Gandhinagar: જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો, માત્ર બે મહિનામાં 200ખેડૂતો જોડાયા

જિલ્લામાં દિનપ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. બે મહિનામાં જિલ્લાના 200 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.આજે હરિપુરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આસપાસના ગામડાઓમાંથી 55 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રેરણા પ્રવાસ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. જે અંતર્ગત દોલારાણા વાસણા ખાતે આવેલ હરિપુરા (બોરિયા) ગામના જશુજી બળદેવજી મકવાણાના પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે આજે આ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન કલેક્ટરે ખેડૂતોને સાંસ્કૃતિક વારસો જાળવી પ્રકૃતિ તરફ પાછા વળી પ્રાકૃતિક કૃષિ અપનાવવાની પણ અપીલ કરી હતી. તેઓે ખેડૂતોને રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળવાની પહેલ કરવા તેમજ પ્રથમ જમીનના થોડા ભાગમાં પ્રાકૃતિક કૃષિ ચાલુ રાખવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવો પણ ઉપસ્થિત અન્ય ખેડૂતો સમક્ષ વર્ણવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.કે. કેવડિયાએ જણાવ્યુ હતુ કે, જિલ્લામાં છેલ્લા બે માસમાં 200 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.

Gandhinagar: જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો, માત્ર બે મહિનામાં 200ખેડૂતો જોડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જિલ્લામાં દિનપ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. બે મહિનામાં જિલ્લાના 200 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.

આજે હરિપુરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આસપાસના ગામડાઓમાંથી 55 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રેરણા પ્રવાસ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. જે અંતર્ગત દોલારાણા વાસણા ખાતે આવેલ હરિપુરા (બોરિયા) ગામના જશુજી બળદેવજી મકવાણાના પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે આજે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ દરમિયાન કલેક્ટરે ખેડૂતોને સાંસ્કૃતિક વારસો જાળવી પ્રકૃતિ તરફ પાછા વળી પ્રાકૃતિક કૃષિ અપનાવવાની પણ અપીલ કરી હતી. તેઓે ખેડૂતોને રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળવાની પહેલ કરવા તેમજ પ્રથમ જમીનના થોડા ભાગમાં પ્રાકૃતિક કૃષિ ચાલુ રાખવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવો પણ ઉપસ્થિત અન્ય ખેડૂતો સમક્ષ વર્ણવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.કે. કેવડિયાએ જણાવ્યુ હતુ કે, જિલ્લામાં છેલ્લા બે માસમાં 200 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.