Junagadhના જોષીપરા અંડરબ્રિજમાં ભરાયા વરસાદી પાણી, નિકાલ માટે નથી કરાઈ કોઈ વ્યવસ્થા
જૂનાગઢના જોષીપરા અંડરબ્રિજમાં ભરાયા પાણી અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ અંડરબ્રિજમાં પાણી ભરાતા રસ્તાને ડાયવર્ટ કરાયો જૂનાગઢના જોષીપરા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવાના વારો આવ્યો છે,જોષીપરા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે અસર થઈ છે,સાથે સાથે રસ્તાને ડાયવર્ટ કરાયો છે.રસ્તો ડાયવર્ટ કરાતા લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે,તો મહત્વનું છે કે,દર ચોમાસામાં આ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને લાંબા દિવસો સુધી આ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું. લોકોને પડે છે હાલાકી જૂનાગઢના જોષીપરા અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે,તંત્ર જોવે છે અને જાણે છે તેમ છત્તા પાણીને દૂર કરવાનું નામ નથી લઈ રહ્યું,ત્યારે શહેરીજનો પણ આ સમસ્યાથી કંટાળી ગયા છે,વોટરપંપથી પાણી પણ ખેંચવામાં આવતું નથી,જેના કારણે પાણી ભરાયેલું રહે છે,આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે,આ પાણીમાં ગટરના પાણી મિકસ થયા હોય તેવી સંભાવના લાગી રહી છે,કેમકે પાણીમાંથી દુર્ગંધ આવે છે અને મચ્છરોની સમસ્યા પણ વધી છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાયા ? જૂનાગઢમાં સામાન્ય વરસાદમાં અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,કોર્પોરેશન દ્રારા કરોડોના ખર્ચે પ્રિ-મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે તેમ છત્તા કામગીરીના નામે મિડું જોવા મળે છે તેનું આ ઉત્તમઉદાહરણ છે,અંડરપાસ બંધ રહેતા લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે અને શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે,ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્રના પેટનું પાણી કયારે હલે છે અને લોકોને આ સમસ્યાથી કયારે છૂટકારો મળે છે. જૂનાગઢમાં બે દિવસથી હતો વરસાદ જૂનાગઢમાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અવિરત મેઘવર્ષાથી ઘેડ પંથકમાં જળબંબાકાર થતું જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી કુલ 36 ગામ સંપર્ક વિહોણા થયા છે. જેમાં વંથલીના બે , માણાવદર ના 15 , કેશોદના 6 અને માંગરોળ ના 13 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. હજુ પણ વરસાદની પરિસ્થિતિ અણનમ છે. વરસાદની વધારે તીવ્રતા વધશે તો હજુ પણ આ સ્થિતિ વણસી શકે તેમ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- જૂનાગઢના જોષીપરા અંડરબ્રિજમાં ભરાયા પાણી
- અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ
- અંડરબ્રિજમાં પાણી ભરાતા રસ્તાને ડાયવર્ટ કરાયો
જૂનાગઢના જોષીપરા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવાના વારો આવ્યો છે,જોષીપરા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે અસર થઈ છે,સાથે સાથે રસ્તાને ડાયવર્ટ કરાયો છે.રસ્તો ડાયવર્ટ કરાતા લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે,તો મહત્વનું છે કે,દર ચોમાસામાં આ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને લાંબા દિવસો સુધી આ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું.
લોકોને પડે છે હાલાકી
જૂનાગઢના જોષીપરા અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે,તંત્ર જોવે છે અને જાણે છે તેમ છત્તા પાણીને દૂર કરવાનું નામ નથી લઈ રહ્યું,ત્યારે શહેરીજનો પણ આ સમસ્યાથી કંટાળી ગયા છે,વોટરપંપથી પાણી પણ ખેંચવામાં આવતું નથી,જેના કારણે પાણી ભરાયેલું રહે છે,આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે,આ પાણીમાં ગટરના પાણી મિકસ થયા હોય તેવી સંભાવના લાગી રહી છે,કેમકે પાણીમાંથી દુર્ગંધ આવે છે અને મચ્છરોની સમસ્યા પણ વધી છે.
સામાન્ય વરસાદમાં પાણી ભરાયા ?
જૂનાગઢમાં સામાન્ય વરસાદમાં અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,કોર્પોરેશન દ્રારા કરોડોના ખર્ચે પ્રિ-મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે તેમ છત્તા કામગીરીના નામે મિડું જોવા મળે છે તેનું આ ઉત્તમઉદાહરણ છે,અંડરપાસ બંધ રહેતા લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે અને શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે,ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્રના પેટનું પાણી કયારે હલે છે અને લોકોને આ સમસ્યાથી કયારે છૂટકારો મળે છે.
જૂનાગઢમાં બે દિવસથી હતો વરસાદ
જૂનાગઢમાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અવિરત મેઘવર્ષાથી ઘેડ પંથકમાં જળબંબાકાર થતું જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી કુલ 36 ગામ સંપર્ક વિહોણા થયા છે. જેમાં વંથલીના બે , માણાવદર ના 15 , કેશોદના 6 અને માંગરોળ ના 13 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. હજુ પણ વરસાદની પરિસ્થિતિ અણનમ છે. વરસાદની વધારે તીવ્રતા વધશે તો હજુ પણ આ સ્થિતિ વણસી શકે તેમ છે.