Suratના ભટારમા અભિનંદન રોયલમા 12 કલાકના વધુ સમયથી બેઝમેન્ટમાં ભરાયા વરસાદી પાણી

સુરત શહેરમાં ગઈકાલથી આજ સવાર સુધી વરસાદ વરસ્યો હતો જેના કારણે સુરતીઓને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.2 કલાકના વરસાદે સુરત શહેરની તસવીર બદલી નાખી છે.બેઝમેન્ટમાં આવેલી દુકાનો તેમજ ઓફિસામાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.12 કલાક જેટલો સમય વિતી ગયો તેમ છત્તા પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે વેપારીઓ કોર્પોરેશન પાસે મદદ માંગી રહ્યાં છે. ભટાર વિસ્તારમાં ભરાયા પાણી સુરતના ભટાર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.ભટાર સ્થિત અભિનંદન રોયલમાં બેઝમેન્ટમાં પાણી ભરાતા વેપારીઓ હેરાન થઈ ગયા છે.હાલ વેપારીઓએ સ્વખર્ચે પંપ મૂકીને પાણી બહાર કાઢવાનો વારો આવ્યો છે.વેપારીઓનું કહેવું છે કે,દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,ત્યારે કોર્પોરેશન અમારી કોઈ વાત સાંભળતું નથી તેવો આક્ષેપ વેપારીઓ દ્રારા કરવામાં આવ્યો છે.હાલ તો વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા છે. દુકાનોમાં ઘુસ્યા વરસાદી પાણી સુરતના ભટારમાં દુકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા છે.આ પાણી દુકાનમાં ઘુસી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે સાથે સાથે દુકાનમાં રહેલો માલસામાન પલળી ગયો છે.વેપારીઓએ ગઈકાલ સાંજથી દુકાનો અત્યાર સુધી ખોલી નથી બિલ્ડીંગમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે અને તેના કારણે લોકોને અને વેપારીઓને તકલીફ પડી રહી છે.ત્યારે વેપારીઓ આશા રાખીને બેઠા છે કે જયારે પાણી ઉતરશે અને સાફ સફાઈ થશે ત્યારબાદ દુકાનો ફરીથી ખોલવામાં આવશે. દોઢ ઈંચ જેટલો વરસાદ શહેરમાં ખાબકતા અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા સુરતમાં માત્ર 45 જેટલી મિનિટમાં દોઢ ઈંચ જેટલો વરસાદ શહેરમાં ખાબકતા અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે અને વાહનચાલકો સહિત અનેક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બીજી તરફ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે સામાન્ય વરસાદમાં જ શહેરની સૂરત બદસૂરત થઈ ગઈ છે. વાહનો પાણીમાં પડયા બંધ ઉલ્લેખનીય છે કે સુરતમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે અને શહેરના ઉધના, કૈલાશ નગર, કતારગામ, પારલે પોઈન્ટ વિસ્તાર અને નવી સિવિલમાં પાણી ભરાયા છે. શહેરની નવી સિવિલના જૂના બિલ્ડિંગમાં પાણી ભરાયા છે. જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ પાણી ભરાયા છે, જેના કારણે ઓપીડીમાં પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Suratના ભટારમા અભિનંદન રોયલમા 12 કલાકના વધુ સમયથી બેઝમેન્ટમાં ભરાયા વરસાદી પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં ગઈકાલથી આજ સવાર સુધી વરસાદ વરસ્યો હતો જેના કારણે સુરતીઓને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.2 કલાકના વરસાદે સુરત શહેરની તસવીર બદલી નાખી છે.બેઝમેન્ટમાં આવેલી દુકાનો તેમજ ઓફિસામાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.12 કલાક જેટલો સમય વિતી ગયો તેમ છત્તા પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે વેપારીઓ કોર્પોરેશન પાસે મદદ માંગી રહ્યાં છે.

ભટાર વિસ્તારમાં ભરાયા પાણી

સુરતના ભટાર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.ભટાર સ્થિત અભિનંદન રોયલમાં બેઝમેન્ટમાં પાણી ભરાતા વેપારીઓ હેરાન થઈ ગયા છે.હાલ વેપારીઓએ સ્વખર્ચે પંપ મૂકીને પાણી બહાર કાઢવાનો વારો આવ્યો છે.વેપારીઓનું કહેવું છે કે,દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,ત્યારે કોર્પોરેશન અમારી કોઈ વાત સાંભળતું નથી તેવો આક્ષેપ વેપારીઓ દ્રારા કરવામાં આવ્યો છે.હાલ તો વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા છે.


દુકાનોમાં ઘુસ્યા વરસાદી પાણી

સુરતના ભટારમાં દુકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા છે.આ પાણી દુકાનમાં ઘુસી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે સાથે સાથે દુકાનમાં રહેલો માલસામાન પલળી ગયો છે.વેપારીઓએ ગઈકાલ સાંજથી દુકાનો અત્યાર સુધી ખોલી નથી બિલ્ડીંગમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે અને તેના કારણે લોકોને અને વેપારીઓને તકલીફ પડી રહી છે.ત્યારે વેપારીઓ આશા રાખીને બેઠા છે કે જયારે પાણી ઉતરશે અને સાફ સફાઈ થશે ત્યારબાદ દુકાનો ફરીથી ખોલવામાં આવશે.

દોઢ ઈંચ જેટલો વરસાદ શહેરમાં ખાબકતા અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા

સુરતમાં માત્ર 45 જેટલી મિનિટમાં દોઢ ઈંચ જેટલો વરસાદ શહેરમાં ખાબકતા અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે અને વાહનચાલકો સહિત અનેક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બીજી તરફ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે સામાન્ય વરસાદમાં જ શહેરની સૂરત બદસૂરત થઈ ગઈ છે.


વાહનો પાણીમાં પડયા બંધ

ઉલ્લેખનીય છે કે સુરતમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે અને શહેરના ઉધના, કૈલાશ નગર, કતારગામ, પારલે પોઈન્ટ વિસ્તાર અને નવી સિવિલમાં પાણી ભરાયા છે. શહેરની નવી સિવિલના જૂના બિલ્ડિંગમાં પાણી ભરાયા છે. જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ પાણી ભરાયા છે, જેના કારણે ઓપીડીમાં પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.