Vadodara શહેરમાં પૂરના પાણી ઉતરતા હવે મગરોનો ખતરો વધ્યો
કામનાથ નગરમાં પૂરના પાણી ઓશર્યા તો ઘરમાં 15 ફૂટ લાંબો મગર ફતેગંજની ઈએમઈ સ્કૂલ પાસે પણ મગર દેખાયો છે શહેરમાં પાણી ભરાતા મગરો માટે શહેર જ નદી વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતરતા હવે મગરોનો ખતરો વધ્યો છે. જેમાં ફતેગંજ વિસ્તારના કામનાથ નગરમાં પૂરના પાણી ઓશર્યા તો ઘરમાં 15 ફૂટ લાંબો મગર હતો. તેમજ ફતેગંજની ઈએમઈ સ્કૂલ પાસે પણ મગર દેખાયો છે. શહેરના ફતેગંજ વિસ્તામા નરહરી હોસ્પિટલ રોડ પર આવેલા કામનાથનગરમા એક ઘરમાં પાણી ઉતરતા મોટો મગર જોવા મળ્યો હતો. શહેરમાં પાણી ભરાતા મગરો માટે શહેર જ નદી મગર 15 ફૂટનો હોઈ સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ ઊભો થયો હતો. ઘટનાની જાણ થતા સામાજિક સંસ્થા અને ફોરેસ્ટ વિભાગ પર પહોંચી ગઈ હતી અને મગરનુ રેસ્ક્યુ કર્યું હતું. આ ઉપરાંત ફતેગંજ ઇએમએસ સ્કૂલ પાસે પણ મગર દેખાતા તંત્ર પહોંચ્યું છે. વડોદરામાં પૂરના પાણી ઓસરવાની શરૂઆત થતા મગરો મેદાનમાં આવ્યા છે. જેમાં અગાઉ વિશાળકાય મગરે શ્વાનનો શિકાર કર્યા હતો. વિવિધ વિસ્તારોમાં મગરોનું આગમન થયુ છે. શહેરમાં પાણી ભરાતા મગરો માટે શહેર જ નદી બન્યુ હતુ. બિન્દાસ્ત શ્વાનનો શિકાર કરી દીવાલ કૂદી મગર નદીમાં ગરકાવ થયો બિન્દાસ્ત શ્વાનનો શિકાર કરી દીવાલ કૂદી મગર નદીમાં ગરકાવ થયો હતો. હવે મગરોથી શહેરીજનો ત્રસ્ત થયા છે. શહેર જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા કોર્પોરેશન દ્વારા સ્પીડ બોટો વસાવવામાં આવી હતી. લાખો કરોડો રૂપિયા ખર્ચી પૂરગ્રસ્તોની મદદ માટે બોટો મંગાવી હતી. છ થી વધુ સ્પીડ બોટલ શોભાના ગાંઠિયા સમાન બની છે. જો સ્પીડ બોટને મેન્ટેનન્સ સમયસર થયું હોત તો આજે વડોદરાની પરિસ્થિતિ કંઈક અલગ જ હોત. શહેરમાં માત્ર ચાર ઝોનમાં ચાર બોટ મોકલી હોત તો પણ સૌથી ઓછા સમયમાં સૌથી વધુ રેસ્ક્યુ થઈ શક્યા હોત. ત્યારે કોર્પોરેશનના ફાયર બ્રિગેડના તંત્ર સામે અનેક સવાલો ઊઠ્યા છે. હજુ પણ નીચાણવાળા વિસ્તારમાં જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ પહોંચી નથી વડોદરા શહેરના માથેથી હાલ પૂરનું સંકટ ટળ્યુ છે. જેમાં હાલમાં વિશ્વામિત્રી નદી 33 ફૂટની સપાટીએ છે. હજુ પણ વિશ્વામિત્રી નદી ભયજનક લેવલથી 7 ફૂટ વધુ વહી રહી છે. કાલાઘોડા બ્રિજ પરથી પાણી ઓસર્યા છે. આજે સાંજ સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં આવે તેવી શકયતા છે. હજુ પણ નીચાણવાળા વિસ્તારમાં જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ પહોંચી નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કામનાથ નગરમાં પૂરના પાણી ઓશર્યા તો ઘરમાં 15 ફૂટ લાંબો મગર
- ફતેગંજની ઈએમઈ સ્કૂલ પાસે પણ મગર દેખાયો છે
- શહેરમાં પાણી ભરાતા મગરો માટે શહેર જ નદી
વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતરતા હવે મગરોનો ખતરો વધ્યો છે. જેમાં ફતેગંજ વિસ્તારના કામનાથ નગરમાં પૂરના પાણી ઓશર્યા તો ઘરમાં 15 ફૂટ લાંબો મગર હતો. તેમજ ફતેગંજની ઈએમઈ સ્કૂલ પાસે પણ મગર દેખાયો છે. શહેરના ફતેગંજ વિસ્તામા નરહરી હોસ્પિટલ રોડ પર આવેલા કામનાથનગરમા એક ઘરમાં પાણી ઉતરતા મોટો મગર જોવા મળ્યો હતો.
શહેરમાં પાણી ભરાતા મગરો માટે શહેર જ નદી
મગર 15 ફૂટનો હોઈ સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ ઊભો થયો હતો. ઘટનાની જાણ થતા સામાજિક સંસ્થા અને ફોરેસ્ટ વિભાગ પર પહોંચી ગઈ હતી અને મગરનુ રેસ્ક્યુ કર્યું હતું. આ ઉપરાંત ફતેગંજ ઇએમએસ સ્કૂલ પાસે પણ મગર દેખાતા તંત્ર પહોંચ્યું છે. વડોદરામાં પૂરના પાણી ઓસરવાની શરૂઆત થતા મગરો મેદાનમાં આવ્યા છે. જેમાં અગાઉ વિશાળકાય મગરે શ્વાનનો શિકાર કર્યા હતો. વિવિધ વિસ્તારોમાં મગરોનું આગમન થયુ છે. શહેરમાં પાણી ભરાતા મગરો માટે શહેર જ નદી બન્યુ હતુ.
બિન્દાસ્ત શ્વાનનો શિકાર કરી દીવાલ કૂદી મગર નદીમાં ગરકાવ થયો
બિન્દાસ્ત શ્વાનનો શિકાર કરી દીવાલ કૂદી મગર નદીમાં ગરકાવ થયો હતો. હવે મગરોથી શહેરીજનો ત્રસ્ત થયા છે. શહેર જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા કોર્પોરેશન દ્વારા સ્પીડ બોટો વસાવવામાં આવી હતી. લાખો કરોડો રૂપિયા ખર્ચી પૂરગ્રસ્તોની મદદ માટે બોટો મંગાવી હતી. છ થી વધુ સ્પીડ બોટલ શોભાના ગાંઠિયા સમાન બની છે. જો સ્પીડ બોટને મેન્ટેનન્સ સમયસર થયું હોત તો આજે વડોદરાની પરિસ્થિતિ કંઈક અલગ જ હોત. શહેરમાં માત્ર ચાર ઝોનમાં ચાર બોટ મોકલી હોત તો પણ સૌથી ઓછા સમયમાં સૌથી વધુ રેસ્ક્યુ થઈ શક્યા હોત. ત્યારે કોર્પોરેશનના ફાયર બ્રિગેડના તંત્ર સામે અનેક સવાલો ઊઠ્યા છે.
હજુ પણ નીચાણવાળા વિસ્તારમાં જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ પહોંચી નથી
વડોદરા શહેરના માથેથી હાલ પૂરનું સંકટ ટળ્યુ છે. જેમાં હાલમાં વિશ્વામિત્રી નદી 33 ફૂટની સપાટીએ છે. હજુ પણ વિશ્વામિત્રી નદી ભયજનક લેવલથી 7 ફૂટ વધુ વહી રહી છે. કાલાઘોડા બ્રિજ પરથી પાણી ઓસર્યા છે. આજે સાંજ સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં આવે તેવી શકયતા છે. હજુ પણ નીચાણવાળા વિસ્તારમાં જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ પહોંચી નથી.