Agriculture News: જંતુનાશક દવાઓ ઝેર..! ઉપયોગ કરતા ચેતજો, આ બાબતોનું રાખજો ધ્યાન

ખેડુતમિત્રો, તમે જાણો છો! યોગ્ય પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ કરીને રોગ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે.પરંતુ જે આ દવા છંટકાવ સમયે યોગ્ય કાળજી લેવામાં ન આવે અને જે દવાની ઝેરી અસર અને દવા અંગે સામાન્ય જ્ઞાન ન હોય તો ખેડૂતના સ્વાસ્થય સામે જોખમ ઉભું થાય છે અને ઘણી વખત ઝેરના લીધે આકસ્મિક મૃત્યુ થવાના બનાવો પણ બને છે. જેથી આવી જંતુનાશક દવા સાથે કામ કરતી વખતે સાવચેતી અને કઈ કાળજી લેવી તે વિશે વિગતવાર માહિતી જોઇએ. વાદળછાયું વાતાવરણમાં ખેડૂતે દવાનો છંટકાવ કરતી વખતે ખાસ કાળજી લેવાની જરૂર છે. પાકને રોગો અને જીવાતોની અસર થઈ રહી છે, આવી સ્થિતિમાં ખેડૂતોને ખેતરોમાં જંતુનાશકો અને હર્બિસાઈડ્સનો છંટકાવ કરતી વખતે થોડી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. ખેતરોમાં દવાનો છંટકાવ કરતી વખતે નાની નાની બાબતો પર ધ્યાન આપવાથી મોટા જોખમો ટાળી શકાય છે.પાકમાં દવા છાંટતી વખતે રાખો કાળજીજે દવાઓ વધુ વાયુયુક્ત અસર ધરાવે છે તે ખેડૂતોને વધુ આડઅસર કરે છે. આવી સ્થિતિમાં ખેડૂતોએ ક્યારેય પણ ખાલી પેટે દવાનો છંટકાવ કરવો જોઈએ નહીં. ખેડૂતોએ સૂકા રૂમાલથી નાક અને મોં બાંધવા જોઈએ નહીં. સૂકા ટુવાલને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને દવાનો ગેસ પણ આવે છે. તેથી, ટુવાલને ભીનો કરીને બાંધવો જોઈએ. જો ટુવાલ ભીનો રહે છે, તો દવા પાણીના કણોને પસાર કરવામાં અસમર્થ છે અને આ વધુ રક્ષણ પૂરું પાડે છે.દવાનો સંગ્રહ કરતી વખતે આ બાબતનું રાખો ધ્યાનદવાના પેકીંગ ઉપર લખેલ લેબલ કાળજીપૂર્વક વાંચી અને તેના ઉપર કંપની તરફથી આપવામાં આવેલ સૂચના પ્રમાણે વર્તવું, જે ખેડૂત અભણ હોય તો ભણેલા પાસે સૂચના વંચાવ્યા અને સૂચના સમજીને પછી જ દવાનો ઉપયોગ કરવો. જે તે દવાને પોતાના અસલ લેબલવાળા પેકીંગમાં જ રાખવી. બહારનું લેબલ જુદુ હોય અને અંદર દવા બીજી હોય તેવું કરવાનું ટાળવું. બાળકો, વૃદ્ધો તથા પરિવારના જે સભ્યો ખેતી કાર્ય સાથે સંકળાયેલ ન હોય અને પાલતું પશુઓના સંપર્કમાં ન આવે તેવી રીતે તાળું મારીને હવા-ઉજાસવાળા સ્ટોરરૂમમાં જંતુનાશક દવાનો સંગ્રહ કરવો હિતાવહ છે. જંતુનાશક દવાનો સંગ્રહ ખોરાક તથા ખાદ્ય પદાર્થથી હંમેશા અલગ સંગ્રહ કરવો. મુદત વિતેલ તારીખની તેમજ લીકેજ થઇ ગયેલ પેકીંગવાળી દવાનો સંગ્રહ ન કરતાં તેને જમીનમાં દાટી નિકાલ કરવો. દવાની ઝેરી અસર થાય અને ડોકટર આવે કે દવાખાને પહોંચીએ. તે પહેલાં દર્દીન પ્રાથમિક સારવાર આપવી ખાસ જરૂરી બની રહે છે. દવા કે તેના ખાલી ટીન કોઇપણ સંજોગોમાં ઘરવપરાશના ઉપયોગમાં લેવા નહીં કે નદી- પાણી કે અન્ય સ્થળે ફેંકી ન દેતાં તેને ખાડો ખોદી જમીનમાં દાટી દેવા. કોઇપણ સંજોગોમાં વધારે ભેજવાળી કે ગરમ જગ્યાએ દવાનો સંગ્રહ કરવો નહીં.ઝેરી અસર સામે પ્રાથમિક સારવાર પ્રતિકૂળ સંજોગોમાં દવાની ઝેરી અસર થાય અને ડોકટર આવે કે દવાખાને પહોંચીએ તે પહેલાં દર્દીને પ્રાથમિક સારવાર આપવી ખાસ જરૂરી બની રહે છે. જેથી જાનહાનિ નિવારી શકાય છે. આવા સમયે વધારે અસર હોય તો 108 નંબર પર કોલ કરી શકાય છે. ચામડી ઉપર ઝેરી અસર થઇ હોય તો તાત્કાલીક દર્દીના દવાવાળા કપડી બદલી નાખવા અથવા ધોઇને ફરીથી પહેરાવવા. આાંખમાં ઝેરની અસર જણાય તો 10-15 મિનિટ પાણીનો છંટકાવ કરી આાંખ બરાબર સાફ કરવી અને આવી પરિસ્થિતિમાં ડોકટરની સલાહ વગર કોઇપણ રસાયણ કે દવા આાંખમાં નાખવી નહીં. શ્વાસોશ્વાસમાં ઝેરની અસર જણાય તો દર્દીને તાજી અને ખૂલ્લી હવા મળી રહે તેવી જગ્યાએ રાખવો. દર્દીને તાત્કાલીક આરામ આપવો. શક્ય હોય ત્યાં સુધી ચલાવવો નહીં. દર્દીના કપડા ઢીલા કરી નાખવા. શ્વાસોશ્વાસમાં તકલીફ ઉભી થાય તો કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા, દર્દીને શાંત રાખવો, માદક પીણા આપવા નહીં. આાંતરિક ઝેરી અસર જણાય તો દર્દીને તાત્કાલીક મીઠાનું ગરમ પાણી પાઇ ઉલ્ટી કરાવવી. એક ચમચી મીઠું એક પ્યાલો ગરમ પાણીમાં ઓગાળીને આપવું. જયાં સુધી ઉલ્ટીમાં ચોખ્યું પાણી ન નીકળે ત્યાં સુધી આમ કરવું. જે ખેડૂત આટલા મુદ્દા જાણે અને તેને અનુસરે તો જંતુનાશકની હાનિકારક અસરોથી મોટાભાગે બચી શકાય. ખેડૂતોએ દવાનો છંટકાવ કરતી વખતે ગોગલ્સનો ઉપયોગ અવશ્ય કરવો. હવાના પ્રવાહ સામે ક્યારેય છંટકાવ કરશો નહીં. જો ખેડૂતોને ક્યારેય દવાની કોઈ આડઅસર જણાય, તો તેઓએ જે દવાનો છંટકાવ કરી રહ્યા છે તેનો ડબ્બો તેમની સાથે રાખવો જોઈએ. જેથી જ્યારે પણ તમે પ્રાથમિક સારવાર માટે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમારે તે ડબ્બો તમારી સાથે લેવો જ જોઈએ. તે ડબ્બા પર કયા એન્ટિડોટનો ઉપયોગ કરવો જોઈએ તેનો ઉલ્લેખ હોય છે. દરેક દવામાં અલગ-અલગ એન્ટિડોટ હોય છે, ખેતરોમાં છાંટવામાં આવતી દવા એક પ્રકારનું ઝેર છે. એક ઝેર દૂર કરવા માટે, બીજા ઝેરનો ઉપયોગ થાય છે. આ સિવાય કોઈ પણ પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓ રાખવા માટે જંતુનાશક દવાના ખાલી ડબ્બાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.  

Agriculture News: જંતુનાશક દવાઓ ઝેર..! ઉપયોગ કરતા ચેતજો, આ બાબતોનું રાખજો ધ્યાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડુતમિત્રો, તમે જાણો છો! યોગ્ય પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ કરીને રોગ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે.પરંતુ જે આ દવા છંટકાવ સમયે યોગ્ય કાળજી લેવામાં ન આવે અને જે દવાની ઝેરી અસર અને દવા અંગે સામાન્ય જ્ઞાન ન હોય તો ખેડૂતના સ્વાસ્થય સામે જોખમ ઉભું થાય છે અને ઘણી વખત ઝેરના લીધે આકસ્મિક મૃત્યુ થવાના બનાવો પણ બને છે. જેથી આવી જંતુનાશક દવા સાથે કામ કરતી વખતે સાવચેતી અને કઈ કાળજી લેવી તે વિશે વિગતવાર માહિતી જોઇએ.

વાદળછાયું વાતાવરણમાં ખેડૂતે દવાનો છંટકાવ કરતી વખતે ખાસ કાળજી લેવાની જરૂર છે. પાકને રોગો અને જીવાતોની અસર થઈ રહી છે, આવી સ્થિતિમાં ખેડૂતોને ખેતરોમાં જંતુનાશકો અને હર્બિસાઈડ્સનો છંટકાવ કરતી વખતે થોડી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. ખેતરોમાં દવાનો છંટકાવ કરતી વખતે નાની નાની બાબતો પર ધ્યાન આપવાથી મોટા જોખમો ટાળી શકાય છે.

પાકમાં દવા છાંટતી વખતે રાખો કાળજી

જે દવાઓ વધુ વાયુયુક્ત અસર ધરાવે છે તે ખેડૂતોને વધુ આડઅસર કરે છે. આવી સ્થિતિમાં ખેડૂતોએ ક્યારેય પણ ખાલી પેટે દવાનો છંટકાવ કરવો જોઈએ નહીં. ખેડૂતોએ સૂકા રૂમાલથી નાક અને મોં બાંધવા જોઈએ નહીં. સૂકા ટુવાલને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને દવાનો ગેસ પણ આવે છે. તેથી, ટુવાલને ભીનો કરીને બાંધવો જોઈએ. જો ટુવાલ ભીનો રહે છે, તો દવા પાણીના કણોને પસાર કરવામાં અસમર્થ છે અને આ વધુ રક્ષણ પૂરું પાડે છે.

દવાનો સંગ્રહ કરતી વખતે આ બાબતનું રાખો ધ્યાન

  • દવાના પેકીંગ ઉપર લખેલ લેબલ કાળજીપૂર્વક વાંચી અને તેના ઉપર કંપની તરફથી આપવામાં આવેલ સૂચના પ્રમાણે વર્તવું, જે ખેડૂત અભણ હોય તો ભણેલા પાસે સૂચના વંચાવ્યા અને સૂચના સમજીને પછી જ દવાનો ઉપયોગ કરવો.
  • જે તે દવાને પોતાના અસલ લેબલવાળા પેકીંગમાં જ રાખવી. બહારનું લેબલ જુદુ હોય અને અંદર દવા બીજી હોય તેવું કરવાનું ટાળવું.
  • બાળકો, વૃદ્ધો તથા પરિવારના જે સભ્યો ખેતી કાર્ય સાથે સંકળાયેલ ન હોય અને પાલતું પશુઓના સંપર્કમાં ન આવે તેવી રીતે તાળું મારીને હવા-ઉજાસવાળા સ્ટોરરૂમમાં જંતુનાશક દવાનો સંગ્રહ કરવો હિતાવહ છે.
  • જંતુનાશક દવાનો સંગ્રહ ખોરાક તથા ખાદ્ય પદાર્થથી હંમેશા અલગ સંગ્રહ કરવો.
  • મુદત વિતેલ તારીખની તેમજ લીકેજ થઇ ગયેલ પેકીંગવાળી દવાનો સંગ્રહ ન કરતાં તેને જમીનમાં દાટી નિકાલ કરવો.
  • દવાની ઝેરી અસર થાય અને ડોકટર આવે કે દવાખાને પહોંચીએ. તે પહેલાં દર્દીન પ્રાથમિક સારવાર આપવી ખાસ જરૂરી બની રહે છે.
  • દવા કે તેના ખાલી ટીન કોઇપણ સંજોગોમાં ઘરવપરાશના ઉપયોગમાં લેવા નહીં કે નદી- પાણી કે અન્ય સ્થળે ફેંકી ન દેતાં તેને ખાડો ખોદી જમીનમાં દાટી દેવા.
  • કોઇપણ સંજોગોમાં વધારે ભેજવાળી કે ગરમ જગ્યાએ દવાનો સંગ્રહ કરવો નહીં.

ઝેરી અસર સામે પ્રાથમિક સારવાર

  • પ્રતિકૂળ સંજોગોમાં દવાની ઝેરી અસર થાય અને ડોકટર આવે કે દવાખાને પહોંચીએ તે પહેલાં દર્દીને પ્રાથમિક સારવાર આપવી ખાસ જરૂરી બની રહે છે. જેથી જાનહાનિ નિવારી શકાય છે. આવા સમયે વધારે અસર હોય તો 108 નંબર પર કોલ કરી શકાય છે.
  • ચામડી ઉપર ઝેરી અસર થઇ હોય તો તાત્કાલીક દર્દીના દવાવાળા કપડી બદલી નાખવા અથવા ધોઇને ફરીથી પહેરાવવા.
  • આાંખમાં ઝેરની અસર જણાય તો 10-15 મિનિટ પાણીનો છંટકાવ કરી આાંખ બરાબર સાફ કરવી અને આવી પરિસ્થિતિમાં ડોકટરની સલાહ વગર કોઇપણ રસાયણ કે દવા આાંખમાં નાખવી નહીં.
  • શ્વાસોશ્વાસમાં ઝેરની અસર જણાય તો દર્દીને તાજી અને ખૂલ્લી હવા મળી રહે તેવી જગ્યાએ રાખવો. દર્દીને તાત્કાલીક આરામ આપવો. શક્ય હોય ત્યાં સુધી ચલાવવો નહીં.
  • દર્દીના કપડા ઢીલા કરી નાખવા. શ્વાસોશ્વાસમાં તકલીફ ઉભી થાય તો કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા, દર્દીને શાંત રાખવો, માદક પીણા આપવા નહીં.
  • આાંતરિક ઝેરી અસર જણાય તો દર્દીને તાત્કાલીક મીઠાનું ગરમ પાણી પાઇ ઉલ્ટી કરાવવી. એક ચમચી મીઠું એક પ્યાલો ગરમ પાણીમાં ઓગાળીને આપવું. જયાં સુધી ઉલ્ટીમાં ચોખ્યું પાણી ન નીકળે ત્યાં સુધી આમ કરવું.

જે ખેડૂત આટલા મુદ્દા જાણે અને તેને અનુસરે તો જંતુનાશકની હાનિકારક અસરોથી મોટાભાગે બચી શકાય. ખેડૂતોએ દવાનો છંટકાવ કરતી વખતે ગોગલ્સનો ઉપયોગ અવશ્ય કરવો. હવાના પ્રવાહ સામે ક્યારેય છંટકાવ કરશો નહીં. જો ખેડૂતોને ક્યારેય દવાની કોઈ આડઅસર જણાય, તો તેઓએ જે દવાનો છંટકાવ કરી રહ્યા છે તેનો ડબ્બો તેમની સાથે રાખવો જોઈએ. જેથી જ્યારે પણ તમે પ્રાથમિક સારવાર માટે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમારે તે ડબ્બો તમારી સાથે લેવો જ જોઈએ. તે ડબ્બા પર કયા એન્ટિડોટનો ઉપયોગ કરવો જોઈએ તેનો ઉલ્લેખ હોય છે. દરેક દવામાં અલગ-અલગ એન્ટિડોટ હોય છે, ખેતરોમાં છાંટવામાં આવતી દવા એક પ્રકારનું ઝેર છે. એક ઝેર દૂર કરવા માટે, બીજા ઝેરનો ઉપયોગ થાય છે. આ સિવાય કોઈ પણ પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓ રાખવા માટે જંતુનાશક દવાના ખાલી ડબ્બાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.