Mandal: કુંભમાં ગયેલ યુવાઓએ 1200 થેલાનું વિતરણ કર્યું

144 વર્ષ બાદ આવેલ પ્રયાગરાજ મહાકુંભમાં હિન્દુ સનાતન સંસ્કૃતિ અને આસ્થાના મહાન દર્શન દેશ અને દુનિયાના કરોડો શ્રદ્ધાળુઓ કરી રહ્યાં છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં અમાવસ્યાની મુખ્ય તિથી સ્નાનનું વિશેષ મહત્વ હોય છે.આ દિને 10 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કરીને વિક્રમ નોંધાવ્યો હતો. ત્યારે આ મહાકુંભમાં અમદાવાદ ગ્રામ્યમાંથી પણ અનેક ભક્તો પહોંચ્યા હતા. ત્યારે તા.25 ના રોજ માંડલથી 16 યુવાઓની ટીમ મહાકુંભ જવા માટે પ્રસ્થાન કર્યુ હતું, મહાકુંભ પ્રયાગરાજ તીર્થક્ષેત્રમાં પહોંચ્યાં બાદ માંડલની આ યુવા ટીમે કુંભનગરમાં સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ ટીમે કુંભનું ક્ષેત્ર સ્વચ્છ રહે, યાત્રિકો પોતે જે ચીજવસ્તુઓ ગ્રહણ કરે છે, પ્રસાદના ખાલી બોક્સ કે પ્લાસ્ટિકની કોથળીઓ જ્યાં ત્યાં નહીં ફેંકવી જોઈએ જે હેતુથી આ માંડલની ટીમ દ્વારા મહાકુંભમાં યાત્રિકોને 1200 જેટલાં થેલાઓ વિતરણ કર્યા હતા. આ વેસ્ટ કચરાના નિકાલ માટેની બેગો પણ કાગળ, છાણનો ઉપયોગ કરીને બનાવાઈ હતી જેમાં યાત્રિકો પોતાનો કચરો જમા કરી શકે અને બહાર નીકળતી વખતે તે યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરે જેથી મહાકુંભ ક્ષેત્ર ચોખ્ખું રહે, આ મહાકુંભના મહાયજ્ઞમાં યુવાનોએ પોતાની એક નાનકડી સેવારુપી આહુતિ હોમી હતી. વધુમાં આ યુવાનોએ અમાવસ્યાનો પ્રભાવ શરૂ થયો તે તા.28ની સાંજે ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી. જણાવવાનું કે, જે રાત્રિએ મહાકુંભની અંદર શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી અને કેટલાંક શ્રદ્ધાળુઓ ઘાયલ થયાં અને કેટલાંક શ્રદ્ધાળુઓ હતભાગી બન્યાં એવામાં આ ટીમ સાંજે સ્નાન કરીને ત્રિવેણી સંગમના ઘાટને છોડી કુંભના ખુલ્લાં ક્ષેત્રમાં જતાં રહ્યાં હતાં જેથી એ સમજદારીનું પણ કાર્ય તેમને કરેલ હતું. મહાકુંભમાંથી આ યુવા ટીમ રોડ ઉપરના અનેક ટ્રાફીકનો સામનો પણ કરી આજ તા.31ની સવારે 11 કલાકે પોતાના વતન ઉપર પરત ફરતાની સાથે સૌના પરિવારજનોમાં આનંદ,ઉલ્લાસ છવાયો હતો, 6 દિવસીય યાત્રા પરત ફરીને આવેલ યુવાનોએ વડીલોના,દેવસ્થાનોના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પરત ફરતાં ટીમના યુવા શ્રદ્ધાળુ દર્શન આચાર્યએ જણાવ્યું કે, અમો જે ત્રિવેણી સંગમનું જળ લાવેલા છીએ તે માંડલ ખાતે આવેલ જળાશયમાં પધરાવવામાં આવશે અને નગરના ભક્તોને માંડલમાં મહાકુંભ એવો મંત્ર આપીને અહીં સ્નાન કરવા માટેની અપીલ પણ કરશું, વધુમાં જણાવ્યું કે હાલના તબક્કે કુંભમાં જઈ શકાય તેવી કોઈ વ્યવસ્થા નથી જેથી બની શકે ત્યાં સુધી મુખ્ય સ્નાન બાદ, શ્રદ્ધાળુઓનો વ્યાપ ઘટે પછી કુંભમાં જવા તેમને વિનંતી પણ કરી છે.

Mandal: કુંભમાં ગયેલ યુવાઓએ 1200 થેલાનું વિતરણ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

144 વર્ષ બાદ આવેલ પ્રયાગરાજ મહાકુંભમાં હિન્દુ સનાતન સંસ્કૃતિ અને આસ્થાના મહાન દર્શન દેશ અને દુનિયાના કરોડો શ્રદ્ધાળુઓ કરી રહ્યાં છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં અમાવસ્યાની મુખ્ય તિથી સ્નાનનું વિશેષ મહત્વ હોય છે.

આ દિને 10 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કરીને વિક્રમ નોંધાવ્યો હતો. ત્યારે આ મહાકુંભમાં અમદાવાદ ગ્રામ્યમાંથી પણ અનેક ભક્તો પહોંચ્યા હતા. ત્યારે તા.25 ના રોજ માંડલથી 16 યુવાઓની ટીમ મહાકુંભ જવા માટે પ્રસ્થાન કર્યુ હતું, મહાકુંભ પ્રયાગરાજ તીર્થક્ષેત્રમાં પહોંચ્યાં બાદ માંડલની આ યુવા ટીમે કુંભનગરમાં સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ ટીમે કુંભનું ક્ષેત્ર સ્વચ્છ રહે, યાત્રિકો પોતે જે ચીજવસ્તુઓ ગ્રહણ કરે છે, પ્રસાદના ખાલી બોક્સ કે પ્લાસ્ટિકની કોથળીઓ જ્યાં ત્યાં નહીં ફેંકવી જોઈએ જે હેતુથી આ માંડલની ટીમ દ્વારા મહાકુંભમાં યાત્રિકોને 1200 જેટલાં થેલાઓ વિતરણ કર્યા હતા. આ વેસ્ટ કચરાના નિકાલ માટેની બેગો પણ કાગળ, છાણનો ઉપયોગ કરીને બનાવાઈ હતી જેમાં યાત્રિકો પોતાનો કચરો જમા કરી શકે અને બહાર નીકળતી વખતે તે યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરે જેથી મહાકુંભ ક્ષેત્ર ચોખ્ખું રહે, આ મહાકુંભના મહાયજ્ઞમાં યુવાનોએ પોતાની એક નાનકડી સેવારુપી આહુતિ હોમી હતી. વધુમાં આ યુવાનોએ અમાવસ્યાનો પ્રભાવ શરૂ થયો તે તા.28ની સાંજે ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી.

જણાવવાનું કે, જે રાત્રિએ મહાકુંભની અંદર શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી અને કેટલાંક શ્રદ્ધાળુઓ ઘાયલ થયાં અને કેટલાંક શ્રદ્ધાળુઓ હતભાગી બન્યાં એવામાં આ ટીમ સાંજે સ્નાન કરીને ત્રિવેણી સંગમના ઘાટને છોડી કુંભના ખુલ્લાં ક્ષેત્રમાં જતાં રહ્યાં હતાં જેથી એ સમજદારીનું પણ કાર્ય તેમને કરેલ હતું. મહાકુંભમાંથી આ યુવા ટીમ રોડ ઉપરના અનેક ટ્રાફીકનો સામનો પણ કરી આજ તા.31ની સવારે 11 કલાકે પોતાના વતન ઉપર પરત ફરતાની સાથે સૌના પરિવારજનોમાં આનંદ,ઉલ્લાસ છવાયો હતો, 6 દિવસીય યાત્રા પરત ફરીને આવેલ યુવાનોએ વડીલોના,દેવસ્થાનોના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પરત ફરતાં ટીમના યુવા શ્રદ્ધાળુ દર્શન આચાર્યએ જણાવ્યું કે, અમો જે ત્રિવેણી સંગમનું જળ લાવેલા છીએ તે માંડલ ખાતે આવેલ જળાશયમાં પધરાવવામાં આવશે અને નગરના ભક્તોને માંડલમાં મહાકુંભ એવો મંત્ર આપીને અહીં સ્નાન કરવા માટેની અપીલ પણ કરશું, વધુમાં જણાવ્યું કે હાલના તબક્કે કુંભમાં જઈ શકાય તેવી કોઈ વ્યવસ્થા નથી જેથી બની શકે ત્યાં સુધી મુખ્ય સ્નાન બાદ, શ્રદ્ધાળુઓનો વ્યાપ ઘટે પછી કુંભમાં જવા તેમને વિનંતી પણ કરી છે.