પ્રધાનમંત્રીના આગમન પૂર્વે CDC કંપનીના ડોર ટુ ડોરના કર્મચારીઓની વીજળીક હડતાળ

Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર સેન્ટર ફોર ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન (CDC) ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીઓના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓનો બાકી બે મહિનાનો પગાર અને બોનસ અંગે અગાઉ કરાયેલી રજૂઆત છતાં નહીં મળતા આજે એકાએક વીજળી વેગે હડતાલ પર ઉતરી જતા તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ દોડતા થઈ ગયા છે. વડાપ્રધાન આગમનને હવે 50 કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે સફાઈનો મોટો પ્રશ્ન સર્જાયો છે. ઉપરાંત દિવાળી-નવા વર્ષના તહેવારોમાં ઠેર-ઠેર કચરાના ઢગલા સર્જાવાની શક્યતા નકારી શકાતી નથી. ડીટુડી કોન્ટ્રાક્ટ સફાઈ કર્મીઓનો પ્રશ્ન ન ઊકળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શહેરભરમાં ઘરે-ઘરેથી કચરો ઉઘરાવવા અંગે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ અપાયો છે અને કોન્ટ્રાક્ટર દ્વારા ઉચ્ચક પગાર પર સફાઈ કર્મીઓને રાખવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીના આગમન પૂર્વે CDC કંપનીના ડોર ટુ ડોરના  કર્મચારીઓની વીજળીક હડતાળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર સેન્ટર ફોર ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન (CDC) ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીઓના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓનો બાકી બે મહિનાનો પગાર અને બોનસ અંગે અગાઉ કરાયેલી રજૂઆત છતાં નહીં મળતા આજે એકાએક વીજળી વેગે હડતાલ પર ઉતરી જતા તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ દોડતા થઈ ગયા છે. વડાપ્રધાન આગમનને હવે 50 કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે સફાઈનો મોટો પ્રશ્ન સર્જાયો છે. ઉપરાંત દિવાળી-નવા વર્ષના તહેવારોમાં ઠેર-ઠેર કચરાના ઢગલા સર્જાવાની શક્યતા નકારી શકાતી નથી. ડીટુડી કોન્ટ્રાક્ટ સફાઈ કર્મીઓનો પ્રશ્ન ન ઊકળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે શહેરભરમાં ઘરે-ઘરેથી કચરો ઉઘરાવવા અંગે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ અપાયો છે અને કોન્ટ્રાક્ટર દ્વારા ઉચ્ચક પગાર પર સફાઈ કર્મીઓને રાખવામાં આવ્યા છે.