Gujarat Rain: રાજ્યમાં નવરાત્રિ દરમિયાન જાણો કયા છે વરસાદની આગાહી

રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. તેમજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ચોમાસુ રાજ્યમાંથી વિદાય લેવા તરફ આગળ વધ્યું નવરાત્રિમાં રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત છે. જેમાં રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા નહિવત છે. તેમજ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તથા ચોમાસુ રાજ્યમાંથી વિદાય લેવા તરફ આગળ વધ્યું છે. બુધવારે મોડી સાંજે પૂર્વોત્તર રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યુંહવામાન વિભાગે બુધવારે મોડી સાંજે પૂર્વોત્તર રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું હતુ. IMDના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે લોકોએ ઘર છોડતા પહેલા હવામાનની અપડેટ તપાસવી જોઈએ. ઘરની બહાર નીકળતી વખતે છત્રી સાથે રાખો. વૃદ્ધ લોકો અને બાળકોએ સવારે અને સાંજે પોતાને ઠંડીથી બચાવવા જોઈએ. વધુ પડતો ઠંડો ખોરાક ખાવાનું ટાળો. લોકોને ગરમી અને ભેજ સહન કરવો પડશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 અને 4 ઓક્ટોબરે દિલ્હી, નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં જોરદાર તડકો રહેશે. લોકોને ગરમી અને ભેજ સહન કરવો પડશે. આ પછી 5 ઓક્ટોબરે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. 5 અને 6 ઓક્ટોબરે NCR વાદળછાયું રહેશે અને કેટલાક સ્થળોએ હળવા ઝરમર વરસાદ પડી શકે છે. દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 ઓક્ટોબરે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

Gujarat Rain: રાજ્યમાં નવરાત્રિ દરમિયાન જાણો કયા છે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. તેમજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ચોમાસુ રાજ્યમાંથી વિદાય લેવા તરફ આગળ વધ્યું

નવરાત્રિમાં રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત છે. જેમાં રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા નહિવત છે. તેમજ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તથા ચોમાસુ રાજ્યમાંથી વિદાય લેવા તરફ આગળ વધ્યું છે.

બુધવારે મોડી સાંજે પૂર્વોત્તર રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે બુધવારે મોડી સાંજે પૂર્વોત્તર રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું હતુ. IMDના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે લોકોએ ઘર છોડતા પહેલા હવામાનની અપડેટ તપાસવી જોઈએ. ઘરની બહાર નીકળતી વખતે છત્રી સાથે રાખો. વૃદ્ધ લોકો અને બાળકોએ સવારે અને સાંજે પોતાને ઠંડીથી બચાવવા જોઈએ. વધુ પડતો ઠંડો ખોરાક ખાવાનું ટાળો.

લોકોને ગરમી અને ભેજ સહન કરવો પડશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 અને 4 ઓક્ટોબરે દિલ્હી, નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં જોરદાર તડકો રહેશે. લોકોને ગરમી અને ભેજ સહન કરવો પડશે. આ પછી 5 ઓક્ટોબરે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. 5 અને 6 ઓક્ટોબરે NCR વાદળછાયું રહેશે અને કેટલાક સ્થળોએ હળવા ઝરમર વરસાદ પડી શકે છે. દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 ઓક્ટોબરે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.