Rajkot: પાટીદાર અગ્રણી પર હુમલાના કેસમાં PI પાદરીયાને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા
રાજકોટમાં સરદાર ધામના જયંતિ સારધારા અને ખોડલધામ સમર્થક PI સંજય પાદરીયા વચ્ચે માથાકૂટ વચ્ચે હુમલો કર્યા મામલે જયંતિની ફરિયાદ બાદ પોલીસે PI સંજય પાદરીયાને શોધવા જુનાગઢ અને રાજકોટમાં તેના ઘર અને આશ્રય સ્થળ ઉપર દરોડા પડ્યા છે. ફરિયાદ બાદ થી પીઆઈ સંજય પાદરીયા ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસની તપાસ CCTVને આધારે પહેલા કોણે હુમલો કર્યો તે બાબતે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.જયંતિ સરધારા પર હુમલાને લઈ તપાસ તેજજયંતિ સરધરા પીઆઈ પાદરીયાને ઉશ્કેરી તેનો કઠલો પકડતા અને લાત મારતા જોવા મળ્યા હતા. રાજકોટના પાટીદાર અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતી કરશનભાઇ સરધારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવા બાબતે જૂનાગઢ પીઆઇ સંદિપ પાદરીયાએ રસ્તા વચ્ચે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોર પીઆઇ હજુ સુધી પકડાયા નથી અને પોલીસ તેમને પકડવા માટે ધમપછાડા કરી રહી છે. પોલીસે પીઆઇ પાદરીયાને પકડવા માટે રાજકોટ અને જૂનાગઢમાં તપાસ શરુ કરી છે. પોલીસની કાર્યવાહી જોતાં પીઆઇ પાદરીયા સિક લિવ પર ઉતરી ગયા છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાત સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. જો કે આ મામલે પીઆઇ સંદિપ પાદરીયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે. હજી સુધી પીઆઇની ધરપકડ થઇ નથી.CCTV ફૂટેજમાં જયંતી સરધારા-PI સંજય પાદરિયા વચ્ચે હાથાપાઈ રાજકોટમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલા મામલે નવો વળાંક સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનાં વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જયંતી સરધારા-PI સંજય પાદરિયા વચ્ચે હાથાપાઈ થઈ હોવાનું દેખાય છે. જો કે, આ CCTV ફૂટેજ સામે આવતા સવાલ ઊભા થયા છે.PI પાદરીયા સિક લિવ પરબીજી તરફ આ કેસમાં પીઆઇને પકડવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે. PI પાદરીયાને પકડવા તાલુકા પોલીસે વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. પોલીસે રાજકોટ અને જૂનાગઢમાં ધામા નાખ્યા છે અને હથિયારને લઇને પણ પોલીસની તપાસ શરુ થઇ છે. પોલીસે CCTV ફૂટેજ કબ્જે લઇ FSLમાં મોકલ્યા છે તો બીજી તરફ PI પાદરીયા સિક લિવ પર ઉતરી ગયા હોવાનું ખુલ્યું છે જયંતી પટેલે નરેશ પટેલ પર લગાવ્યા ગંભીર આક્ષેપ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત જયંતી સરધારાએ ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, નરેશ પટેલના ઇશારે જ આ પીઆઇ પાદરીયાએ મારી હત્યાના ઇરાદે હુમલો કર્યો હતો. બીજી તરફ ખોડલ ધામે જણાવ્યું કે, આ સમગ્ર મામલે નરેશ પટેલનું નામ ખોટી રીતે જોડાઇ રહ્યું છે. તેઓનો આ સમગ્ર ઘટનામાં કોઇ જ હાથ નથી. તેઓ પોતે જ વિદેશ પ્રવાસે છે.તેમને આ ઘટનાની માહિતી મળતા તેમને દુખ પણ થયું છે. સરદારધામ અને ખોડલધામ વચ્ચે કોઇ જ વિવાદ નથી. બંન્ને પાટીદારોની જ સંસ્થાઓ છે અને પાટીદારોના ઉત્થાન માટે કામગીરી કરી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં સરદાર ધામના જયંતિ સારધારા અને ખોડલધામ સમર્થક PI સંજય પાદરીયા વચ્ચે માથાકૂટ વચ્ચે હુમલો કર્યા મામલે જયંતિની ફરિયાદ બાદ પોલીસે PI સંજય પાદરીયાને શોધવા જુનાગઢ અને રાજકોટમાં તેના ઘર અને આશ્રય સ્થળ ઉપર દરોડા પડ્યા છે. ફરિયાદ બાદ થી પીઆઈ સંજય પાદરીયા ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસની તપાસ CCTVને આધારે પહેલા કોણે હુમલો કર્યો તે બાબતે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
જયંતિ સરધારા પર હુમલાને લઈ તપાસ તેજ
જયંતિ સરધરા પીઆઈ પાદરીયાને ઉશ્કેરી તેનો કઠલો પકડતા અને લાત મારતા જોવા મળ્યા હતા. રાજકોટના પાટીદાર અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતી કરશનભાઇ સરધારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવા બાબતે જૂનાગઢ પીઆઇ સંદિપ પાદરીયાએ રસ્તા વચ્ચે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોર પીઆઇ હજુ સુધી પકડાયા નથી અને પોલીસ તેમને પકડવા માટે ધમપછાડા કરી રહી છે. પોલીસે પીઆઇ પાદરીયાને પકડવા માટે રાજકોટ અને જૂનાગઢમાં તપાસ શરુ કરી છે. પોલીસની કાર્યવાહી જોતાં પીઆઇ પાદરીયા સિક લિવ પર ઉતરી ગયા છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાત સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. જો કે આ મામલે પીઆઇ સંદિપ પાદરીયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે. હજી સુધી પીઆઇની ધરપકડ થઇ નથી.
CCTV ફૂટેજમાં જયંતી સરધારા-PI સંજય પાદરિયા વચ્ચે હાથાપાઈ
રાજકોટમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલા મામલે નવો વળાંક સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનાં વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જયંતી સરધારા-PI સંજય પાદરિયા વચ્ચે હાથાપાઈ થઈ હોવાનું દેખાય છે. જો કે, આ CCTV ફૂટેજ સામે આવતા સવાલ ઊભા થયા છે.
PI પાદરીયા સિક લિવ પર
બીજી તરફ આ કેસમાં પીઆઇને પકડવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે. PI પાદરીયાને પકડવા તાલુકા પોલીસે વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. પોલીસે રાજકોટ અને જૂનાગઢમાં ધામા નાખ્યા છે અને હથિયારને લઇને પણ પોલીસની તપાસ શરુ થઇ છે. પોલીસે CCTV ફૂટેજ કબ્જે લઇ FSLમાં મોકલ્યા છે તો બીજી તરફ PI પાદરીયા સિક લિવ પર ઉતરી ગયા હોવાનું ખુલ્યું છે
જયંતી પટેલે નરેશ પટેલ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત જયંતી સરધારાએ ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, નરેશ પટેલના ઇશારે જ આ પીઆઇ પાદરીયાએ મારી હત્યાના ઇરાદે હુમલો કર્યો હતો. બીજી તરફ ખોડલ ધામે જણાવ્યું કે, આ સમગ્ર મામલે નરેશ પટેલનું નામ ખોટી રીતે જોડાઇ રહ્યું છે. તેઓનો આ સમગ્ર ઘટનામાં કોઇ જ હાથ નથી. તેઓ પોતે જ વિદેશ પ્રવાસે છે.તેમને આ ઘટનાની માહિતી મળતા તેમને દુખ પણ થયું છે. સરદારધામ અને ખોડલધામ વચ્ચે કોઇ જ વિવાદ નથી. બંન્ને પાટીદારોની જ સંસ્થાઓ છે અને પાટીદારોના ઉત્થાન માટે કામગીરી કરી રહી છે.