Banaskanthaના આ ગામમા એક દિવસ પૂર્વે ઉજવાય છે રક્ષાબંધનનો તહેવાર,વાંચો Special Story

બનાસકાંઠાના ચડોતર ગામમા આજે રક્ષાબંધન ઉજવાય છે છેલ્લા ઘણા વર્ષોથી આ ગામમા આજ રીતે ચાલે છે પરંપરા ગામના પૂજારીએ કહ્યું હતુ કે એક દિવસ પહેલા રક્ષાબંધન કરો સમગ્ર ભારતમાં આવતીકાલે કાલે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે ત્યારે બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે અને એક દિવસ પૂર્વે એટલે કે આજે ભાઈને બહેન રાખડી બાંધીને ઉજવે છે. રક્ષાબંધનનાએક દિવસ પહેલા રક્ષાબંધન મનાવવા પાછળનું કારણ આપ જાણશો તો દંગ રહી જશો. પાલનપુરનુ ચડોતર ગામ પાલનપુરથી આઠ કીમી દુર આવેલ પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એક દિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે.છેલ્લા ઘાણા વર્ષોથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન મનાવવામાં આવે છે.ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નિકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકસાન થયું હતું તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.ત્યારે ગ્રામજનો એકત્ર થઈને ગામના પૂજારી પાસે ગયા ત્યારે પૂજારી એ ચડોતર ગામની સુખ અને સલામતીના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ આગાઉ ભાઈને રાખડી બાંધવાનું સુચન કર્યું હતું.ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામની યથાવત છે. ગામમા ફેલાયો હતો રોગચાળો લોક વાયકા મુજબ ગામમાં વર્ષો પહેલા ભયંકર રોગ ચાળો ફેલાઈ ગયો હતો જેના કારણે મોટા પ્રમાણમાં લોકો અને પશુઓના મોત નિપજ્યા હતા જેના કારણે ગામના લોકો ગભરાઈ ગયા હતા અને ગામના શિવજીના મંદિરમાં એક તપસ્વી સંત પાસે ગયા અને પુરી વાત કરી જેના કારણે પૂજારીએ કહ્યું કે આખા ગામ માંથી દૂધ ભેગું કરો અને આખા ગામના દરેક ખૂણે -ખૂણે છાંટી દો જેથી ગામના લોકોએ દૂધ ભેગું કરીને આખા ગામમા છંટકાવ કર્યો જેના કારણે થોડી જ વારમાં બધુ જ શાંત થઈ ગયું ત્યાર બાદ સંતે કહ્યું કે આજ પછી હવે રક્ષાબંધનના દિવસે આપડા ગામમા કોઇ બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધે નહી ત્યારથી લઈને આજ દિન સુધી ચડોતર ગામની એક પણ બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી નથી. આજે ઉજવાઈ રક્ષાબંધન દેશભરમાં આવતી કાલે ભાઈ-બહેનના પવિત્ર બંધન એવા રક્ષાબંધન ઉજવણી થનાર છે ત્યારે આજે રક્ષાબંધનના એક દિવસ અગાઉ પાલનપુર ના ચડોતર ગામની બહેનોએ આજે ભાઈ ને રાખડી બાંધીને ચડોતર ગામની રક્ષાબંધન ઉજવણીની 200 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત રાખી છે તો આ ગામની વહુઓ આજે પોતાના ઘરે તેમના પતિએ રાખડી બાંધવા આવેલી નણંદોની સ્વાગત કરી તેમની આગતા સ્વાગતા કરશે અને આવતીકાલે તેવો પોતાના પિયરમાં જઈને તેમના ભાઈઓને રાખડીઓ બાંધીને રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરશે.

Banaskanthaના આ ગામમા એક દિવસ પૂર્વે ઉજવાય છે રક્ષાબંધનનો તહેવાર,વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બનાસકાંઠાના ચડોતર ગામમા આજે રક્ષાબંધન ઉજવાય છે
  • છેલ્લા ઘણા વર્ષોથી આ ગામમા આજ રીતે ચાલે છે પરંપરા
  • ગામના પૂજારીએ કહ્યું હતુ કે એક દિવસ પહેલા રક્ષાબંધન કરો

સમગ્ર ભારતમાં આવતીકાલે કાલે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે ત્યારે બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે અને એક દિવસ પૂર્વે એટલે કે આજે ભાઈને બહેન રાખડી બાંધીને ઉજવે છે. રક્ષાબંધનનાએક દિવસ પહેલા રક્ષાબંધન મનાવવા પાછળનું કારણ આપ જાણશો તો દંગ રહી જશો.

પાલનપુરનુ ચડોતર ગામ

પાલનપુરથી આઠ કીમી દુર આવેલ પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એક દિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે.છેલ્લા ઘાણા વર્ષોથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન મનાવવામાં આવે છે.ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નિકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકસાન થયું હતું તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.ત્યારે ગ્રામજનો એકત્ર થઈને ગામના પૂજારી પાસે ગયા ત્યારે પૂજારી એ ચડોતર ગામની સુખ અને સલામતીના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ આગાઉ ભાઈને રાખડી બાંધવાનું સુચન કર્યું હતું.ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામની યથાવત છે.


ગામમા ફેલાયો હતો રોગચાળો

લોક વાયકા મુજબ ગામમાં વર્ષો પહેલા ભયંકર રોગ ચાળો ફેલાઈ ગયો હતો જેના કારણે મોટા પ્રમાણમાં લોકો અને પશુઓના મોત નિપજ્યા હતા જેના કારણે ગામના લોકો ગભરાઈ ગયા હતા અને ગામના શિવજીના મંદિરમાં એક તપસ્વી સંત પાસે ગયા અને પુરી વાત કરી જેના કારણે પૂજારીએ કહ્યું કે આખા ગામ માંથી દૂધ ભેગું કરો અને આખા ગામના દરેક ખૂણે -ખૂણે છાંટી દો જેથી ગામના લોકોએ દૂધ ભેગું કરીને આખા ગામમા છંટકાવ કર્યો જેના કારણે થોડી જ વારમાં બધુ જ શાંત થઈ ગયું ત્યાર બાદ સંતે કહ્યું કે આજ પછી હવે રક્ષાબંધનના દિવસે આપડા ગામમા કોઇ બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધે નહી ત્યારથી લઈને આજ દિન સુધી ચડોતર ગામની એક પણ બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી નથી.


આજે ઉજવાઈ રક્ષાબંધન

દેશભરમાં આવતી કાલે ભાઈ-બહેનના પવિત્ર બંધન એવા રક્ષાબંધન ઉજવણી થનાર છે ત્યારે આજે રક્ષાબંધનના એક દિવસ અગાઉ પાલનપુર ના ચડોતર ગામની બહેનોએ આજે ભાઈ ને રાખડી બાંધીને ચડોતર ગામની રક્ષાબંધન ઉજવણીની 200 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત રાખી છે તો આ ગામની વહુઓ આજે પોતાના ઘરે તેમના પતિએ રાખડી બાંધવા આવેલી નણંદોની સ્વાગત કરી તેમની આગતા સ્વાગતા કરશે અને આવતીકાલે તેવો પોતાના પિયરમાં જઈને તેમના ભાઈઓને રાખડીઓ બાંધીને રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરશે.