Vadodaraમાં રોયલ મેળામાં રાઈડમાંથી બાળક પડવાની ઘટના, 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
વડોદરામાં રોયલ મેળામાં ગઈકાલે રાઈડમાંથી બાળક પડવાની ઘટના બની હતી જેને લઈ પોલીસ અને તંત્રમાં દોડધામ મચી હતી,આ સમગ્ર કેસમાં ફરિયાદીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં પોલીસે 3 રાઈડ સંચાલકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.શહેરના માંજલપુરમાં ચાલી રહેલા રોયલ મેળામાં મોટી દુર્ઘટના ટળી હતી. નાના બાળકોની એક હેલિકોપ્ટર રાઇડ ચાલુ હતી ત્યારે અચાનક તેના લોક ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા.FSLની ટીમ સાથે DCP અને ACPએ પરીક્ષણ કર્યું આ સાથે પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓએ ઘટના સ્થળે જઈને નિરીક્ષણ કર્યુ હતુ જેમાં ડીસીપીનું કહેવું છે કે,આજે તમામ રાઈડનું પરીક્ષણ કર્યું છે તેમજ 4 રાઈડ વધુ હોવાનું સામે આવ્યું છે અને આ 4 રાઈડ કંઈ છે અને તેનું ઇન્સ્પેકશન કરાશે સાથે સાથે હેલિકોપ્ટર રાઈડની મંજૂરી અંગે કમિટી તપાસ કરી રહી છે અને જે કલમો લગાવવામાં આવી છે તે જામીન પાત્ર છે અને જે બાળક રાઈડમાંથી પડયો હતો તેના પિતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. કલમ મુજબ 6 મહિનાની સજાની જોગવાઈ પોલીસે પણ હળવી કલમો લગાવી છે જેના કારણે આરોપીઓના જામીન તરત થઈ જાય.સાથે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,આયોજકોએ નીતિ નિયમ મુજબ તમામ વિભાગની મંજૂરી મેળવી છે અને ત્યારબાદ રાઈડની શરૂઆત કરી છે,4 રાઈડ વધુ કઈ છે તેનું નિરીક્ષણ કરવામાં આવશે તેમજ હેલિકોપ્ટર રાઈડની મંજૂરી અંગે કમિટી તપાસ કરી રહી છે જેમાં મદદનીશ ઈજનેર,નાયબ ઈજનેર,આર.એન્ડ.બી, સહિતના અધિકારીઓ છે.ઓપરેટર યુનુસ મોહમદ,મેળાના માલિક નિલેશ તુરખિયા,અને મેનેજર હેમરાજ મોરેની ધરપકડ કરાઈ છે,289 અને 125ની કલમ મુજબ ગુનો નોંધાયો છે. મોટી દુર્ઘટના બને છે તેમ છત્તા તંત્ર જાગતુ નથી 18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા શહેરમાં આવેલા હરણી તળાવમાં પિકનિક પર આવેલા ન્યૂ સનરાઇઝ શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકોની એક બોટ પલટી ગઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબાવાથી મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા હતા. ત્યારે હવે મોટી દુર્ઘટના બાદ પણ તંત્રની આંખો ખુલી નથી. કોઈપણ ચકાસણી વગર મેળા અને રાઈડને મંજૂરી આપી દેવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં રોયલ મેળામાં ગઈકાલે રાઈડમાંથી બાળક પડવાની ઘટના બની હતી જેને લઈ પોલીસ અને તંત્રમાં દોડધામ મચી હતી,આ સમગ્ર કેસમાં ફરિયાદીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં પોલીસે 3 રાઈડ સંચાલકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.શહેરના માંજલપુરમાં ચાલી રહેલા રોયલ મેળામાં મોટી દુર્ઘટના ટળી હતી. નાના બાળકોની એક હેલિકોપ્ટર રાઇડ ચાલુ હતી ત્યારે અચાનક તેના લોક ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા.
FSLની ટીમ સાથે DCP અને ACPએ પરીક્ષણ કર્યું
આ સાથે પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓએ ઘટના સ્થળે જઈને નિરીક્ષણ કર્યુ હતુ જેમાં ડીસીપીનું કહેવું છે કે,આજે તમામ રાઈડનું પરીક્ષણ કર્યું છે તેમજ 4 રાઈડ વધુ હોવાનું સામે આવ્યું છે અને આ 4 રાઈડ કંઈ છે અને તેનું ઇન્સ્પેકશન કરાશે સાથે સાથે હેલિકોપ્ટર રાઈડની મંજૂરી અંગે કમિટી તપાસ કરી રહી છે અને જે કલમો લગાવવામાં આવી છે તે જામીન પાત્ર છે અને જે બાળક રાઈડમાંથી પડયો હતો તેના પિતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે.
કલમ મુજબ 6 મહિનાની સજાની જોગવાઈ
પોલીસે પણ હળવી કલમો લગાવી છે જેના કારણે આરોપીઓના જામીન તરત થઈ જાય.સાથે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,આયોજકોએ નીતિ નિયમ મુજબ તમામ વિભાગની મંજૂરી મેળવી છે અને ત્યારબાદ રાઈડની શરૂઆત કરી છે,4 રાઈડ વધુ કઈ છે તેનું નિરીક્ષણ કરવામાં આવશે તેમજ હેલિકોપ્ટર રાઈડની મંજૂરી અંગે કમિટી તપાસ કરી રહી છે જેમાં મદદનીશ ઈજનેર,નાયબ ઈજનેર,આર.એન્ડ.બી, સહિતના અધિકારીઓ છે.ઓપરેટર યુનુસ મોહમદ,મેળાના માલિક નિલેશ તુરખિયા,અને મેનેજર હેમરાજ મોરેની ધરપકડ કરાઈ છે,289 અને 125ની કલમ મુજબ ગુનો નોંધાયો છે.
મોટી દુર્ઘટના બને છે તેમ છત્તા તંત્ર જાગતુ નથી
18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા શહેરમાં આવેલા હરણી તળાવમાં પિકનિક પર આવેલા ન્યૂ સનરાઇઝ શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકોની એક બોટ પલટી ગઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબાવાથી મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા હતા. ત્યારે હવે મોટી દુર્ઘટના બાદ પણ તંત્રની આંખો ખુલી નથી. કોઈપણ ચકાસણી વગર મેળા અને રાઈડને મંજૂરી આપી દેવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.