Surat: વેસુમાં આવાસ યોજનાના નામે 9 મહિલાઓ પાસે 66.64 લાખની ઠગાઈ

સુરતમાં આવાસ યોજનાના નામે 66.64 લાખની ઠગાઈ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, વેસુ વિસ્તારની 9 મહિલાઓ પાસે ઠગ ત્રિપુટીએ આવાસ અપાવવાનું કહી રૂપિયા 66.64 લાખ પડાવ્યા હતા.  ઠગબાજોએ આવાસ ન અપાવી હાથ અધ્ધર કર્યા હતા. સમગ્ર ઘટના માલે  મહિલાઓએ અલથાણ પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ, સુરતના વેસુ વિસ્તારમાં ગઠિયાએ પોતાને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અધિકારીઓ સાથે સંપર્ક છે તેવું કહીને લોકોને મકાન અપાવવાનું કહીને લોકો પાસેથી અલગ અલગ રકમ લીધી હતી. ત્યાર બાદ લોકોને વાયદા કરીને મકાન અપાવ્યું નહોતું તથા મકાનના નામે લીધેલી રકમ પણ પરત કરી ન હતી જે બાદ 9 મહિલાઓએ સમગ્ર મામલે અલથાણ પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે. પ્રધાન મંત્રી આવસ યોજના ના નામે વેસુની મહિલા સાથે છેતરપિંડી કરનારા ઠગ ત્રિપુટીએ UPI અને રોકડ મળી 66.64 લાખ પડાવી લીધા હતા. અવાર નવાર આ ઠગ વાયદાઓ કરતા હતા. આખરે મહિલાઓએ સમગ્ર મામલે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ત્રિપુટીએ આવાસ અપાવવાનું કહી રૂપિયા પડાવવા માટે લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. અવાર-નવાર મહિલાઓ દ્વારા પૂછવામાં આવતું હતું કે અમારા આવાસ માટે હવે કેટલેક પ્રોસેસ પહોંચી તો તે લોકો વાયદાઓ આપતા હતા. આખરે આ ઠગ લોકોએ આવાસ નહી અપાવી હાથ અઘ્ધર કર્યા અને 9 મહિલાઓ સાથે 66.64 લાખની ઠગાઈ આચરી હતી. ભોગ બનનાર લોકોએ અલથાણ પોલીસ મથકે પહોંચીને હલ્લાબોલ મચાવ્યો અને આ ઠગ લોકોને સબક સીખવાડો અને કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

Surat: વેસુમાં આવાસ યોજનાના નામે 9 મહિલાઓ પાસે 66.64 લાખની ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં આવાસ યોજનાના નામે 66.64 લાખની ઠગાઈ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, વેસુ વિસ્તારની 9 મહિલાઓ પાસે ઠગ ત્રિપુટીએ આવાસ અપાવવાનું કહી રૂપિયા 66.64 લાખ પડાવ્યા હતા.  ઠગબાજોએ આવાસ ન અપાવી હાથ અધ્ધર કર્યા હતા. સમગ્ર ઘટના માલે  મહિલાઓએ અલથાણ પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, સુરતના વેસુ વિસ્તારમાં ગઠિયાએ પોતાને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અધિકારીઓ સાથે સંપર્ક છે તેવું કહીને લોકોને મકાન અપાવવાનું કહીને લોકો પાસેથી અલગ અલગ રકમ લીધી હતી. ત્યાર બાદ લોકોને વાયદા કરીને મકાન અપાવ્યું નહોતું તથા મકાનના નામે લીધેલી રકમ પણ પરત કરી ન હતી જે બાદ 9 મહિલાઓએ સમગ્ર મામલે અલથાણ પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે. 

પ્રધાન મંત્રી આવસ યોજના ના નામે વેસુની મહિલા સાથે છેતરપિંડી કરનારા ઠગ ત્રિપુટીએ UPI અને રોકડ મળી 66.64 લાખ પડાવી લીધા હતા. અવાર નવાર આ ઠગ વાયદાઓ કરતા હતા. આખરે મહિલાઓએ સમગ્ર મામલે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ત્રિપુટીએ આવાસ અપાવવાનું કહી રૂપિયા પડાવવા માટે લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. અવાર-નવાર મહિલાઓ દ્વારા પૂછવામાં આવતું હતું કે અમારા આવાસ માટે હવે કેટલેક પ્રોસેસ પહોંચી તો તે લોકો વાયદાઓ આપતા હતા. આખરે આ ઠગ લોકોએ આવાસ નહી અપાવી હાથ અઘ્ધર કર્યા અને 9 મહિલાઓ સાથે 66.64 લાખની ઠગાઈ આચરી હતી. ભોગ બનનાર લોકોએ અલથાણ પોલીસ મથકે પહોંચીને હલ્લાબોલ મચાવ્યો અને આ ઠગ લોકોને સબક સીખવાડો અને કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.