Junagadhનો માણાવદર પંથક જળબંબાકાર, 15 ગામો સંપર્ક વિહોણા થયા
માણાવદરના સરાડીયા ગામમાં પાણી ઘુસ્યું જૂનાગઢ પોરબંદર સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા વાહન વ્યવહાર ઠપ્પ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જૂનાગઢનું માણાવદર પંથક જળબંબાકાર થઈ ગયું છે,માણાવાદર પંથક જળબંબાકાર થતા 15 ગામો સંપર્ક વિહોણા થયા છે,સાથે સાથે ગામોમાં મામલતદાર અને SDRFની ટીમ પહોંચી છે.તો વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ શરૂ કરીને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.મેડિકલ અને ફૂડ પેકેટની સાથે ટીમ ખડે પગે લોકોનું રેસ્કયૂ કરી રહી છે.સરાડીયા ગામમાં પાણી ઘુસ્યું જૂનાગઢ પંથકમાં ભારે વરસાદ વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,સાથે સાથે સરાડીયા ગામ તો આખુ જળબંબાકાર થયું છે,ગામમાં અવર-જવર બંધ થતા એસડીઆરએફની ટીમ અને મામલતદારની ટીમ રેસ્કયૂ કામગીરી કરી રહી છે,જયાં સૌથી વધુ પાણી ભરાયું છે ત્યાં જઈને રેસ્કયૂ કામગીરી કરાઈ રહી છે,સાથે સાથે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.માંગરોળ ખાતે એક બોટની જળસમાધીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક ખલાસીનું મોત થયું છે. માંગરોળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારથી આજે સાંજ સુધીમાં ગિરનાર અને વિસાવદરમાં આઠ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ, કેશોદ, મેંદરડા, ભેસાણ પંથકમાં છ ઇંચ તેમજ માળીયાહાટીનામાં બે અને માંગરોળમાં એક ઇંચ વરસાદ થયો હતો. ઓઝત, ઉબેણ, સોનરખ, કાળવા નદીમાં ફરી પૂર આવતા લોકોમાં ખુશી છવાઈ હતી.તંત્ર દ્વારા વરસાદ બાદની સ્થિતિને પહોંચી વળવા માટે કેશાદમાં એન.ડી.આર.એફ. અને જૂનાગઢમાં એક એસ.ડી.આર.એફ.ની ટીમ તૈનાત રાખવામાં આવી છે. અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર તથા મોરબીમાં રેડ એલર્ટ રાજ્યભરમાં ભારેથી આતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર તથા મોરબી, જામનગર, દ્વારકા અને જૂનાગઢ, ભાવનગર, અમરેલી તથા ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને કચ્છમાં રેડ એલર્ટ છે. તેમજ બનાસકાંઠા, ગાંધીનગર,ખેડા તથા પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. તથા બનાસકાંઠા,મહેસાણા,અરવલ્લી તેમજ મહીસાગર અને દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. 29 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદનું અનુમાન છે. બંગાળીની ખાડીમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશન પાટણ તરફ આગળ વધતા આ સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતમાં પણ વર્તાશે. સમગ્ર સ્થિતિને જોતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને લઇને સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- માણાવદરના સરાડીયા ગામમાં પાણી ઘુસ્યું
- જૂનાગઢ પોરબંદર સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા
- વાહન વ્યવહાર ઠપ્પ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
જૂનાગઢનું માણાવદર પંથક જળબંબાકાર થઈ ગયું છે,માણાવાદર પંથક જળબંબાકાર થતા 15 ગામો સંપર્ક વિહોણા થયા છે,સાથે સાથે ગામોમાં મામલતદાર અને SDRFની ટીમ પહોંચી છે.તો વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ શરૂ કરીને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.મેડિકલ અને ફૂડ પેકેટની સાથે ટીમ ખડે પગે લોકોનું રેસ્કયૂ કરી રહી છે.
સરાડીયા ગામમાં પાણી ઘુસ્યું
જૂનાગઢ પંથકમાં ભારે વરસાદ વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,સાથે સાથે સરાડીયા ગામ તો આખુ જળબંબાકાર થયું છે,ગામમાં અવર-જવર બંધ થતા એસડીઆરએફની ટીમ અને મામલતદારની ટીમ રેસ્કયૂ કામગીરી કરી રહી છે,જયાં સૌથી વધુ પાણી ભરાયું છે ત્યાં જઈને રેસ્કયૂ કામગીરી કરાઈ રહી છે,સાથે સાથે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.માંગરોળ ખાતે એક બોટની જળસમાધીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક ખલાસીનું મોત થયું છે.
માંગરોળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારથી આજે સાંજ સુધીમાં ગિરનાર અને વિસાવદરમાં આઠ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ, કેશોદ, મેંદરડા, ભેસાણ પંથકમાં છ ઇંચ તેમજ માળીયાહાટીનામાં બે અને માંગરોળમાં એક ઇંચ વરસાદ થયો હતો. ઓઝત, ઉબેણ, સોનરખ, કાળવા નદીમાં ફરી પૂર આવતા લોકોમાં ખુશી છવાઈ હતી.તંત્ર દ્વારા વરસાદ બાદની સ્થિતિને પહોંચી વળવા માટે કેશાદમાં એન.ડી.આર.એફ. અને જૂનાગઢમાં એક એસ.ડી.આર.એફ.ની ટીમ તૈનાત રાખવામાં આવી છે.
અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર તથા મોરબીમાં રેડ એલર્ટ
રાજ્યભરમાં ભારેથી આતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર તથા મોરબી, જામનગર, દ્વારકા અને જૂનાગઢ, ભાવનગર, અમરેલી તથા ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને કચ્છમાં રેડ એલર્ટ છે. તેમજ બનાસકાંઠા, ગાંધીનગર,ખેડા તથા પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. તથા બનાસકાંઠા,મહેસાણા,અરવલ્લી તેમજ મહીસાગર અને દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. 29 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદનું અનુમાન છે. બંગાળીની ખાડીમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશન પાટણ તરફ આગળ વધતા આ સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતમાં પણ વર્તાશે. સમગ્ર સ્થિતિને જોતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને લઇને સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.