Surendranagar: ઘૂડખર અભ્યારણ અને શાળાને અડીને રેતી-પથ્થરનો પ્લાન્ટ હોવા છતાંય તંત્ર મૌન
ધ્રાંગધ્રા તાલુકાની કૃષ્ણનગર શાળા અને ઘૂડખર અભ્યારણની બાજુમાં સોલાર પ્લાન્ટ માટે રેતી, પથ્થર, મીક્ષર પ્લાન્ટનો ધમધમાટ હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ અને ઘૂડખર ઉપર ખતરો તોળાતા આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્યએ અધિકારીઓને રજૂઆત કરવા છતાંય કોઈ કાર્યવાહી ના થતાં છેવટે મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે.ધ્રાંગધ્રા તાલુકાના કૃષ્ણનગર(મોટી માલવણ) પ્રાથમિક શાળાની બાજુમાં બનતા સોલાર પ્લાન્ટની કામગીરી માટે રેતી,પથ્થર,મીક્ષર પ્લાનનો ધમધમાટ ચાલુ હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર ગંભીર અસર થાય છે. સાથે બાજુમાંથી જ એશિયાનું એક માત્ર ઘૂડખર અભ્યારણ્ય પણ આવેલું છે. અહીં બાજુમાંથી ઇકો સેન્સેટીવ ઝોન લાગતો હોવા છતાંય કંપનીવાળા ખુલ્લેઆમ કોઈનું સાંભળ્યા વગર કામ કરી રહ્યા છે. ચારે તરફ્ ખુલ્લા વીજ તાર પાથરીને વીજળી વાપરતા હોવાથી વિદ્યાર્થી અને ઘૂડખર ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. આ ગંભીર બાબતની આ વિસ્તારના લોકોએ કંપનીવાળાને રજૂઆત કરવા છતાંય મનમાની ચલાવી કામ ચાલુ રાખતા જિલ્લા પંચાયતના આ વિસ્તારના સદસ્ય પપ્પુભાઈ ઠાકોરે સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરતા કંપની વાળા ઉપર સુધી પહોંચ ધરાવતા હોય અમે કાઈ નથી કહી શકતા. એવો જવાબ મળતા સદસ્યે આખરે ગાંધીનગર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી વિદ્યાર્થીઓ અને ઘૂડખર માટે જોખમી સાબિત થાય તેવી કામગીરી સત્વરે બંધ કરાવવાની માંગ કરી છે. તાત્કાલિક કાર્યવાહી કરવા ઉચ્ચકક્ષાએ ધા નાંખી સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના ભાજપના સદસ્ય પપ્પુભાઈ ઠાકોરે જણાવેલ કે કૃષ્ણનગર સ્કૂલ અને ઘુડખર અભ્યારણને અડીને સોલાર પ્લાન્ટવાળા ખુલ્લા વાયર દોડાવી અને ભારે ઘોંઘાટ સાથે મીક્ષર પ્લાન્ટ સહિત ભારે સાધનો વાહનોથી કામ કરતા હોવાથી વિદ્યાર્થીઓ અને ઘુડખર ઉપર જોખમ ઉભું થતા સ્થાનિક બાબુઓને રજૂઆત કરતા કંપનીવાળાથી ડરતા હોવાથી કાર્યવાહી કરતા ના હોવાથી મુખ્યમંત્રીને તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધ્રાંગધ્રા તાલુકાની કૃષ્ણનગર શાળા અને ઘૂડખર અભ્યારણની બાજુમાં સોલાર પ્લાન્ટ માટે રેતી, પથ્થર, મીક્ષર પ્લાન્ટનો ધમધમાટ હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ અને ઘૂડખર ઉપર ખતરો તોળાતા આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્યએ અધિકારીઓને રજૂઆત કરવા છતાંય કોઈ કાર્યવાહી ના થતાં છેવટે મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે.
ધ્રાંગધ્રા તાલુકાના કૃષ્ણનગર(મોટી માલવણ) પ્રાથમિક શાળાની બાજુમાં બનતા સોલાર પ્લાન્ટની કામગીરી માટે રેતી,પથ્થર,મીક્ષર પ્લાનનો ધમધમાટ ચાલુ હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર ગંભીર અસર થાય છે. સાથે બાજુમાંથી જ એશિયાનું એક માત્ર ઘૂડખર અભ્યારણ્ય પણ આવેલું છે. અહીં બાજુમાંથી ઇકો સેન્સેટીવ ઝોન લાગતો હોવા છતાંય કંપનીવાળા ખુલ્લેઆમ કોઈનું સાંભળ્યા વગર કામ કરી રહ્યા છે. ચારે તરફ્ ખુલ્લા વીજ તાર પાથરીને વીજળી વાપરતા હોવાથી વિદ્યાર્થી અને ઘૂડખર ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. આ ગંભીર બાબતની આ વિસ્તારના લોકોએ કંપનીવાળાને રજૂઆત કરવા છતાંય મનમાની ચલાવી કામ ચાલુ રાખતા જિલ્લા પંચાયતના આ વિસ્તારના સદસ્ય પપ્પુભાઈ ઠાકોરે સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરતા કંપની વાળા ઉપર સુધી પહોંચ ધરાવતા હોય અમે કાઈ નથી કહી શકતા. એવો જવાબ મળતા સદસ્યે આખરે ગાંધીનગર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી વિદ્યાર્થીઓ અને ઘૂડખર માટે જોખમી સાબિત થાય તેવી કામગીરી સત્વરે બંધ કરાવવાની માંગ કરી છે.
તાત્કાલિક કાર્યવાહી કરવા ઉચ્ચકક્ષાએ ધા નાંખી
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના ભાજપના સદસ્ય પપ્પુભાઈ ઠાકોરે જણાવેલ કે કૃષ્ણનગર સ્કૂલ અને ઘુડખર અભ્યારણને અડીને સોલાર પ્લાન્ટવાળા ખુલ્લા વાયર દોડાવી અને ભારે ઘોંઘાટ સાથે મીક્ષર પ્લાન્ટ સહિત ભારે સાધનો વાહનોથી કામ કરતા હોવાથી વિદ્યાર્થીઓ અને ઘુડખર ઉપર જોખમ ઉભું થતા સ્થાનિક બાબુઓને રજૂઆત કરતા કંપનીવાળાથી ડરતા હોવાથી કાર્યવાહી કરતા ના હોવાથી મુખ્યમંત્રીને તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.