Surendranagar જિલ્લામાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદીને લઈ વિશેષ કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ "સંકલ્પ" હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય - ગઢાદ ખાતે "મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી” અભિયાન અન્વયે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.DHEW ટીમ દ્વારા સાયબર સેફટી, સાયબર ક્રાઈમ, સોશ્યલ મીડીયાનો ઉપયોગ અંગે વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવા અર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મિશન કોર્ડીનેટર શ્રી જલ્પાબેન ચંદેશરા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ સમજાવવામાં આવ્યો હતો.અધિકારીઓએ આપી સમજણ સાયબર ક્રાઈમ પી.આઇ. બી.સી.છત્રાલીયા દ્વારા સાયબર ક્રાઈમ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશનનાં પી.આઇ. વિહોલ સાહેબ દ્વારા સોશ્યલ મીડીયાનો ઉપયોગ, સાયબર સેફટી અંગે માહિતી આપવામાં આવી હતી.અત્રે નોંધનીય છે કે, દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવુ, શિક્ષણ સ્તરમાં સુધારો અને મહિલા સશક્તિકરણના ઉદેશ્ય સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જુદાજુદા સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતતા લાવવાનાં સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહિલાઓ સામે હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 25 નવેમ્બરને મહિલાઓ સામે હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે નિયુક્ત કર્યા છે આ દિવસનો આધાર વિશ્વભરમાં જાગૃતિ લાવવાનો છે કે સ્ત્રીઓ બળાત્કાર , ઘરેલું હિંસા અને અન્ય પ્રકારની હિંસાનો ભોગ બને છે ; વધુમાં, દિવસનો એક ઉદ્દેશ્ય એ પ્રકાશિત કરવાનો છે કે મુદ્દાનું પ્રમાણ અને સાચું સ્વરૂપ ઘણીવાર છુપાયેલું હોય છે.યુએન અને ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયને સરકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને એનજીઓને આ દિવસને આંતરરાષ્ટ્રીય ઉજવણી તરીકે સમર્થન આપવા પ્રવૃત્તિઓનું આયોજન કરવા પ્રોત્સાહિત કર્યા છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ "સંકલ્પ" હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય - ગઢાદ ખાતે "મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી” અભિયાન અન્વયે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.DHEW ટીમ દ્વારા સાયબર સેફટી, સાયબર ક્રાઈમ, સોશ્યલ મીડીયાનો ઉપયોગ અંગે વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવા અર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મિશન કોર્ડીનેટર શ્રી જલ્પાબેન ચંદેશરા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ સમજાવવામાં આવ્યો હતો.
અધિકારીઓએ આપી સમજણ
સાયબર ક્રાઈમ પી.આઇ. બી.સી.છત્રાલીયા દ્વારા સાયબર ક્રાઈમ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશનનાં પી.આઇ. વિહોલ સાહેબ દ્વારા સોશ્યલ મીડીયાનો ઉપયોગ, સાયબર સેફટી અંગે માહિતી આપવામાં આવી હતી.અત્રે નોંધનીય છે કે, દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવુ, શિક્ષણ સ્તરમાં સુધારો અને મહિલા સશક્તિકરણના ઉદેશ્ય સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જુદાજુદા સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતતા લાવવાનાં સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મહિલાઓ સામે હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 25 નવેમ્બરને મહિલાઓ સામે હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે નિયુક્ત કર્યા છે આ દિવસનો આધાર વિશ્વભરમાં જાગૃતિ લાવવાનો છે કે સ્ત્રીઓ બળાત્કાર , ઘરેલું હિંસા અને અન્ય પ્રકારની હિંસાનો ભોગ બને છે ; વધુમાં, દિવસનો એક ઉદ્દેશ્ય એ પ્રકાશિત કરવાનો છે કે મુદ્દાનું પ્રમાણ અને સાચું સ્વરૂપ ઘણીવાર છુપાયેલું હોય છે.યુએન અને ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયને સરકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને એનજીઓને આ દિવસને આંતરરાષ્ટ્રીય ઉજવણી તરીકે સમર્થન આપવા પ્રવૃત્તિઓનું આયોજન કરવા પ્રોત્સાહિત કર્યા છે