Sayla: સ્વચ્છતા હી સેવા અભિયાનનું સુરસુરિયું, આંબેડકરનગરથી ખરાવાડ સુધીના રસ્તા પર ગંદકી

સમગ્ર જિલ્લામાં હાલ સ્વચ્છતા હી સેવા અભીયાન ચાલી રહ્યુ છે. ત્યારે સાયલાના આંબેડકરનગરથી ખરાવાડ સુધીના રસ્તે ગંદકીના ઠેરઠેર ગંજ ખડકાયેલા જોવા મળે છે. વ્યવસાયે વકીલ અને ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમીતીના પુર્વ ચેરમેને આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી સફાઈની માંગણી કરી છે.સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી પ્રસંગે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભીયાન ચાલી રહ્યુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ અભીયાન હેઠળ અધીકારીઓ અને પદાધીકારીઓ શ્રમદાન કરી સફાઈ કરી ફોટાસેશન કરતા જોવા મળે છે. પરંતુ પરીસ્થીતી આનાથી વીપરીત છે. આજે પણ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ગંદકીના ગંજ જોવા મળે છે. ત્યારે સાયલાના જુના ખાદી કેન્દ્ર પાસે રહેતા અને વ્યવસાયેલ વકીલ તથા ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમીતીના પુર્વ ચેરમેન દીપકભાઈ પંડયાએ ગંદકી બાબતે તાલુકા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં લેખીત રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવાયા મુજબ સાયલા ગ્રામ પંચાયત પાસે ડોર-ટુ-ડોર કચરો લેવા માટે ર વાહન ઉપલબ્ધ છે. પરંતુ જિલ્લા મથક સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તે આંબેડકરનગરથી ખરાવાડ સુધી ગંદકીના ગંજ ખડકાયા છે. પાંચ-છ દિવસે અહીં કચરો લેવા વાહન આવતુ હોઈ લોકોને અહીં કચરો નાંખવામાં પ્રોત્સાહન મળે છે. જાહેરમાં આવા કચરાથી લોકોના આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે. આથી આ વિસ્તારમાં નીયમીત સફાઈ થાય તો જ સ્વચ્છતા હી સેવા અભીયાન સાર્થક ગણાશે તેમ રજુઆતના અંતે જણાવાયુ છે.

Sayla: સ્વચ્છતા હી સેવા અભિયાનનું સુરસુરિયું, આંબેડકરનગરથી ખરાવાડ સુધીના રસ્તા પર ગંદકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર જિલ્લામાં હાલ સ્વચ્છતા હી સેવા અભીયાન ચાલી રહ્યુ છે. ત્યારે સાયલાના આંબેડકરનગરથી ખરાવાડ સુધીના રસ્તે ગંદકીના ઠેરઠેર ગંજ ખડકાયેલા જોવા મળે છે. વ્યવસાયે વકીલ અને ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમીતીના પુર્વ ચેરમેને આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી સફાઈની માંગણી કરી છે.

સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી પ્રસંગે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભીયાન ચાલી રહ્યુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ અભીયાન હેઠળ અધીકારીઓ અને પદાધીકારીઓ શ્રમદાન કરી સફાઈ કરી ફોટાસેશન કરતા જોવા મળે છે. પરંતુ પરીસ્થીતી આનાથી વીપરીત છે. આજે પણ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ગંદકીના ગંજ જોવા મળે છે. ત્યારે સાયલાના જુના ખાદી કેન્દ્ર પાસે રહેતા અને વ્યવસાયેલ વકીલ તથા ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમીતીના પુર્વ ચેરમેન દીપકભાઈ પંડયાએ ગંદકી બાબતે તાલુકા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં લેખીત રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવાયા મુજબ સાયલા ગ્રામ પંચાયત પાસે ડોર-ટુ-ડોર કચરો લેવા માટે ર વાહન ઉપલબ્ધ છે. પરંતુ જિલ્લા મથક સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તે આંબેડકરનગરથી ખરાવાડ સુધી ગંદકીના ગંજ ખડકાયા છે. પાંચ-છ દિવસે અહીં કચરો લેવા વાહન આવતુ હોઈ લોકોને અહીં કચરો નાંખવામાં પ્રોત્સાહન મળે છે. જાહેરમાં આવા કચરાથી લોકોના આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે. આથી આ વિસ્તારમાં નીયમીત સફાઈ થાય તો જ સ્વચ્છતા હી સેવા અભીયાન સાર્થક ગણાશે તેમ રજુઆતના અંતે જણાવાયુ છે.