Surendranagarમાં ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 38 વાનને લીલીઝંડી અપાઈ
આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેકટર કે.સી.સંપટ સહિતના મહાનુભાવોએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે ૩૮ જેટલી કલેક્શન વાનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ભીનો અને સુકો કચરો અલગ નખાય છે આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતેથી ડોર ટુ ડોર સુકા અને ભીનાં કચરાનાં કલેકશન માટે ૩૮ જેટલી ગાડીઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આગામી સમયમાં શહેરમાં ૧૦૦ જેટલી ગાડીઓ દ્વારા કચરાનું કલેકશન કરી, યોગ્ય જગ્યાએ ડમ્પ કરીને શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે. શહેરના અગ્રણીઓ રહ્યાં હાજર વધુમાં તેમણે નગરવાસીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પોતાના ઘરમાં એકઠો થયેલો કચરો રોડ પર ગમે ત્યાં ફેંકવાના સ્થાને ડોર ટુ ડોર કલેકશન માટે આવતા વાહનોમાં જ નાખી શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.આ તકે અગ્રણી વર્ષાબેન દોશી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, વિરેન્દ્ર આચાર્ય, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા,એસ. કે. કટારા સહિત મહાનગરપાલિકાનાં સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેકટર કે.સી.સંપટ સહિતના મહાનુભાવોએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે ૩૮ જેટલી કલેક્શન વાનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
ભીનો અને સુકો કચરો અલગ નખાય છે
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતેથી ડોર ટુ ડોર સુકા અને ભીનાં કચરાનાં કલેકશન માટે ૩૮ જેટલી ગાડીઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આગામી સમયમાં શહેરમાં ૧૦૦ જેટલી ગાડીઓ દ્વારા કચરાનું કલેકશન કરી, યોગ્ય જગ્યાએ ડમ્પ કરીને શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે.
શહેરના અગ્રણીઓ રહ્યાં હાજર
વધુમાં તેમણે નગરવાસીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પોતાના ઘરમાં એકઠો થયેલો કચરો રોડ પર ગમે ત્યાં ફેંકવાના સ્થાને ડોર ટુ ડોર કલેકશન માટે આવતા વાહનોમાં જ નાખી શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.આ તકે અગ્રણી વર્ષાબેન દોશી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, વિરેન્દ્ર આચાર્ય, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા,એસ. કે. કટારા સહિત મહાનગરપાલિકાનાં સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.