Chotila: આપાગીગાના ઓટલે દશેરાના પર્વે નવરાત્રિઅનુષ્ઠાન મહોત્સવ: 10હજાર બાળાઓએ ગરબાની રમઝટ જમાવી

રાજકોટ હાઇવે પર ચોટીલાથી પાંચ કિલોમીટર દૂર આવેલા આપાગીગાના ઓટલા ખાતે આ વર્ષે પણ દશેરાના પર્વે રાજકોટ અને સુરેન્દ્રનગર શહેર અને બંને જિલ્લા ગ્રામ્યમાંથી 10,000 બાળાઓ ગરબે રમવા આવી હતી.આ પ્રસંગે ગાયક વિશાલ વરૂએ ગરબાની રમઝટ બોલાવી હતી. સાથે આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા દરેક દીકરીઓને સ્ટીલની બરણી અને રોકડ રૂ. 50 લ્હાણી પેટે આપવામાં આવ્યા હતા. તેમજ મંદિરમાં હવન અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અન્નકૂટની પ્રસાદી દીકરીઓને ભોજન પ્રસાદમા આપવામાં આવી હતી. અનુષ્ઠાનની ઉજવણીમાં અખાડાના સંત ગોપાલગીરી બાપુ, નાની મોલડી આપારતાની જગ્યાના મહંત દાદ બાપુ મેસરીયા, આપાઝાલાની જગ્યાના મહંત બંશીદાસ બાપુ, આપા ઉકરડાની જગ્યાના મહંત જગદીશ બાપુ સહિત મોટી સંખ્યામાં સાધુ સંતોની હાજરી રહી હતી.

Chotila: આપાગીગાના ઓટલે દશેરાના પર્વે નવરાત્રિઅનુષ્ઠાન મહોત્સવ: 10હજાર બાળાઓએ ગરબાની રમઝટ જમાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ હાઇવે પર ચોટીલાથી પાંચ કિલોમીટર દૂર આવેલા આપાગીગાના ઓટલા ખાતે આ વર્ષે પણ દશેરાના પર્વે રાજકોટ અને સુરેન્દ્રનગર શહેર અને બંને જિલ્લા ગ્રામ્યમાંથી 10,000 બાળાઓ ગરબે રમવા આવી હતી.

આ પ્રસંગે ગાયક વિશાલ વરૂએ ગરબાની રમઝટ બોલાવી હતી. સાથે આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા દરેક દીકરીઓને સ્ટીલની બરણી અને રોકડ રૂ. 50 લ્હાણી પેટે આપવામાં આવ્યા હતા. તેમજ મંદિરમાં હવન અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અન્નકૂટની પ્રસાદી દીકરીઓને ભોજન પ્રસાદમા આપવામાં આવી હતી. અનુષ્ઠાનની ઉજવણીમાં અખાડાના સંત ગોપાલગીરી બાપુ, નાની મોલડી આપારતાની જગ્યાના મહંત દાદ બાપુ મેસરીયા, આપાઝાલાની જગ્યાના મહંત બંશીદાસ બાપુ, આપા ઉકરડાની જગ્યાના મહંત જગદીશ બાપુ સહિત મોટી સંખ્યામાં સાધુ સંતોની હાજરી રહી હતી.