Monsoon: ખંભાત શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

ખંભાત શહેરમાં મેઘરાજા મહેરબાન રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાદેશભારમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આ હવામાંન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.ઉકલાટ અને બફારા બાદ ખંભાતમાં વરસાદનું આગમન ખંભાત શહેરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. અસહ્ય ઉકલાટ અને બફારા બાદ ખંભાતમાં વરસાદનું આગમન થયું હતું. ત્યારે એક કલાકમાં ખંભાતમાં 2 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને ખંભાતમાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું હતું.કાર રમકડાની જેમ પાણીમાં તણાઇ ધોધમાર વરસાદના કારણે ખંભાતના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં કાર રમકડાની જેમ પાણીમાં તણાઇ ગઈ હોવાનું પણ જોવા મળ્યું હતું. એક કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા ખંભાત શહેરમાં રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોવાનું સામે આવ્યું હતું. શહેરના સરદાર ટાવર, પાણીયારી રબારીવાસ ,સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. 

Monsoon: ખંભાત શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખંભાત શહેરમાં મેઘરાજા મહેરબાન
  • રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો
  • નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

દેશભારમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આ હવામાંન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.


ઉકલાટ અને બફારા બાદ ખંભાતમાં વરસાદનું આગમન

ખંભાત શહેરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. અસહ્ય ઉકલાટ અને બફારા બાદ ખંભાતમાં વરસાદનું આગમન થયું હતું. ત્યારે એક કલાકમાં ખંભાતમાં 2 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને ખંભાતમાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું હતું.

કાર રમકડાની જેમ પાણીમાં તણાઇ

ધોધમાર વરસાદના કારણે ખંભાતના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં કાર રમકડાની જેમ પાણીમાં તણાઇ ગઈ હોવાનું પણ જોવા મળ્યું હતું. એક કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.


નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા 

ખંભાત શહેરમાં રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોવાનું સામે આવ્યું હતું. શહેરના સરદાર ટાવર, પાણીયારી રબારીવાસ ,સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.