Suratથી ઈરાન મોકલેલા પાર્સલમાં શંકાસ્પદ વસ્તુ છે તેમ કહી મહિલાપાસે પડાવ્યા રૂપિયા
સુરતમાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક કિસ્સો આવ્યો સામે ઈરાન મોકલેલા પાર્સલમાં શંકાસ્પદ વસ્તુ હોવાનું કહી પડાવ્યા રૂપિયા શંકાસ્પદ વસ્તુ મળતા ગુનો નોંધાયો છે તેમ કહી મહિલા તબીબને ખખડાવ્યા દેશભરમાં હાલમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં વધારો થયો છે,આવો જ એક કિસ્સો સરથાણાના મહિલા ડોકટર પાસે બન્યો છે,જેમાં તેઓએ સુરતથી ઈરાન પાર્સલ મોકલ્યું હતુ,અને તે પાર્સલમાં શંકાસ્પદ વસ્તુઓ છે તેમ કહીને આરોપીઓએ મહિલાને ફોન કરી ધમકાવીને રૂપિયા 2.28 લાખ સેરવી લેતા સરથાણા પોલીસે ગુનો નોંધ્યો હતો. વીડિયો કોલ કરી સમગ્ર કાંડને આપ્યો અંજામ ડિજિટલ એરેસ્ટ કરીને મહિલા સાથે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે,જેમાં મહિલાને એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે છે જેમાં આરોપી તેમને કહી રહ્યો છે કે,તમે જે પાર્સલ સુરતથી ઈરાન મોકલ્યું છે તેમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે જેથી તમારી સામે ગુનો નોંધાયો છે,જો તમારે આ કેસમાં સમાધાન કરવું હોય તો તમારે રૂપિયા આપવા પડશે,જેથી મહિલા ડોકટર ગભરાઈ ગયા અને તેમણે રૂપિયા 2.28 લાખ ટ્રાન્સફર કર્યા હતા.જયારે મહિલા ડોકટર કુરિયરની ઓફીસે પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે,તેમના પાર્સલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને ત્યાંથી તેઓ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચે છે. ભોગ બનનારે સરથાણા પોલીસ મથકમાં કરી ફરિયાદ મહિલા ડોકટરે સમગ્ર ઘટનાને લઈ સરથાણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે,પોલીસને સમગ્ર ઘટના જણાવી અને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર પણ પોલીસને આપ્યો,તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. ડિજિટલ ધરપકડ શું છે? ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે. આ બાબતો ધ્યાનમાં રાખો સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો. 1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો. 2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો. 3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો. 4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં. 5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુરતમાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક કિસ્સો આવ્યો સામે
- ઈરાન મોકલેલા પાર્સલમાં શંકાસ્પદ વસ્તુ હોવાનું કહી પડાવ્યા રૂપિયા
- શંકાસ્પદ વસ્તુ મળતા ગુનો નોંધાયો છે તેમ કહી મહિલા તબીબને ખખડાવ્યા
દેશભરમાં હાલમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં વધારો થયો છે,આવો જ એક કિસ્સો સરથાણાના મહિલા ડોકટર પાસે બન્યો છે,જેમાં તેઓએ સુરતથી ઈરાન પાર્સલ મોકલ્યું હતુ,અને તે પાર્સલમાં શંકાસ્પદ વસ્તુઓ છે તેમ કહીને આરોપીઓએ મહિલાને ફોન કરી ધમકાવીને રૂપિયા 2.28 લાખ સેરવી લેતા સરથાણા પોલીસે ગુનો નોંધ્યો હતો.
વીડિયો કોલ કરી સમગ્ર કાંડને આપ્યો અંજામ
ડિજિટલ એરેસ્ટ કરીને મહિલા સાથે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે,જેમાં મહિલાને એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે છે જેમાં આરોપી તેમને કહી રહ્યો છે કે,તમે જે પાર્સલ સુરતથી ઈરાન મોકલ્યું છે તેમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે જેથી તમારી સામે ગુનો નોંધાયો છે,જો તમારે આ કેસમાં સમાધાન કરવું હોય તો તમારે રૂપિયા આપવા પડશે,જેથી મહિલા ડોકટર ગભરાઈ ગયા અને તેમણે રૂપિયા 2.28 લાખ ટ્રાન્સફર કર્યા હતા.જયારે મહિલા ડોકટર કુરિયરની ઓફીસે પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે,તેમના પાર્સલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને ત્યાંથી તેઓ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચે છે.
ભોગ બનનારે સરથાણા પોલીસ મથકમાં કરી ફરિયાદ
મહિલા ડોકટરે સમગ્ર ઘટનાને લઈ સરથાણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે,પોલીસને સમગ્ર ઘટના જણાવી અને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર પણ પોલીસને આપ્યો,તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
ડિજિટલ ધરપકડ શું છે?
ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે.
આ બાબતો ધ્યાનમાં રાખો
સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો.
1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.
3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.
4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.
5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.