Sayla: ગુંદિયાવડા શાળાના આશાસ્પદ યુવાન આચાર્યે ગળેફંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
સાયલા તાલુકાના ધજાળા ગામે રહેતા અને બાજુના ગામ ગુંદીયાવડા સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા યુવાન શિક્ષક સવારે પોતાના ઘેર ગળેફંસો ખાઇ લીધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા સાથે અરેરાટી ફેલાઇ ગઇ હતી.સુશિક્ષિત યુવાને ગળાફંસો ખાધો હોવાની જાણ કરાતા પોલીસ ત્યાં દોડી ગઇ હતી અને મૃતકની લાશને સુદામડા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. રવિવારે સવાર સવારમાં બનેલા અઘટિત બનાવથી પરિવાર તેમજ ગામમાં શોકનો માહોલ વચ્ચે લોકોના ટોળા એકત્ર થયા હતા. ધજાળા પોલીસ સ્ટેશનથી વધુમાં મળતી વિગતો મુજબ મૃતક જીજ્ઞેશભાઈ આંબાભાઇ સરવૈયા ઉ.વ 43 વાળા બાજુના ગુંદિયાવડા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કાર્યરત હતા. તેમજ રાતે અથવા વહેલી સવારે તેમણે ઘરની ઓસરીમાં દોરડું બાંધી અગમ્ય કારણોસર ગળેફંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા તપાસ અર્થે મૃતક યુવાનનો મોબાઇલ મેળવી તેઓની જે તે સાથેની વાતચીત સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે. સાથે સાથે તેમણે કયા કારણોસર આવું અવિચારી પગલું ભર્યું? તે બાબતે પરિવાર સહિતના નિવેદનો નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક જીજ્ઞેશભાઈ શિક્ષણના વહીવટી કામમાં ખુબ જ કુશળ અને નિષ્ઠાવાન કર્મી તરીકેની છાપ ધરાવતા હતા. સ્વભાવે નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા યુવાન છેલ્લા બે વર્ષથી આચાર્ય તરીકે કાર્યરત હતા. જેઓના મોતથી પરિવારે આધારસ્તંભ ગુમાવવા સાથે તેમના એકના એક પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે આશાસ્પદ યુવાન સારસ્વતના અકાળે મોતથી શિક્ષણ વિભાગમાં પણ ગમગીની છવાઇ જવા પામી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાયલા તાલુકાના ધજાળા ગામે રહેતા અને બાજુના ગામ ગુંદીયાવડા સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા યુવાન શિક્ષક સવારે પોતાના ઘેર ગળેફંસો ખાઇ લીધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા સાથે અરેરાટી ફેલાઇ ગઇ હતી.
સુશિક્ષિત યુવાને ગળાફંસો ખાધો હોવાની જાણ કરાતા પોલીસ ત્યાં દોડી ગઇ હતી અને મૃતકની લાશને સુદામડા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી.
રવિવારે સવાર સવારમાં બનેલા અઘટિત બનાવથી પરિવાર તેમજ ગામમાં શોકનો માહોલ વચ્ચે લોકોના ટોળા એકત્ર થયા હતા. ધજાળા પોલીસ સ્ટેશનથી વધુમાં મળતી વિગતો મુજબ મૃતક જીજ્ઞેશભાઈ આંબાભાઇ સરવૈયા ઉ.વ 43 વાળા બાજુના ગુંદિયાવડા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કાર્યરત હતા. તેમજ રાતે અથવા વહેલી સવારે તેમણે ઘરની ઓસરીમાં દોરડું બાંધી અગમ્ય કારણોસર ગળેફંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા તપાસ અર્થે મૃતક યુવાનનો મોબાઇલ મેળવી તેઓની જે તે સાથેની વાતચીત સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે. સાથે સાથે તેમણે કયા કારણોસર આવું અવિચારી પગલું ભર્યું? તે બાબતે પરિવાર સહિતના નિવેદનો નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક જીજ્ઞેશભાઈ શિક્ષણના વહીવટી કામમાં ખુબ જ કુશળ અને નિષ્ઠાવાન કર્મી તરીકેની છાપ ધરાવતા હતા. સ્વભાવે નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા યુવાન છેલ્લા બે વર્ષથી આચાર્ય તરીકે કાર્યરત હતા. જેઓના મોતથી પરિવારે આધારસ્તંભ ગુમાવવા સાથે તેમના એકના એક પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે આશાસ્પદ યુવાન સારસ્વતના અકાળે મોતથી શિક્ષણ વિભાગમાં પણ ગમગીની છવાઇ જવા પામી છે.