Dwarkaમાં યુવાન બન્યો હનીટ્રેપનો શિકાર, 1.13 લાખ રૂપિયા ગુમાવ્યા

Feb 3, 2025 - 22:00
Dwarkaમાં યુવાન બન્યો હનીટ્રેપનો શિકાર, 1.13 લાખ રૂપિયા ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના વડત્રા ગામનો યુવાન હની ટ્રેપનો શિકાર બન્યો છે. બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકીઓ આપીને યુવાન પાસે રૂપિયા પડાવવામાં આવ્યા છે. જામ ખંભાળિયાના વડત્રા ગામના જીતેન્દ્ર ભાડોલીયા નામના યુવાનને ચીટર ટોળકીએ હની ટ્રેપનો શિકાર બનાવી અને નોંધપાત્ર રકમ ખંખેરી લેતા આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહીમાં 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

ફરિયાદી જીતેન્દ્ર ભાડોલીયા પાસેથી રૂ.1.13 લાખ પડાવ્યા

આ અંગે પોલીસ સુત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જામ ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા જીતેન્દ્રભાઈ વાડોલીયા નામના યુવાનને જામ ખંભાળિયાની હીના મેઘનાથી નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત જેવો વ્યવહાર વધતા અને આ પછી યુવતી હિના મેઘનાથીએ જીતેન્દ્ર ભાડોલીયા નામના યુવાનને પ્રેમ જાળમાં ફસાવી અને શરીર સંબંધ બાંધવા સહિતની બાબતે હનીફ નામના શખ્સે હિનાનો પતિ હોવાની ઓળખ આપી અને અન્ય શખ્સો સાથે જીતેન્દ્ર ભાડોલીયાને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી તેની પાસેથી સમયાંતરે પૈસાની માગણી કરાઈ હતી. જેથી ભોગ બનેલા યુવાને ટુકડે ટુકડે કુલ રૂપિયા 1,13,500ની રકમ યુવતી તેમજ તેની સાથેના મળતિયાઓને ચૂકવી હતી.

આરોપી દિલીપસિંહ વાઢેરની પણ પોલીસે કરી ધરપકડ

આ પછી સમગ્ર ઘટના સંદર્ભે યુવાને જામ ખંભાળિયા પોલીસનો સંપર્ક સાધી અને આપવીતી વર્ણવતા આ પ્રકરણમાં પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની ટીમ દ્વારા સઘન કામગીરી કરીને આ પ્રકરણમાં સંડોવાયેલા હનીફશા સલીમશા શાહમદાર, વિશાલ સીદુ માયાણી અને દિલીપસિંહ જીતુભા વાઢેર નામના ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા. ત્રણેય શખ્સોની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ અર્થે નામદાર કોર્ટમાં રજુ કરીને રીમાન્ડની માગ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ પીએસઆઇ એમ. આર.બારડ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0