Ahmedabad: ગેમ ઝોન સંચાલકોની દિવાળી સુધરી, 18 જેટલા ગેમ ઝોન પુન: ધમધમશે
અમદાવાદ શહેરમાં રહેલા 18 જેટલા ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી છે. દિવાળી પહેલા જ ગેમ ઝોન સંચાલકોને મંજૂરી આપવામાં આવી છે. જરૂરી સુધારા સૂચવ્યા બાદ મંજૂરી અપાઈ છે. રાજકોટ ગેમઝોન હોનારત બાદથી અમદાવાદમાં ગેમઝોન બંધ હતા ત્યારે અમદાવાદ શહેરમાં 5 મહિનાથી બંધ ગેમઝોન ફરી શરૂ થનાર છે. જરૂરી તમામ પરવાનગી બાદ પોલીસે લીલીઝંડી આપી છે અને શહેરમાં 18 ગેમઝોન શરૂ કરવા પરવાનગી અપાઇ છે. ફાયર ફેસિલિટી અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરી NOC અપાઈ R&B(રોડ્સ એન્ડ બિલ્ડિંગ) વિભાગે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો હતો અને લાઇવ ડેમો કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવામાં આવ્યો હતો. પાલિકાએ ફાયર ફેસિલિટી ચેક કરી ફાયર NOC આપી હતી. કમિટીના અહેવાલ બાદ 18 ગેમઝોન સુરક્ષા સાથે ચાલુ થશે રાજકોટમાં થયેલા ફાયર ઇન્સિડેન્ટ બાદ અમદાવાદમાં તમામ ગેમ ઝોન સુરક્ષાના કારણસર બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નવા નિયમોને આધીન અમદાવાદ શહેર પોલીસ દ્વારા સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટીના અહેવાલ બાદ તમામ પ્રકારની સુરક્ષા સાથે 18 ગેમઝોનને મંજૂરી આપવામાં આવી છે. નિયમોનો ભંગ કર્યો તો કડક કાર્યવાહી થશે જે ગેમઝોનને મંજૂરી આપવામાં આવી છે તેઓએ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે. જો કોઈ ગેમઝોન સંચાલક શરતોનો ભંગ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે. બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કર્યા બાદ મંજૂરી આપવામાં આવી છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરના તમામ ગેમ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ શહેરમાં કમિટી બનાવીને ગેમઝોનની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. તમામ ગેમઝોન દ્વારા બાળકોની સુરક્ષાને સુનિશ્ચિત કર્યા બાદ ગેમ ઝોન્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં રહેલા 18 જેટલા ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી છે. દિવાળી પહેલા જ ગેમ ઝોન સંચાલકોને મંજૂરી આપવામાં આવી છે. જરૂરી સુધારા સૂચવ્યા બાદ મંજૂરી અપાઈ છે. રાજકોટ ગેમઝોન હોનારત બાદથી અમદાવાદમાં ગેમઝોન બંધ હતા ત્યારે અમદાવાદ શહેરમાં 5 મહિનાથી બંધ ગેમઝોન ફરી શરૂ થનાર છે. જરૂરી તમામ પરવાનગી બાદ પોલીસે લીલીઝંડી આપી છે અને શહેરમાં 18 ગેમઝોન શરૂ કરવા પરવાનગી અપાઇ છે.
ફાયર ફેસિલિટી અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરી NOC અપાઈ
R&B(રોડ્સ એન્ડ બિલ્ડિંગ) વિભાગે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો હતો અને લાઇવ ડેમો કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવામાં આવ્યો હતો. પાલિકાએ ફાયર ફેસિલિટી ચેક કરી ફાયર NOC આપી હતી.
કમિટીના અહેવાલ બાદ 18 ગેમઝોન સુરક્ષા સાથે ચાલુ થશે
રાજકોટમાં થયેલા ફાયર ઇન્સિડેન્ટ બાદ અમદાવાદમાં તમામ ગેમ ઝોન સુરક્ષાના કારણસર બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નવા નિયમોને આધીન અમદાવાદ શહેર પોલીસ દ્વારા સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટીના અહેવાલ બાદ તમામ પ્રકારની સુરક્ષા સાથે 18 ગેમઝોનને મંજૂરી આપવામાં આવી છે.
નિયમોનો ભંગ કર્યો તો કડક કાર્યવાહી થશે
જે ગેમઝોનને મંજૂરી આપવામાં આવી છે તેઓએ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે. જો કોઈ ગેમઝોન સંચાલક શરતોનો ભંગ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે. બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કર્યા બાદ મંજૂરી આપવામાં આવી છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરના તમામ ગેમ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ શહેરમાં કમિટી બનાવીને ગેમઝોનની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. તમામ ગેમઝોન દ્વારા બાળકોની સુરક્ષાને સુનિશ્ચિત કર્યા બાદ ગેમ ઝોન્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.