અમદાવાદમાં બનશે સૌથી મોટો ફૂડ પાર્ક, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સની ભારત મુલાકાત વખતે લેવાયેલો નિર્ણય
Gujarat’s Biggest Food Park In Ahmedabad: ઝડપી વિકાસ અને સુરક્ષાની દૃષ્ટિએ અમદાવાદ દેશમાં મોખરે બની રહ્યું છે. જેના પગલે મોટા-મોટા ઉદ્યોગો અને વિદેશીઓ અમદાવાદમાં રોકાણ વધારી રહ્યા છે. યુએઈએ ભારતનો સૌથી મોટો મોલ અમદાવાદમાં સ્થાપિત કરવાની તૈયારી બતાવ્યા બાદ હવે મેગા ફૂડ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે. આ મેગા ફૂડ પાર્ક માટે અમદાવાદના બાવળા નજીક ગુંદાનપુરા ગામની પસંદગી કરવામાં આવી શકે છે. જેનું કામકાજ 2025ના બીજા ત્રિમાસિકમાં શરુ થવાની શક્યતા છે. આ સંદર્ભે ગુજરાત સરકાર અને અબુધાબી ડેવલપમેન્ટ હોલ્ડિંગ કંપની વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.આ પણ વાંચોઃ આ ‘એર પોટેટો’ શું હોય છે? આ બટાકા જમીનની અંદર નહીં પણ હવામાં પેદા થાય છે...રાજ્યને થશે ફાયદોગુજરાતના આ મેગા ફૂડ પાર્કની મદદથી રાજ્યના ખેડૂતોની ખેત પેદાશોની સીધી મધ્ય-પૂર્વ દેશોમાં નિકાસ શક્ય બનશે. વિદેશી રોકાણમાં પણ વધારો થશે. તદુપરાંત આસપાસના વિસ્તારોની જમીનના ભાવ પણ ઉંચકાવવાની સંભાવના છે.યુએઈના લુલુ ગ્રુપ પણ અમદાવાદમાં 3.50 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવા રોકાણ કરશે. જેની પાછળ અંદાજે રૂ. 4000 કરોડનો ખર્ચ થશે. જે 3000થી વધુ લોકોને રોજગારી આપશે.ભારત અને યુએઈ વચ્ચે થયેલા પાંચ સમજૂતી કરારની યાદી1. ADNOC અને IOCL વચ્ચે લાંબા ગાળા માટે એલએનજી પુરવઠો પૂરો પાડવા માટેનો સમજૂતી કરાર2. ADNOC અને ISPRL વચ્ચે કરાર3. ENEC અને NPCIL વચ્ચે પણ બારાકાહ પરમાણુ પાવર પ્લાન્ટના સંચાલન તેમજ મેઇન્ટેન્સ માટે સમજૂતી કરાર4. એનર્જી ઇન્ડિયા અને ADNOC વચ્ચે અબુ ધાબી ઓનશોર બ્લોક-વન માટે ઉત્પાદન કન્સેશનનો કરાર5. ગુજરાત સરકાર અને PJSC વચ્ચે ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવવા માટેનો કરારઅબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદઅબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની મુલાકાતે આવ્યા છે, જેમાં પાંચ મહત્ત્વના કરાર કરવામાં આવ્યા છે. ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની આ પહેલી ભારત મુલાકાત છે. ક્રાઉન પ્રિન્સ સાથે UAE સરકારના અનેક મંત્રીઓ અને એક વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે.
![અમદાવાદમાં બનશે સૌથી મોટો ફૂડ પાર્ક, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સની ભારત મુલાકાત વખતે લેવાયેલો નિર્ણય](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1725972602657.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat’s Biggest Food Park In Ahmedabad: ઝડપી વિકાસ અને સુરક્ષાની દૃષ્ટિએ અમદાવાદ દેશમાં મોખરે બની રહ્યું છે. જેના પગલે મોટા-મોટા ઉદ્યોગો અને વિદેશીઓ અમદાવાદમાં રોકાણ વધારી રહ્યા છે. યુએઈએ ભારતનો સૌથી મોટો મોલ અમદાવાદમાં સ્થાપિત કરવાની તૈયારી બતાવ્યા બાદ હવે મેગા ફૂડ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે.
આ મેગા ફૂડ પાર્ક માટે અમદાવાદના બાવળા નજીક ગુંદાનપુરા ગામની પસંદગી કરવામાં આવી શકે છે. જેનું કામકાજ 2025ના બીજા ત્રિમાસિકમાં શરુ થવાની શક્યતા છે. આ સંદર્ભે ગુજરાત સરકાર અને અબુધાબી ડેવલપમેન્ટ હોલ્ડિંગ કંપની વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ આ ‘એર પોટેટો’ શું હોય છે? આ બટાકા જમીનની અંદર નહીં પણ હવામાં પેદા થાય છે...
રાજ્યને થશે ફાયદો
ગુજરાતના આ મેગા ફૂડ પાર્કની મદદથી રાજ્યના ખેડૂતોની ખેત પેદાશોની સીધી મધ્ય-પૂર્વ દેશોમાં નિકાસ શક્ય બનશે. વિદેશી રોકાણમાં પણ વધારો થશે. તદુપરાંત આસપાસના વિસ્તારોની જમીનના ભાવ પણ ઉંચકાવવાની સંભાવના છે.
યુએઈના લુલુ ગ્રુપ પણ અમદાવાદમાં 3.50 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવા રોકાણ કરશે. જેની પાછળ અંદાજે રૂ. 4000 કરોડનો ખર્ચ થશે. જે 3000થી વધુ લોકોને રોજગારી આપશે.
ભારત અને યુએઈ વચ્ચે થયેલા પાંચ સમજૂતી કરારની યાદી
1. ADNOC અને IOCL વચ્ચે લાંબા ગાળા માટે એલએનજી પુરવઠો પૂરો પાડવા માટેનો સમજૂતી કરાર
2. ADNOC અને ISPRL વચ્ચે કરાર
3. ENEC અને NPCIL વચ્ચે પણ બારાકાહ પરમાણુ પાવર પ્લાન્ટના સંચાલન તેમજ મેઇન્ટેન્સ માટે સમજૂતી કરાર
4. એનર્જી ઇન્ડિયા અને ADNOC વચ્ચે અબુ ધાબી ઓનશોર બ્લોક-વન માટે ઉત્પાદન કન્સેશનનો કરાર
5. ગુજરાત સરકાર અને PJSC વચ્ચે ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવવા માટેનો કરાર
અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ
અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની મુલાકાતે આવ્યા છે, જેમાં પાંચ મહત્ત્વના કરાર કરવામાં આવ્યા છે. ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની આ પહેલી ભારત મુલાકાત છે. ક્રાઉન પ્રિન્સ સાથે UAE સરકારના અનેક મંત્રીઓ અને એક વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે.