Bharuch: જંબુસર-આમોદ રોડ પર ગોઝારો અકસ્માત, 5 લોકોના મોત

ભરૂચના જંબુસર આમોદ રોડ ઉપર મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 5 જેટલા વ્યકિતના ઘટના સ્થળે મોત થયા છે. ત્યારે 3 લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. મગણાદ ગામ પાસે આવેલી ક્રિષ્ના હોટલ પાસે ઈકો કાર અને ટ્રક વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના બની છે.ભરૂચથી આવતી ઈકો ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ ભરૂચ તરફથી આવતી ઈકો કાર ટ્રક સાથે ધડાકા ભેર અથડાઈ હતી અને આ ઈકો કારમાં સવાર પાંચ મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા છે. ત્યારે આ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોને હાલમાં જંબુસરની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલમાં જંબુસર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી છે.રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં અકસ્માત રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. છોટા હાથી ચલાવતા ડ્રાઈવરે ટામેટાના 200 કેરેટને અડફેટે લીધા હતા અને આશરે 500 કિલો ટામેટાનું નુકસાન થયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને તેના આધારે પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Bharuch: જંબુસર-આમોદ રોડ પર ગોઝારો અકસ્માત, 5 લોકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચના જંબુસર આમોદ રોડ ઉપર મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 5 જેટલા વ્યકિતના ઘટના સ્થળે મોત થયા છે. ત્યારે 3 લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. મગણાદ ગામ પાસે આવેલી ક્રિષ્ના હોટલ પાસે ઈકો કાર અને ટ્રક વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના બની છે.

ભરૂચથી આવતી ઈકો ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ

ભરૂચ તરફથી આવતી ઈકો કાર ટ્રક સાથે ધડાકા ભેર અથડાઈ હતી અને આ ઈકો કારમાં સવાર પાંચ મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા છે. ત્યારે આ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોને હાલમાં જંબુસરની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલમાં જંબુસર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી છે.

રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં અકસ્માત

રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. છોટા હાથી ચલાવતા ડ્રાઈવરે ટામેટાના 200 કેરેટને અડફેટે લીધા હતા અને આશરે 500 કિલો ટામેટાનું નુકસાન થયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને તેના આધારે પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.