વડોદરાની અંજના હોસ્પિટલમાં સરકારી યોજનામાં ગેરરીતિની આશંકાથી આરોગ્ય વિભાગ દોડતું થયું

Vadodara News : વડોદરાના ભાયલી-સેવાસી રોડ પર આવેલી અંજના હોસ્પિટલમાં સરકારી યોજનાનો ખોટી રીતે લાભ લેવા અંગેની જાણકારી વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગને મળતા આજે આરોગ્ય અમલદાર દિવ્યેશ પટેલની સૂચનાથી ડોક્ટરોની એક ટીમે અંજના હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી.અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજના થકી ખોટી રીતે આર્થિક લાભ લેવાની લ્હાયમાં મહેસાણા જિલ્લાનાં બોરીસણા ગામના બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ મામલે ભારે હોબાળો થતા અન્ય હોસ્પિટલ્સમાં તપાસ શરૂ કરી દેવાઈ છે. જે તપાસમાં હોસ્પિટલ તંત્રનાં એક પછી એક કૌભાંડ બહાર આવ્યા છે. જેને પગલે આરોગ્ય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.

વડોદરાની અંજના હોસ્પિટલમાં સરકારી યોજનામાં ગેરરીતિની આશંકાથી આરોગ્ય વિભાગ દોડતું થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara News : વડોદરાના ભાયલી-સેવાસી રોડ પર આવેલી અંજના હોસ્પિટલમાં સરકારી યોજનાનો ખોટી રીતે લાભ લેવા અંગેની જાણકારી વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગને મળતા આજે આરોગ્ય અમલદાર દિવ્યેશ પટેલની સૂચનાથી ડોક્ટરોની એક ટીમે અંજના હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજના થકી ખોટી રીતે આર્થિક લાભ લેવાની લ્હાયમાં મહેસાણા જિલ્લાનાં બોરીસણા ગામના બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ મામલે ભારે હોબાળો થતા અન્ય હોસ્પિટલ્સમાં તપાસ શરૂ કરી દેવાઈ છે. જે તપાસમાં હોસ્પિટલ તંત્રનાં એક પછી એક કૌભાંડ બહાર આવ્યા છે. જેને પગલે આરોગ્ય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.