપેન્દ્રસિંહ ઝાલા સમગ્ર BZ એજ્યુકેશન કેમ્પસમાં ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવતા હતા. તેમના ફરાર થયા એના પગલે હાલમાં સંસ્થાના નિભાવ ખર્ચ માટે વિદ્યાર્થીઓના અન્ય ખર્ચ મામલે તેમજ શૈક્ષણિક સ્ટાફના પગાર થઈ શકે તેમ નથી. તમામ વિદ્યાર્થીઓના ભાવિ મામલે તંત્ર દ્વારા હકારાત્મક પ્રયાસ હાથ ધરાયો એક તરફ શૈક્ષણિક સ્ટાફનો પગાર જે એકાઉન્ટમાંથી થતો હતો, તે એકાઉન્ટ સીઆઈડી ક્રાઈમ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે, જેના પગલે હવે વહીવટી તંત્ર વિદ્યાર્થીઓના ભાવિ સહિત સ્ટાફના પગાર માટે આગળ આવ્યું છે, હાલમાં સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા રજૂઆત સહિત તમામ પ્રકારના સહયોગની રજૂઆત કરવામાં આવી છે. જેના પગલે BZ એજ્યુકેશનમાં ભણતા તમામ વિદ્યાર્થીઓના ભાવિ મામલે તંત્ર દ્વારા હકારાત્મક પ્રયાસ હાથ ધરાયો છે, જેના પગલે 4500થી વધારે વિદ્યાર્થીઓ સહિત 350ના સ્ટાફ માટે ઉભી થનારી આર્થિક તંગીનો મામલો નિવારી શકાય તો નવાઈ નહીં. હર્ષ સંઘવીનું BZ સ્કીમ મામલે નિવેદન બીજી તરફ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે આ ઘટના અંગે પોલીસને જાણકારી મળીને તરત જ કામગીરી કરવામાં આવી છે. કોઈની ફરિયાદ વગર જ પોલીસે કામગીરી કરી છે. આ ભૂપેન્દ્રભાઈની સરકાર છે, કોઈપણ અહિત કરનારને છોડવામાં આવશે નહીં. હાલમાં આ સમગ્ર કેસની તપાસ CID ક્રાઈમ કરી રહી છે. BZ કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમની તપાસ તમને જણાવી દઈએ કે BZ કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ કડક હાથે તપાસ કરી રહી છે. રાજ્યના પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિત અન્ય ઘણા શહેરોમાં તપાસ કરવામાં આવી રહી છે. સક્રીય એજન્ટો અને નાણા બાબતે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ રોકાણકારો પણ ફોનથી CIDનો સંપર્ક કરી રહ્યા છે. 

BZ એજ્યુકેશન કેમ્પસના સીઈઓ હાલમાં ફરાર, 4500થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BZ કૌભાંડના પગલે BZ એજ્યુકેશન કેમ્પસના સીઈઓ પણ હાલમાં ફરાર છે, જેની સૌથી મોટી અસર BZ એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરતા 4,500થી વધારે વિદ્યાર્થીઓ સહિત 350 સ્ટાફને ફી તેમજ શૈક્ષણિક સ્ટાફનો પગાર કરવા મામલે સમસ્યા સર્જાઈ છે. ત્યારે આ મામલે તંત્ર આગળ આવ્યું છે.

શૈક્ષણિક સ્ટાફનો પગાર અને અન્ય ખર્ચા કેવી રીતે કાઢવા તે એક પ્રશ્ન

સાબરકાંઠાના હિંમતનગરમાં ગ્રોમર સંસ્થાને એક વર્ષ અગાઉ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ટેક ઓવર કરી હતી, જેમાં 4500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમજ 350નો સ્ટાફ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યું છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ફરાર થયેલા ભુપેન્દ્રસિંહ ઝાલા સમગ્ર BZ એજ્યુકેશન કેમ્પસમાં ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવતા હતા. તેમના ફરાર થયા એના પગલે હાલમાં સંસ્થાના નિભાવ ખર્ચ માટે વિદ્યાર્થીઓના અન્ય ખર્ચ મામલે તેમજ શૈક્ષણિક સ્ટાફના પગાર થઈ શકે તેમ નથી.

તમામ વિદ્યાર્થીઓના ભાવિ મામલે તંત્ર દ્વારા હકારાત્મક પ્રયાસ હાથ ધરાયો

એક તરફ શૈક્ષણિક સ્ટાફનો પગાર જે એકાઉન્ટમાંથી થતો હતો, તે એકાઉન્ટ સીઆઈડી ક્રાઈમ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે, જેના પગલે હવે વહીવટી તંત્ર વિદ્યાર્થીઓના ભાવિ સહિત સ્ટાફના પગાર માટે આગળ આવ્યું છે, હાલમાં સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા રજૂઆત સહિત તમામ પ્રકારના સહયોગની રજૂઆત કરવામાં આવી છે. જેના પગલે BZ એજ્યુકેશનમાં ભણતા તમામ વિદ્યાર્થીઓના ભાવિ મામલે તંત્ર દ્વારા હકારાત્મક પ્રયાસ હાથ ધરાયો છે, જેના પગલે 4500થી વધારે વિદ્યાર્થીઓ સહિત 350ના સ્ટાફ માટે ઉભી થનારી આર્થિક તંગીનો મામલો નિવારી શકાય તો નવાઈ નહીં.

હર્ષ સંઘવીનું BZ સ્કીમ મામલે નિવેદન

બીજી તરફ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે આ ઘટના અંગે પોલીસને જાણકારી મળીને તરત જ કામગીરી કરવામાં આવી છે. કોઈની ફરિયાદ વગર જ પોલીસે કામગીરી કરી છે. આ ભૂપેન્દ્રભાઈની સરકાર છે, કોઈપણ અહિત કરનારને છોડવામાં આવશે નહીં. હાલમાં આ સમગ્ર કેસની તપાસ CID ક્રાઈમ કરી રહી છે.

BZ કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમની તપાસ

તમને જણાવી દઈએ કે BZ કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ કડક હાથે તપાસ કરી રહી છે. રાજ્યના પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિત અન્ય ઘણા શહેરોમાં તપાસ કરવામાં આવી રહી છે. સક્રીય એજન્ટો અને નાણા બાબતે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ રોકાણકારો પણ ફોનથી CIDનો સંપર્ક કરી રહ્યા છે.