Ahmedabad: વર્ષ 2010માં કરેલી હત્યાના આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો, થયા મોટા ખુલાસા
અમદાવાદમાં વર્ષ 2010માં વેજલપુરમાં થયેલી યુવકની હત્યા મામલે ક્રાઈમ બ્રાન્ચે 14 વર્ષ બાદ આરોપીની ધરપકડ કરી છે. સમલૈંગિક સંબંધોમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ આરોપી 14 વર્ષથી નાસ્તો ફરતો હતો.એક કોન્સ્ટેબલે ક્લીનર તરીકે ટ્રકમાં કામ કરી આરોપીની ધરપકડ કરી જોકે પોલીસને મળેલી બાતમીના આધારે એક કોન્સ્ટેબલે ક્લીનર તરીકે ટ્રકમાં કામ કરી આરોપીની ધરપકડ કરી છે. 14 વર્ષ દરમિયાન આરોપીએ પોતાની ઓળખ બદલવા બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હતા, જેની પોલીસ તપાસ કરી રહી છે. દ્રષ્યમ ફિલ્મને ટક્કર મારે તેવી હત્યાના ગુનાનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો છે. 29 જૂન 2010ના રોજ શહેરના વેજલપુર વિસ્તારમાં એક યુવક મનીષ ગુપ્તાની હત્યા કરી તેનો મૃતદેહ રસોડામાં ચણતર કરી છુપાવી દેવામાં આવ્યો હતો. જે અંગે મૃતક મનીષની સાથે રહેતા અન્ય લોકોને લોહી અને દુર્ગંધ બહાર આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. હોટલ મેનેજર મનીષ ગુપ્તાની હત્યા કરી તેની સાથે જ રહેતો આરોપી રમેશ દેસાઈ ફરાર થઈ ગયો હતો. હત્યાને અંજામ આપી ઝડપાયેલ આરોપી રમેશ દેસાઈ સૌપ્રથમ બનાસકાંઠા અને ત્યારબાદ ભીલવાડા ખાતે છુપાયો હતો. જોકે વર્ષ 2017થી તે મુંબઈની એક હોટલમાં સિનિયર કેપ્ટન તરીકે નોકરી કરતો હતો. આરોપીએ વર્ષ 2010થી અત્યાર સુધીમાં પોતાની ઓળખ છુપાવવા માટે બનાવટી દસ્તાવેજો પણ તૈયાર કરાવ્યા હોવાનો ખુલાસો થયો છે. 14 વર્ષ દરમિયાન આરોપીએ નારણ ગુર્જરના નામે પોતાની નવી ઓળખ ઊભી કરી છેલ્લા 14 વર્ષથી જે હત્યાના ગુનામાં પોલીસને એક પણ કડી મળી રહી ન હતી. તે ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે ફરીથી તપાસ કરતા મૃતક મનીષ ગુપ્તાની સાથે રહેતા ત્રણ લોકો મળી આવ્યા હતા. જોકે રમેશ દેસાઈ છેલ્લા ઘણા સમયથી ફરાર હતો અને તેનો પરિવાર પણ રમેશ વિશે કંઈ પણ જાણતો ન હોવાની હકીકત સામે આવી હતી. છેલ્લા 14 વર્ષ દરમિયાન આરોપીએ નારણ ગુર્જરના નામે પોતાની નવી ઓળખ ઊભી કરી, તમામ બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવી લીધા હતા અને વર્ષ 2021માં તેણે એક યુવતી સાથે લગ્ન કરી ઘર સંસાર પણ માંડ્યો હતો. જોકે આરોપી રમેશની શોધખોળ કરતા પોલીસ મુંબઈ અને રાજકોટ વચ્ચે તપાસ કરી રહી હતી. તેવામાં લગ્ન બાદ પણ રમેશ અન્ય ચાર યુવકો સાથે અલગથી રહેતો હોવાની હકીકત મળતા, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલ ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરી મુંબઈના ખારઘર વિસ્તારમાં આવેલી વિલેજ હોટલમાં રોકાયો હતો અને ત્યાં રમેશની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. રમેશે મનીષ ગુપ્તાને ઈંટોના ઘા મારી હત્યા કરી રમેશની પૂછપરછ કરતા તેણે કબુલાત આપી કે હત્યાના દિવસે મૃતક મનીષે આરોપી સાથે સજાતીય સંબંધ રાખ્યા અને આરોપી રમેશને ગુપ્ત ભાગે ઈજા પણ પહોંચાડી હતી. જેથી બંને વચ્ચે ઝઘડો થતાં રમેશે મનીષ ગુપ્તાને ઈંટોના ઘા મારી હત્યા કરી તેના મૃતદેહ પર કલર લગાવી રસોડામાં નવી દિવાલ બનાવી મૃતદેહને છુપાવી દીધો હતો અને હત્યા બાદ તે અમદાવાદ છોડી ફરાર થયો હતો અને ક્યારેય તે પછી આરોપી રમેશે અમદાવાદમાં પગ પણ મુક્યો નથી. જોકે વર્ષ 2017થી પોલીસ હવે તેને નહીં શોધી શકે તેવું માની મુંબઈ ખાતે સ્થાયી થયો હતો. પરંતુ અત્યારના ગુનાની તપાસ પોલીસને આરોપી સુધી લઈ ગઈ અને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. હત્યાના 14 વર્ષ બાદ પણ પોલીસ હત્યારા રમેશનું પગેરુ મેળવી તેના સુધી પહોંચી, જોકે આરોપીના સમલૈંગિક સંબંધો હજુ પણ ચાલુ રહેતા પોલીસ માટે તે મહત્વની કડી બની. જેના આધારે સમલૈંગિક સંબંધોમાં થયેલી 14 વર્ષ પહેલાની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો. ત્યારે આરોપીએ બનાવટી દસ્તાવેજો ક્યાં અને કોની પાસે બનાવ્યા તે અંગે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં વર્ષ 2010માં વેજલપુરમાં થયેલી યુવકની હત્યા મામલે ક્રાઈમ બ્રાન્ચે 14 વર્ષ બાદ આરોપીની ધરપકડ કરી છે. સમલૈંગિક સંબંધોમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ આરોપી 14 વર્ષથી નાસ્તો ફરતો હતો.
એક કોન્સ્ટેબલે ક્લીનર તરીકે ટ્રકમાં કામ કરી આરોપીની ધરપકડ કરી
જોકે પોલીસને મળેલી બાતમીના આધારે એક કોન્સ્ટેબલે ક્લીનર તરીકે ટ્રકમાં કામ કરી આરોપીની ધરપકડ કરી છે. 14 વર્ષ દરમિયાન આરોપીએ પોતાની ઓળખ બદલવા બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હતા, જેની પોલીસ તપાસ કરી રહી છે. દ્રષ્યમ ફિલ્મને ટક્કર મારે તેવી હત્યાના ગુનાનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો છે. 29 જૂન 2010ના રોજ શહેરના વેજલપુર વિસ્તારમાં એક યુવક મનીષ ગુપ્તાની હત્યા કરી તેનો મૃતદેહ રસોડામાં ચણતર કરી છુપાવી દેવામાં આવ્યો હતો.
જે અંગે મૃતક મનીષની સાથે રહેતા અન્ય લોકોને લોહી અને દુર્ગંધ બહાર આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. હોટલ મેનેજર મનીષ ગુપ્તાની હત્યા કરી તેની સાથે જ રહેતો આરોપી રમેશ દેસાઈ ફરાર થઈ ગયો હતો. હત્યાને અંજામ આપી ઝડપાયેલ આરોપી રમેશ દેસાઈ સૌપ્રથમ બનાસકાંઠા અને ત્યારબાદ ભીલવાડા ખાતે છુપાયો હતો. જોકે વર્ષ 2017થી તે મુંબઈની એક હોટલમાં સિનિયર કેપ્ટન તરીકે નોકરી કરતો હતો. આરોપીએ વર્ષ 2010થી અત્યાર સુધીમાં પોતાની ઓળખ છુપાવવા માટે બનાવટી દસ્તાવેજો પણ તૈયાર કરાવ્યા હોવાનો ખુલાસો થયો છે.
14 વર્ષ દરમિયાન આરોપીએ નારણ ગુર્જરના નામે પોતાની નવી ઓળખ ઊભી કરી
છેલ્લા 14 વર્ષથી જે હત્યાના ગુનામાં પોલીસને એક પણ કડી મળી રહી ન હતી. તે ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે ફરીથી તપાસ કરતા મૃતક મનીષ ગુપ્તાની સાથે રહેતા ત્રણ લોકો મળી આવ્યા હતા. જોકે રમેશ દેસાઈ છેલ્લા ઘણા સમયથી ફરાર હતો અને તેનો પરિવાર પણ રમેશ વિશે કંઈ પણ જાણતો ન હોવાની હકીકત સામે આવી હતી. છેલ્લા 14 વર્ષ દરમિયાન આરોપીએ નારણ ગુર્જરના નામે પોતાની નવી ઓળખ ઊભી કરી, તમામ બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવી લીધા હતા અને વર્ષ 2021માં તેણે એક યુવતી સાથે લગ્ન કરી ઘર સંસાર પણ માંડ્યો હતો.
જોકે આરોપી રમેશની શોધખોળ કરતા પોલીસ મુંબઈ અને રાજકોટ વચ્ચે તપાસ કરી રહી હતી. તેવામાં લગ્ન બાદ પણ રમેશ અન્ય ચાર યુવકો સાથે અલગથી રહેતો હોવાની હકીકત મળતા, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલ ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરી મુંબઈના ખારઘર વિસ્તારમાં આવેલી વિલેજ હોટલમાં રોકાયો હતો અને ત્યાં રમેશની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
રમેશે મનીષ ગુપ્તાને ઈંટોના ઘા મારી હત્યા કરી
રમેશની પૂછપરછ કરતા તેણે કબુલાત આપી કે હત્યાના દિવસે મૃતક મનીષે આરોપી સાથે સજાતીય સંબંધ રાખ્યા અને આરોપી રમેશને ગુપ્ત ભાગે ઈજા પણ પહોંચાડી હતી. જેથી બંને વચ્ચે ઝઘડો થતાં રમેશે મનીષ ગુપ્તાને ઈંટોના ઘા મારી હત્યા કરી તેના મૃતદેહ પર કલર લગાવી રસોડામાં નવી દિવાલ બનાવી મૃતદેહને છુપાવી દીધો હતો અને હત્યા બાદ તે અમદાવાદ છોડી ફરાર થયો હતો અને ક્યારેય તે પછી આરોપી રમેશે અમદાવાદમાં પગ પણ મુક્યો નથી. જોકે વર્ષ 2017થી પોલીસ હવે તેને નહીં શોધી શકે તેવું માની મુંબઈ ખાતે સ્થાયી થયો હતો. પરંતુ અત્યારના ગુનાની તપાસ પોલીસને આરોપી સુધી લઈ ગઈ અને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
હત્યાના 14 વર્ષ બાદ પણ પોલીસ હત્યારા રમેશનું પગેરુ મેળવી તેના સુધી પહોંચી, જોકે આરોપીના સમલૈંગિક સંબંધો હજુ પણ ચાલુ રહેતા પોલીસ માટે તે મહત્વની કડી બની. જેના આધારે સમલૈંગિક સંબંધોમાં થયેલી 14 વર્ષ પહેલાની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો. ત્યારે આરોપીએ બનાવટી દસ્તાવેજો ક્યાં અને કોની પાસે બનાવ્યા તે અંગે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.