Surendranagar: ઝાલાવાડમાં ફાયર સેફટીનાં સાધનો વગર ફટાકડા વેચતા 8 શખ્સો સામે ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારોમાં આગ-અકસ્માત જેવા બનાવો વધુ બને છે. ત્યારે જવલનશીલ પદાર્થ એવા ફટાકડા વેચતા વેપારીઓને ત્યાં પોલીસે તપાસ કરી ફાયર સેફટીના સાધનો ન રાખનાર 8 વેપારીઓ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.સુરેન્દ્રનગર જિલ્લા અધીક કલેકટર દ્વારા તા. 24-10ના રોજ ફટાકડાના વેચાણ અંગે જાહેરનામુ પ્રસીધ્ધ કરાયુ છે. જેમાં ફટાકડા વેચતા વેપારીઓએ ફટાકડા અતી જવલનશીલ હોઈ ફાયરના સાધનો ફરજીયાત રાખવા જણાવાયુ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયાની સુચનાથી જિલ્લાભરમાં આ જાહેરનામાની અમલવારી માટે ચેકીંગ કરાયુ હતુ. જેમાં રતનપર માળોદ ચોકડી પાસે શકિત ફટાકડાના વિરપાલસીંહ નીરૂભા ઝાલા, ચોટીલાના આણંદપુર રોડ પર પીયાવાના શૈલેષ વાલજીભાઈ જોગરાજીયા, રામચોકમાં ઉદય ઉમેદભાઈ ખાચર, ઝીંઝુડા ગામે રમેશ સામાભાઈ બાવળીયા, સાયલા તાલુકા પંચાયત પાસે સુરેશ ગોવિંદભાઈ મોલડીયા, વઢવાણના ધોળીપોળમાં રામમહેલ મંદીર પાસે તનવીર અકીમભાઈ ભાસ, પીરબેગના ડેલા પાસે એરીક ગનીભાઈ મીરઝા, સોમપુરાના મઢ પાસે હાર્દીક જયેશભાઈ હરગણ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારોમાં આગ-અકસ્માત જેવા બનાવો વધુ બને છે. ત્યારે જવલનશીલ પદાર્થ એવા ફટાકડા વેચતા વેપારીઓને ત્યાં પોલીસે તપાસ કરી ફાયર સેફટીના સાધનો ન રાખનાર 8 વેપારીઓ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.
સુરેન્દ્રનગર જિલ્લા અધીક કલેકટર દ્વારા તા. 24-10ના રોજ ફટાકડાના વેચાણ અંગે જાહેરનામુ પ્રસીધ્ધ કરાયુ છે. જેમાં ફટાકડા વેચતા વેપારીઓએ ફટાકડા અતી જવલનશીલ હોઈ ફાયરના સાધનો ફરજીયાત રાખવા જણાવાયુ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયાની સુચનાથી જિલ્લાભરમાં આ જાહેરનામાની અમલવારી માટે ચેકીંગ કરાયુ હતુ. જેમાં રતનપર માળોદ ચોકડી પાસે શકિત ફટાકડાના વિરપાલસીંહ નીરૂભા ઝાલા, ચોટીલાના આણંદપુર રોડ પર પીયાવાના શૈલેષ વાલજીભાઈ જોગરાજીયા, રામચોકમાં ઉદય ઉમેદભાઈ ખાચર, ઝીંઝુડા ગામે રમેશ સામાભાઈ બાવળીયા, સાયલા તાલુકા પંચાયત પાસે સુરેશ ગોવિંદભાઈ મોલડીયા, વઢવાણના ધોળીપોળમાં રામમહેલ મંદીર પાસે તનવીર અકીમભાઈ ભાસ, પીરબેગના ડેલા પાસે એરીક ગનીભાઈ મીરઝા, સોમપુરાના મઢ પાસે હાર્દીક જયેશભાઈ હરગણ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે.