Gir Somnath: LCBના અધિકારીઓએ વેશ પલટો કરીને 14 વર્ષથી ફરાર આરોપીને દબોચ્યો
ગીર સોમનાથમાં પોલીસે 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ગીર સોમનાથ LCB ના અધિકારીઓએ વેશ પલટો કરી 14 વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડયો છે અને તેના સામે કાર્યવાહી હાથ ધરી દીધી છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરતના ઓલપાડ વિસ્તારમાં જઈ ટ્રક ડ્રાઈવર તરીકેનો વેશ પલટો કરી સુત્રાપાડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં 14 વર્ષથી નાસતા ફરતા આરોપી મહેન્દ્ર ભુંગાણીને પોલીસે પકડી પાડયો છે. આ ઇસમ ટ્રક માલિકનો સામાન બારોબાર વેચી બિનવારસુ મૂકી અલગ અલગ રાજ્યોમાં નાસી જવાની ટેવ ધરાવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તેની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી દીધી હતી.હાલ પ્રયાગરાજ ખાતે પોતાનું નામ બદલીને રહેતો હોય અને ડ્રાઇવિંગના કામે સુરત આવતા પોલીસે દબોચી લીધો અને કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો હતો, પોલીસ પણ છેલ્લા ઘણાં સમયથી તેને શોધવા માટે મથામણ કરી રહીં હતી. જેથી આ વખતે પોલીસને બાતમી મળતા વેશ પલટો કરીને તેની ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી હતીં. પરંતુ મૂળ વાત એ છે કે, અત્યારે પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો અને કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરી છે.
![Gir Somnath: LCBના અધિકારીઓએ વેશ પલટો કરીને 14 વર્ષથી ફરાર આરોપીને દબોચ્યો](https://epapercdn.sandesh.com/images/2025/02/07/CqD7q6DcpSeuWbjf1dTlRSxD1TWFXrnSMUi40Lna.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથમાં પોલીસે 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ગીર સોમનાથ LCB ના અધિકારીઓએ વેશ પલટો કરી 14 વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડયો છે અને તેના સામે કાર્યવાહી હાથ ધરી દીધી છે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરતના ઓલપાડ વિસ્તારમાં જઈ ટ્રક ડ્રાઈવર તરીકેનો વેશ પલટો કરી સુત્રાપાડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં 14 વર્ષથી નાસતા ફરતા આરોપી મહેન્દ્ર ભુંગાણીને પોલીસે પકડી પાડયો છે. આ ઇસમ ટ્રક માલિકનો સામાન બારોબાર વેચી બિનવારસુ મૂકી અલગ અલગ રાજ્યોમાં નાસી જવાની ટેવ ધરાવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તેની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી દીધી હતી.
હાલ પ્રયાગરાજ ખાતે પોતાનું નામ બદલીને રહેતો હોય અને ડ્રાઇવિંગના કામે સુરત આવતા પોલીસે દબોચી લીધો અને કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો હતો, પોલીસ પણ છેલ્લા ઘણાં સમયથી તેને શોધવા માટે મથામણ કરી રહીં હતી. જેથી આ વખતે પોલીસને બાતમી મળતા વેશ પલટો કરીને તેની ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી હતીં. પરંતુ મૂળ વાત એ છે કે, અત્યારે પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો અને કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરી છે.