Gandhinagar: છ થી આઠ મહિનામાં ગુજરાતમાં ખેતી માટે દિવસે વીજળી મળશે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી શુક્રવારે રાજ્યભરમાં રવી કૃષિ મહોત્સવ- 2024નો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે આગામી છથી આઠ મહિનામાં જ ગુજરાતભરમાં ખેતી માટે ખેડૂતોને દિવસે વીજ પુરવઠો પૂરો પાડવા સરકારી તંત્ર કાર્યરત હોવાનુ જાહેર કર્યુ હતુ. એટલુ જ નહિ, જમીન- માનવીના સ્વાસ્થ્યને બગડતું અટકાવવા વધુને વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવી અપીલ પણ કરી હતી.રવી કૃષિમહોત્સવ મારફતે ખેડૂતો પોતાના ખેતરમાં કયો પાક લઈ શકે તેમજ કૃષિમાં વેલ્યુ એડિશન સહિતની સમજ તથા માર્ગદર્શન કૃષિ વૈજ્ઞાનિકો સામેથી ખેડૂતોને આપી રહ્યા છે. ડ્રોનનો ખેતીમાં ઉપયોગ અને ફાર્મ મિકેનિઝમને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી ખેડૂતોને તેના માટે પણ સહાય આપે છે તેનો લાભ લેવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ કુદરતી આફતો સામે પાકને થયેલા નુકશાન સામે રૂ.1419 કરોડનું જે પેકેજને સરકારે જાહેર કર્યુ તેમાંથી રૂ.1200 કરોડ જેટલી રકમ ચૂકવી પણ આપી છે. તેમણે એક- બે એકરથી શરૂ કરી ખેડૂતોએ અપનાવેલી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યાનું જણાવીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ચલાવાતા આ અભિયાનથી રાજ્યમાં અંદાજે 9. 85 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમ જણાવ્યું હતું. છઠ્ઠી અને સાતમી ડિસેમ્બર એમ બે દિવસ માટે આયોજિત આ મહોત્સવ 246થી વધુ તાલુકામાં યોજનાર છે. મુખ્યમંત્રીએ 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

Gandhinagar: છ થી આઠ મહિનામાં ગુજરાતમાં ખેતી માટે દિવસે વીજળી મળશે: મુખ્યમંત્રી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી શુક્રવારે રાજ્યભરમાં રવી કૃષિ મહોત્સવ- 2024નો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે આગામી છથી આઠ મહિનામાં જ ગુજરાતભરમાં ખેતી માટે ખેડૂતોને દિવસે વીજ પુરવઠો પૂરો પાડવા સરકારી તંત્ર કાર્યરત હોવાનુ જાહેર કર્યુ હતુ. એટલુ જ નહિ, જમીન- માનવીના સ્વાસ્થ્યને બગડતું અટકાવવા વધુને વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવી અપીલ પણ કરી હતી.

રવી કૃષિમહોત્સવ મારફતે ખેડૂતો પોતાના ખેતરમાં કયો પાક લઈ શકે તેમજ કૃષિમાં વેલ્યુ એડિશન સહિતની સમજ તથા માર્ગદર્શન કૃષિ વૈજ્ઞાનિકો સામેથી ખેડૂતોને આપી રહ્યા છે. ડ્રોનનો ખેતીમાં ઉપયોગ અને ફાર્મ મિકેનિઝમને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી ખેડૂતોને તેના માટે પણ સહાય આપે છે તેનો લાભ લેવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ કુદરતી આફતો સામે પાકને થયેલા નુકશાન સામે રૂ.1419 કરોડનું જે પેકેજને સરકારે જાહેર કર્યુ તેમાંથી રૂ.1200 કરોડ જેટલી રકમ ચૂકવી પણ આપી છે. તેમણે એક- બે એકરથી શરૂ કરી ખેડૂતોએ અપનાવેલી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યાનું જણાવીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ચલાવાતા આ અભિયાનથી રાજ્યમાં અંદાજે 9. 85 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમ જણાવ્યું હતું. છઠ્ઠી અને સાતમી ડિસેમ્બર એમ બે દિવસ માટે આયોજિત આ મહોત્સવ 246થી વધુ તાલુકામાં યોજનાર છે. મુખ્યમંત્રીએ 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.